બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Meteorological department forecast of rain in the state on January 8

કોલ્ડવેવ / ગુજરાતના 20 શહેરોમાં તાપમાનનો પારો 15 ડિગ્રીથી નીચે, જાણો કયું શહેર બન્યું સૌથી વધારે ઠંડુગાર

Vishal Khamar

Last Updated: 08:31 AM, 6 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં એકાએક ઠંડીનો પારો વધતા જનજીવન અસ્તવ્યસ્ત બનવા પામ્યું હતું. રાજ્યનાં 20 શહેરોમાં તાપમાન ઘટ્યું હતું. 20 શહેરોમાં 15 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાવા પામ્યું હતું.

  • રાજ્યનાં 20 શહેરોમાં તાપમાન ઘટ્યું
  • 20 શહેરોમાં 15 ડિગ્રીની આસપાસ નોંધાયું તાપમાન
  • નલિયામાં સૌથી ઓછું 9 ડિગ્રી તાપમાન

હવામાન વિભાગ દ્વાર આગાહી કરી છે કે, અમદાવાદ સહિત સમગ્ર રાજ્યનાં જીલ્લાઓમાં 24 કલાક બાદ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો વધારો થઈ શકે છે. તેમજ આગાી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે. 

8 જાન્યુઆરી રાજ્યનાં અમુક વિસ્તારોમાં વરસાદની શક્યતા
તેમજ હવામાન વિભાગ દ્વારા 8 જાન્યુઆરીથી સૌરાષ્ટ્ર, સુરેન્દ્રનગર અને બોટાદ તેમજ ઉત્તર ગુજરાતનાં સાબરકાંઠા, બનાસકાંઠા, દક્ષિણ ગુજરાત, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદ પડવાની પણ શક્યતા વ્યક્ત કરી છે. જ્યારે હાલ અમદાવાદ, ગાંધીનગર તેમજ મધ્ય ગુજરાતમાં વરસાદની શક્યતા નથી.  તેમજ હવામાન વિભાગ દ્વારા જણાવ્યું હતું.  

9 તેમજ 10 તારીખે રાજ્યનાં ક્યાં જીલ્લામાં વરસાદની આગાહી
જ્યારે 9 તારીખે રાજકોટ, જૂનાગઢ, અમરેલી, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં હવામાન વિભાગ દ્વારા છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરી છે. જ્યારે તા. 10 નાં રોજ બનાસકાંઠા તેમજ સાબરકાંઠાનાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરી છે. 

વધુ વાંચોઃ લુપ્ત થતી પક્ષીઓની પ્રજાતિના રક્ષણ અને સંરક્ષણ ગુજરાતનો શું ફાળો? કેટલા અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો

20 શહેરોમાં 15 ડિગ્રીની આસપાસ નોંધાયું તાપમાન
આજે 20 શહેરોમાં 15 ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાયું છું. નલિયામાં સૌથી ઓછું 9 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જેમાં અમદાવાદ અને ગાંધીનગરમાં 13.8 અને 12 ડિગ્રી.જ્યારે વડોદરા, સુરત અને રાજકોટમાં અનુક્રમે 14.6, 16.4 અને 10.04 ડિગ્રી તાપમાન નોંધાયું છે.  જ્યારે કેશોદ, અમરેલી, મહુવા અને સુરેન્દ્રનગરમાં તાપમાન 14 ડિગ્રીથી નીચે નોંધાયું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ