બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / વિશ્વ / missing titanic submarine: expert says on wreckage submarine oxygen level and probability of deaths

શું થયું હશે? / ઓક્સિજન પૂરો થાય તે પહેલા પણ ટાઈટન સબમરીનમાં સવાર લોકોના થઈ શકે છે દર્દનાક મોત, એક્સપર્ટે જણાવી આશંકાઓ

Vaidehi

Last Updated: 07:23 PM, 22 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સમુદ્રમાં ગુમ થઈ ગયેલ ટાઈટન સબમરીનમાં ઓક્સિજન પૂરું થઈ ગયું છે. શક્ય છે કે તેમાં સવાર પાંચેય લોકો મૃત્યુ પામ્યાં હોય.

  • રવિવારથી એટલાન્ટિક મહાસાગરમાં ગુમ થઈ છે સબમરીન
  • ટાઈટન સબમરીનમાં સવાર છે પાંચ લોકો
  • ઓક્સિજન પૂરું થવાને લીધે મૃત્યુ પામી શકે છે તેમા સવાર લોકો

Missing Submarine: સમુદ્રમાં ગુમ થઈ ગયેલ પ્રખ્યાત ટાઈટન સબમરીનને સતત શોધવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ સબમરીન એટલાન્ટિક મહાસાગરમાં રવિવારથી ગુમ થઈ ગઈ છે.અમેરિકી અને કનાડાઈ કોસ્ટ ગાર્ડની સાથે-સાથે ઘણાં દેશોની ટીમ આ સબમરીનને શોધી રહી છે. આ ટાઈટનમાં 5 લોકો શામેલ છે જેમાં બ્રિટિશ અરબપતિ હામિશ હાર્ડિંગ અને પાકિસ્તાની ટાઈકૂન શહઝાદા દાઉદ અને તેનો પુત્ર પણ છે.

તમામ લોકો મૃત્યુ પામી શકે છે
રિપોર્ટમાં આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ સબમરીનમાં ઓક્સિજન સમાપ્ત થઈ ગયું છે. આ સાથે જ ચાલકદળ પાસે વધુ સમય સુધી ચાલી શકે તેટલું રાશન પણ ઉપલબ્ધ નથી. આ કારણોસર જો તાત્કાલિક આ ટાઈટન નહીં મળે તો તેમાં હાજર તમામ લોકો મૃત્યુ પામી શકે છે. એક્સપર્ટસ્ કહે છે કે આ સબમરીનમાં ઓક્સિજન કેટલા સમય સુધી તમામ લોકોને બચાવીને રાખી શકે છે તેનો અંદાજો લગાવવો મુશ્કેલ છે.

ગુમ થઈ તે પહેલાં જ મૃત્યુ પામ્યા હશે- સિંક્લેયર
રોયલ નેવીનાં અનુભવી ડ્રાઈવર સિંક્લેયર કહે છે કે આ સબમરીન ગુમ થઈ તે પહેલાં જ તેમાં સવાર પાંચેય લોકો મૃત્યુ પામ્યાં હશે. તેમણે કહ્યું કે ટાઈટન સબમરીનમાં સવાર લોકોનું સંભવત: ગુમ થયાનાં થોડા જ કલાકોમાં કાર્બનહાઈ-ઓક્સાઈડ પોઈઝનિંગને લીધે મૃત્યુ થઈ ગયું હશે.

'ઝેરી ગેસ તેમનાં ફેફસામાં ભરાવા લાગે છે'
સિંક્લેયરે કહ્યું કે, ' આ સબમરીનમાં બેટરીઓ લાગેલી હોય છે જેની લાઈફ ઘણી ઓછી હોય છે. તેમાં CO2 સ્ક્રબર હોય છે. જ્યારે આ બેટરી પૂરી થાય છે ત્યારે સબમરીનમાં ઓક્સિજન પૂરું થવાથી પહેલા જ કાર્બન હાઈ ઓક્સાઈડની માત્રા વધી જાય છે. જેના લીધે લોકો ગુંગળામણનાં કારણે મૃત્યુ પામી શકે છે. આ થવાનું કારણ છે કે ઝેરી ગેસ તેમનાં ફેફસામાં ભરાવા લાગે છે.તેમણે કહ્યું કે જ્યારે ગેસ સબમરીનમાં ભરાશે ત્યારે તેમને નીંદર આવી જશે અને છેલ્લે તે બેભાન થઈ જશે. સબમરીનમાં CO2 નિકળવાની કોઈ જગ્યા નથી હોતી. મને ભય છે કે તેઓ સબમરીનમાં ઓક્સિજન પૂરું થાય તે પહેલાં જ મૃત્યુ ન પામ્યાં હોય..'

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ