બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / Meteorological department forecast regarding heat in the state

હવામાન / અમદાવાદીઓ ચેતજો.! 5 દિવસ સુધી શહેરમાં યલો એલર્ટ, વાતાવરણ રહેશે સૂકું, હવામાન ખાતાએ આપ્યું એલર્ટ

Dinesh

Last Updated: 05:20 PM, 17 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે તેમજ 5 દિવસ સુધી અમદાવાદમાં યલો એલર્ટ, હાલ રાજ્યમાં વરસાદની શક્યતા નહિવત છે.

  • રાજ્યમાં ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી
  • આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે
  • ગુજરાતમાં 1 ડિગ્રી તાપમાન વધી શકે છે

સમગ્ર રાજ્યમાં અંગ દજાડતી આકરી ગરમી પડી રહી છે ત્યારે રાજ્યમાં ગરમીને લઈને હવામાન વિભાગે ફરી એકવાર આગાહી કરી છે રાજ્યના વિવિધ વિસ્તારોમાં 41 ડિગ્રીને ઉપર તાપમાન પહોંચ્યું છે ત્યારે જો કે, ગઈ કાલે અમદાવાદ શહેરમાં 41.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું જે રાજ્યમાં સૌથી ઉંચું હતું, પરંતુ વાદળછાયા વાતાવરણથી તે સામાન્ય કરતા એક ડિગ્રી ઓછું નોંધાયું હતું. બીજા અર્થમાં અમદાવાદીઓએ ત્વચાને દઝાડતી ગરમી સામે હળવાશ અનુભવી હતી.

હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે તેમજ ગુજરાતમાં 1 ડિગ્રી તાપમાન વધી શકે છે અને હાલ રાજ્યમાં વરસાદની શક્યતા નહિવત છે. હવામાન વિભાગના ડિરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું કે, સાયક્લોનના કારણે કેરલમાં 4 દિવસ મોડું ચોમાસુ પહોંચશે અને ગુજરાતમાં પણ ચોમાસું મોડું બેસશે તેમજ 5 દિવસ સુધી અમદાવાદમાં યલો એલર્ટ.  અત્રે તમને જણાવી દઈએ કે, અમદાવાદમાં હજું આવું તાપમાન રહેવાનું છે અને તેનાથી ગરમીના પ્રકોપથી લોકો બચી શકશે, તેમ છતાં ભેજનું પ્રમાણ લોકો અકળાવશે, આવતીકાલે અને પરમ દિવસે એટલે કે, 18 અને 19 મેના દિવસે શહેરમાં યલો એલર્ટ રહેશે, યલો એલર્ટમાં ગરમીનું પ્રમાણ 41થી 43 ડિગ્રી તાપમાન રહેશે. 

 પાંચ દિવસ સુધી હવામાન સૂકું રહેશે
રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી હવામાન સૂકું રહેશે, જોકે અરબી સમુદ્રમાંથી ભેજ આવી રહ્યો હોઈ ક્યાંક-ક્યાંક લોકોલ કન્વેક્ટિવિટી થઈને હળવો વરસાદ પડી શકે  છે. ભાવનગરમાં ગઈકાલે મોડી સાંજે ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. આવી રીતે અરબી સમુદ્ર સંલગ્ન વિસ્તારમાં ક્યાંક-ક્યાક હળવો વરસાદપડવાની શક્યતા સ્થાનિક હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જો કે, રાજ્યમાં હાલ પ્રીમોન્સૂન એક્ટિવિટીની કોઈ સંભવના નથી. આ ઉપરાંત રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 41થી 43 ડિગ્રી વચ્ચે રહેવાની વકી છે. બીજા અર્થમાં આગામી પાંચ દિવસ આકરી ગરમીનું પ્રમાણ સહેજ ઓછું રહેશે.

 બાળકો વધુને વધુ ઝાડા ઉલટીનો શિકાર થઈ રહ્યાં છે
ભીષણ ગરમી તેમજ છેલ્લા ત્રણ-ચાર દિવસથી બદલાયેલા વાતાવરણના કારણે ખાસ કરીને બાળકો વધુને વધુ ઝાડા ઉલટીનો શિકાર થઈ રહ્યાં છે. શહેરની સરકારી હોસ્પિટલમાં દાખલ કેસોમાં ઝાડા ઉલટીના દર્દીઓ પૈકી અડધો અડધથી વધુ બાળકો છે. હજી થોડા દિવસ સવારથી જ સૂર્યનારાયણ આકારી તાપે આવીને આકાશમાંથી અગનગોળા ઝીંકશે  

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Meteorological Department forecast gujarat wethar update wethar update હવામાન આગાહી gujarat wethar updated
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ