બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ટેક અને ઓટો / ministry of road transport and highways allows installation cng kits in bs6 vehicles

GOOD NEWS / પરિવહન મંત્રાલયનો મોટો નિર્ણય: B 6 વાહનમાલિકો માટે આવી ખુશખબર, CNG કીટ લગાવી શકશો

Pravin

Last Updated: 02:57 PM, 23 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા બીએસ 6 વાહનોને લઈને મોટો નિર્ણય લીધો છે. જેનાથી લાખો વાહનચાલકોને ફાયદો થશે.

  • પરિવહન મંત્રાલયનો મોટો નિર્ણય
  • બીએસ 6 વાહનચાલકો માટે રાહતના સમાચાર આવ્યા
  • CNG કીટ હવે આ વાહનોમાં લગાવી શકાશે

સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા બીએસ 6 વાહનોને લઈને મોટો નિર્ણય લીધો છે. મંત્રાલયના આ નિર્ણયથી લાખો વાહનચાલકોને લાભ થશે. ફક્ત દિલ્હીમાં લગભગ ચાર લાખ વાહનમાલિકોને ફાયદો થશે. સાથે જ પ્રદૂષણ ઘટાડવામાં પણ મદદ મળશે. મંત્રાલયે આ સંબંધિત ગેજેટ જાહેર કરી દીધું છે એટલે કે હવે તે નિયમ બની ગયો છે. 

અત્યાર સુધી પેટ્રોલથી ચાલતા હતા બી 6 વાહનો

દેશમાં બીએસ 6 વાહનોની સંખ્યા લાખોમાં છે. અત્યાર સુધી આ વાહનોમાં સીએનજી કીટ લગાવાનો નિયમ નહોતો. કેટલીય કંપનીઓના બીએસ 6 વાહનોના મોડલ એવા છે, જેમાં CNG મોડલ નથી આવતા. લોકો પસંદ અથવા મજબૂરીમાં બીએસ 6 ના આવા મોડલ ખરીદી રહ્યા હતા અને પેટ્રોલથી ચલાવી રહ્યા હતા. તેનાથી માલિકોને જ્યાં એક બાજૂ બજેટમાં વધી જતું તો વળી પર્યાવરણ માટે પણ ઠીક નહોતું. કારણ કે પેટ્રોલની સરખામણીમાં સીએનજીથી ઓછુ પ્રદૂષણ થાય છે. 

લાખો વાહનચાલકોને થશે ફાયદો

મંત્રાલયે તેને સંબંધિત નોટિફિકેશન જાન્યુઆરીમાં બહાર પાડ્યું હતું, જેને સૂચન માટે એક મહિનાનો સમય આપ્યો હતો. હવે તેનું ગેજેટ જાહેર કરવામાં આવ્યું છે. આ નિર્ણયથી લાખો વાહન ચાલકોને રાહત મળશે. પણ સૌથી વધારે ફાયદો દિલ્હી એનસીઆરના વાહનચાલકોના થશે. કારણ કે સૌથી વધારે સીએનજી વાહનો અહીં ચાલે છે. દિલ્હીમાં BS-VI પેટ્રોલ વાહનો લગભહ ચાર લાખની આસપાસ છે. આટલી જ સંખ્યામાં એનસીઆરના ચારેય શહેરોમાં છે. આ વાહનોમાં હવે સીએનજી લાગી શકશે. હાલમાં સરકારે ફક્ત BS-VI ગાડીઓમાં CNG અને LPG કિટની મંજૂરી આપી હતી. ટ્રાંસપોર્ટ એક્સપર્ટ અનિલ છિકારા અનુસાર હવે કંપનીઓ કિટ તથા અન્ય પાર્ટ્સની મંજૂૂરી લેશે. ત્યાર બાદ વાહન માલિકો વાહનોમાં રેટ્રોફિટમેંટ થઈ શકશે.

એન્જીનમાં ફેરફારની મંજૂરી મળી ગઈ

સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે નોટિફિકેશનમાં કહ્યું છે કે, મંત્રાલયે બીએસ-6 પેટ્રોલ વાહનોમાં સીએનજી અને એલપીજી કિટ લગાવવા અને બીએસ- 6 વાહનોના મામલામાં 3.5 ટનથી ઓછા ડીઝલ એન્જીનોને સીએનજી/ એલપીજી એન્જીનથી બદલવા માટે ગેજેટ જાહેર કર્યું છે. એટલે કે કિટ લગાવવા ઉપરાંત ડીઝલ એન્જીનને સીએનજી અથવા એલપીજીમાં ફેરફારની મંજૂરી આપી દીધી છે. મંત્રાલયે ગેજેટ અનુસાર રેટ્રોલ ફિટમેંટ માટે ફંડની જરૂરિયાતને નિર્ધારિત કરે છે. સીએનજી એક પર્યાવરણ અનુકૂળ ઈંધણ છે અને પેટ્રોલ તથા ડીઝલ ઈંધણની સરખામણીમાં કાર્બન મોનોઓક્સાઈડ, હાઈડ્રોકાર્બન અને ધુમાડા વગરેનું ઉત્સર્જન સ્તર ઘટાડે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ