બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / mission majnu to vikram vedha and more films web series released in new year 2023

મનોરંજન / ઓટીટીના દીવાના થઇ જાઓ તૈયાર ! જાન્યુઆરી 2023માં રીલીઝ થશે આ ધમાકેદાર ફિલ્મો અને વેબસીરીઝ

Premal

Last Updated: 05:54 PM, 1 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવા વર્ષની સાથે પહેલા મહિનામાં ઓટીટી પ્લેટફોર્મ પર ઘણી ફિલ્મો અને વેબસીરીઝ પણ રીલીઝ થવાની છે. જેની યાદી અમે તમારા માટે લઇને આવ્યાં છે.

  • જાન્યુઆરી 2023માં રીલીઝ થશે આ ધમાકેદાર ફિલ્મો 
  • ઓટીટી પ્લેટફોર્મ પર પણ રીલીઝ કરવામાં આવશે
  • જાણો, ફિલ્મો અને વેબસીરીઝનુ લિસ્ટ

જાન્યુઆરીમાં OTT પ્લેટફોર્મ પર કરાશે રીલીઝ 

નવા વર્ષની સાથે સિનેમા જગતની ઘણી નવી ફિલ્મો અને વેબ સીરીઝ આવવાની છે. જેને થિયેટરોની સાથે ઓટીટી પ્લેટફોર્મ પર પણ રીલીઝ કરવામાં આવશે. એવામાં અમે તમારા માટે તેનુ લિસ્ટ લઇને આવ્યાં છે, જેને નવા વર્ષના પહેલા મહિનામાં ઓટીટી પ્લેટફોર્મ પર રીલીઝ કરવામાં આવશે. 

તાજા ખબર

લોકપ્રિય યુટ્યુબર ભુવન બામની અપકમિંગ વેબ સીરીઝ તાજા ખબરને નવા વર્ષના પહેલા અઠવાડિયામાં ઓટીટી પ્લેટફોર્મ ડિજ્ની પ્લસ હૉટસ્ટાર પર રીલીઝ કરવામાં આવશે. આ સીરીઝમાં ભુવન બામ વંસત ગાવડેનુ પાત્ર નિભાવતા દેખાશે. જે એક સફાઈ કર્મચારી છે. આ સીરીઝના ટ્રેલરે પ્રશંસકોની એક્સાઈટમેન્ટને પહેલેથી જ વધારી દીધી છે.

વિક્રમ-વેધા

હિન્દી સિનેમાના સુપરસ્ટાર ઋતિક રોશન અને સૈફ અલી ખાનની લોકપ્રિય ફિલ્મ વિક્રમ-વેધા ઓટીટી રિલીઝ માટે તૈયાર છે. થિયેટરોમાં કોઈ ખાસ પ્રદર્શન નહીં કરી શકનારી આ ફિલ્મને હવે ઓટીટીનો આધાર છે. જણાવવામાં આવી રહ્યું છે કે 9 જાન્યુઆરીએ ઋતિક અને સૈફની વિક્રમ-વેધા ઓટીટી પ્લેટફોર્મ વૂટ સિલેક્ટ પર રીલીઝ કરાશે. 

ધ પેલે બ્લૂ આઈ

મર્ડર મિસ્ટ્રી અને જાસૂસીની રોચક કહાનીવાળી હૉલીવુડ વેબસીરીઝ ધ પેલે બ્લૂ આઈ પણ જાન્યુઆરીમાં ઓટીટી પર રીલીઝ કરવામાં આવશે. 6 જાન્યુઆરીથી આ સીરીઝની ઑનલાઈન સ્ટ્રીમિંગ ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર કરાશે. 

મિશન મજનૂ

બોલીવુડ સુપરસ્ટાર સિદ્ધાર્થ મલ્હોત્રા અને સાઉથ સુપરસ્ટાર રશ્મિકા મંદાનાની ફિલ્મ મિશન મજનૂને પણ આ વર્ષે રીલીઝ કરવામાં આવશે. ફિલ્મ મિશન મજનૂને ડાયરેક્ટ ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર 20 જાન્યુઆરીએ રીલીઝ કરવામાં આવશે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ