બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Meteorologist Ambalal Patel predicted heavy to heavy rains in Gujarat

જળબંબાકાર / અમદાવાદમાં ભારે વરસાદ, ઉત્તર ગુજરાતમાં કહેર, સાબરમતી બે કાંઠે, જુઓ શું કહે છે અંબાલાલની ડરામણી આગાહી

Malay

Last Updated: 01:56 PM, 17 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Meteorologist Ambalal Patel's forecast: ગુજરાતમાં વરસાદને લઈને આગાહી કરતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું છે કે, આગામી દિવસોમાં ઉતર ગુજરાતમાં વરસાદ કહેર મચાવશે, મધ્ય ગુજરાતમાં પણ વરસાદનું જોર વધશે.

  • રાજ્યમાં ભારે વરસાદની આગાહી
  • રાજ્યમાં સાર્વત્રિક મેઘ મહેર થશે
  • અંબાલાલ પટેલએ કરી આગાહી

હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આ સપ્તાહમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી કરી છે. આ વચ્ચે હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. તેમણે જણાવ્યું છે કે ગુજરાતમાં આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ થશે. 

No description available.

રાજ્યમાં ભારે વરસાદની આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, આગામી દિવસોમાં ઉતર ગુજરાતમાં વરસાદ કહેર મચાવશે અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદનું જોર વધશે. સાથે જ પૂર્વ ગુજરાતમાં વરસાદી માહોલ જામશે. તેમણે જણાવ્યું કે, અમદાવાદમાં ભારે વરસાદની શક્યતા છે. ભારે વરસાદના કારણે નદીઓમાં પણ પૂરની સંભાવના છે. 

ગુજરાતના આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
અંબાલાલ પટેલે જણાવ્યું કે, આહવા, ડાંગ, સુરત, નવસારી, ભરૂચમાં વરસાદની આગાહી છે. તેમણે જણાવ્યું કે, અમદાવાદમાં પણ ભારે વરસાદની શક્યતા છે. સાથે જ વડાલી, સાબરકાંઠા, બનાસકાંઠા, ખેડા, નડીયાદ, આણંદ, વડોદરા, તારાપુર, પેટલાદમાં પણ ભારે વરસાદની શક્યતા છે. પંચમહાલના કેટલાક ભાગોમાં ભારે વરસાદ વરસી શકે છે. તેમના જણાવ્યા અનુસાર, કચ્છના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. ભારે વરસાદના કારણે ઉકાઈ ડેમ, તાપી નદીની જળ સપાટીમાં વધારો થશે. આ ઉપરાંત સાબરમતી નદી બે કાંઠે થશે. 

જુઓ શું કહ્યું અંબાલાલ પટેલે 

હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ પણ કરી છે આગાહી
આપને જણાવી દઈએ કે, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા પણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર, અપરએર સાઈક્લોનિક સિસ્ટમના કારણે આગામી દિવસોમાં ભારે વરસાદ જોવા મળી શકે છે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આગામી 18થી 25 જુલાઈની વચ્ચે ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. 

'સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં થઈ શકે છે ભારે વરસાદ'
પરેશ ગોસ્વામીએ કહ્યું કે, જુલાઈ મહિનામાં સામાન્ય કરતા 14% વધુ વરસાદ નોંધાયો છે. આગામી 16, 17 જુલાઈએ દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના છે. જ્યારે આગામી 18થી 25 જુલાઈ વચ્ચે રાજ્યના તમામ વિસ્તારોમાં વરસાદની આગાહી છે. તેમણે જણાવ્યું કે, આગામી 21થી 24 જુલાઈ દરમિયાન સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદ થઈ શકે છે. 21થી 24 જુલાઈ દરમિયાન કેટલીક જગ્યાએ અતિવૃષ્ટિ જેવો વરસાદ થઈ શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ