બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ગુજરાત / અમદાવાદ / Meteorological Department forecasts heat and rain in Gujarat

હવામાન / દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પવનોની ગતિ તેજ રહેશે, ગરમીથી મળશે આંશિક રાહત, જાણો સંપૂર્ણ આગાહી

Vishnu

Last Updated: 09:58 PM, 3 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પવનોની ગતિ તેજ રહેશે, પ્રિ મોન્સૂન એક્ટીવીટી ન થતા વરસાદની શકયતા નહિવત

  • રાજ્યમાં ગરમીથી મળશે આંશિક રાહત
  • હવામાન વિભાગની આગાહી
  • બે દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે 

રાજ્યમાં આગામી બે દિવસ પવનોની ગતિ તેજ રહેતા ગરમીથી આંશિક રાહત મળી શકે છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં આગામી બે દિવસ વાદળછાયું વાતાવરણ અને વરસાદી માહેલ રહેશે.દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પવનોની ગતિ તેજ રહેશે.. પ્રિ મોન્સૂન એક્ટિવિટી ન થતા વરસાદની શકયતા નહિવત છે તેવું હવામાન વિભાગે જણાવ્યું હતું.

ખેડૂતો માટે સારા સમાચાર
જગતના તાત માટે રાહતના સમાચાર રાજ્યના હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યા છે આ વર્ષે ચોમાસુ દેશભરમાં સારું રહેવાનું પૂર્વાનુમાન હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવ્યું છે સમગ્ર દેશમાં 103 ટકા જેટલો વરસાદ પડી શકે છે મહત્વનું છે કે ગુજરાતમાં પણ આ વર્ષે ચોમાસુ સારું રહેવાનું અનુમાન હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવ્યું છે જૂન મહિનામાં ચોમાસું સત્તાવાર રીતે ગુજરાતમાં બેસી જશે અને જૂન મહિનામાં જ સામાન્ય વરસાદથી ચોમાસાની શરૂઆત ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં જોવા મળશે મહત્વનું છે કે હાલ કેરળમાં ચોમાસુ 1 જૂનથી બેસી ગયું છે.

ગુજરાતમાં તારીખ 15થી 20 જૂન વચ્ચે ચોમાસું બેસી શકે છે
બીજી બાજુ તાજેતરમાં જ ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ વરસાદને લઇને મોટી આગાહી કરવામાં આવી છે. જેમાં કહેવાયું કે, કેરળમાં 3 દિવસ પહેલાં ચોમાસું બેસશે. કેરળમાં ચોમાસાએ પ્રવેશ કરી દીધો. સત્તાવાર રીતે હવામાન વિભાગની ચોમાસાને લઈ મહત્વની જાહેરાત કરાઇ છે. ગુજરાતમાં તારીખ 15થી 20 જૂન વચ્ચે ચોમાસું બેસી શકે છે.

ગુજરાતમાં 15 જૂનથી નિયમિત ચોમાસું શરૂ થવાની સંભાવના: અંબાલાલ
ઉલ્લેખનીય છે કે, બીજી બાજુ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ ગઇ કાલે વરસાદને લઇને આગાહી કરી છે. અંબાલાલની આગાહી અનુસાર, તારીખ 10 જૂન સુધીમાં ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી છે. આ સાથે ગુજરાતમાં 15 જૂનથી નિયમિત ચોમાસું શરૂ થવાની સંભાવના છે. 3 જુલાઈના રોજ ગુજરાતમાં સારા વરસાદની આગાહી છે. સાથે મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ થવાની સંભાવના છે. ઉપરાંત ઉત્તર ગુજરાતના અરવલ્લી, દક્ષિણ ગુજરાત અને ઉત્તર સૌરાષ્ટ્રમાં પણ સારો વરસાદ રહેવાની શક્યતા છે. સૌરાષ્ટ્રના દરિયા કિનારા વિસ્તારમાં 40 ઈંચ જેટલો વરસાદ થવાની શક્યતા છે. સાથે જૂન મહિનામાં ગુજરાતના કેટલાભ ભાગોમાં 6 ઈંચ વરસાદ થવાની સંભાવના સેવાઈ રહી છે. ઉપરાંત જુલાઈ મહિનામાં 12 ઈંચ વરસાદ થવાની શક્યતા છે. સાથે જ દક્ષિણ ગુજરાતમાં ઓગષ્ટ મહિના દરમિયાન 8 ઈંચ વરસાદ થવાની સંભાવના છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ