બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Mehsana IELTS scam: Police suspect that bands were bought with money, notice to Planet Education officials

તપાસનો રેલો / મહેસાણા IELTS કૌભાંડ: પૈસા આપીને બેન્ડ ખરીદવામાં આવ્યા હોવાની પોલીસને શંકા, પ્લાનેટ એજ્યુકેશનના અધિકારીઓને નોટિસ

Vishnu

Last Updated: 08:59 PM, 1 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહેસાણાના 4 વિદ્યાર્થીઓએ IELTS (ઈન્ટરનેશનલ ઈંગ્લિશ લેંગ્વેજ ટેસ્ટિંગ સિસ્ટમ)ની પરીક્ષા આપી હતી, તેમણે એબીસીડીનો A પણ ન આવડતો હોવા છતાં પણ 8 બેન્ડ લાવી પાસ થયા હતા.

  • અમેરિકા જવાનું પડ્યું ભારે !
  • ખોટા બોન્ડ મેળવવાનો પર્દાફાશ
  • મહેસાણાના 4 યુવાનો ઝડપાયા
  • અમેરિકા પહોંચ્યા પણ ઝડપાઈ ગયા

IELTSની પરીક્ષામાં 8 બેન્ડ લાવી પાસ થનારા વિદ્યાર્થીઓને અંગ્રેજીનો E પણ આવડતો નહીં હોવાનું સામે આવતા અમેરિકન એમ્બેસીએ મુંબઇ એમ્બેસીને જાણ કરી હતી. બાદમાં સમગ્ર મામલે મહેસાણા પોલીસે તપાસ હાથ ધરી છે. જેમાં ચારેય વિદ્યાર્થીઓએ નવસારીની હોટલ ફન સીટીમાં પરીક્ષા આપી હોવાનું સામે આવ્યું છે .આ અંગે હોટલના મેનેજરે જણાવ્યુ કે અમદાવાદની પ્લેનેટ એજ્યુકેશન સંસ્થાનું હોટલ ફન સીટી સાથે વાર્ષિક ટાય-અપ છે તથા અહીં સમયાંતરે પરીક્ષાનું આયોજન થતુ રહે છે પોલીસે સમગ્ર મામલે હોટલ મેનેજર સહિત IELTSના કર્મચારીઓના નિવેદનો લઈ તપાસ હાથ ધરી છે.પરિવારનું સમગ્ર મામલે અજાણ હોવાનું રટણ કરી રહ્યો છે.

પ્લાનેટ એજ્યુકેશન સંસ્થાના અધિકારીઓને નોટિસ: પોલીસ
SOG પોલીસ અધિકારી બી કે રાઠોડે જણાવ્યું કે તપાસમાં બહાર આવ્યું છે કે નવસારી ખાતે તેમની એક્ઝામ થઈ હતી, ત્યાં તપાસ કરી ફેકલ્ટીના નિવેદન પણ લેવામાં આવ્યા છે. અત્યાર સુધી 25 લોકોની સમગ્ર મામલે પૂછપરછ કરવામાં આવી છે.હાલ અમદાવાદની પ્લાનેટ એજ્યુકેશન સંસ્થા છે તે એક્ઝામનું હેન્ડલિંગ કરે છે. ત્યાંના ઓફિસરોને પણ તેમનું સ્ટેટમેન્ટ લખાવા માટે બોલાવવામાં આવ્યા છે. 

શું એવું લાગે છે કે પૈસા આપીને બેન્ડ ખરીદવામાં આવ્યા હોય?
વધુમાં પોલીસે જણાવ્યું કે જે રીતે તપાસ ચાલી રહી છે તે જોતાં બની શકે છે કે પૈસા આપીને બેન્ડ ખરીદાયા હોય, સમગ્ર કૌભાંડમાં કોણ કોણ સામે છે અને કઇ ઓવરસીઝ તેની તરફ પણ પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે

કોર્ટમાં એગ્રેજી ન બોલી શક્યા
IELTSમાં 8 બેન્ડ મેળવીને અમેરિકા જવાનું કૌભાંડ આચર્યા મામલે માંકણજ, ધામણવા, રામનગર અને સંગણપુરના 4 યુવાનોને લઇને મહેસાણા SOG પોલીસ દ્વારા આ મામલે વિગતવાર તપાસ હાથ ધરવામાં આવી છે. આ યુવકો જ્યારે બોટ મારફતે કેનેડા અને કેનેડાથી અમેરિકા જઇ રહ્યાં હતા એ દરમ્યાન તેઓને ત્યાંથી પકડવામાં આવ્યા. આથી આ પકડાયેલા યુવકોને જ્યારે અમેરિકાની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા ત્યારે તેમનો સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. કારણ કે તેઓને જ્યારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા ત્યારે આ યુવકો અંગ્રેજી ન હોતા બોલી શક્યા. આથી, આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો.

8 બેન્ડ પર અમેરિકા પહોંચેલ વિદ્યાર્થીઓ 

  • પટેલ ધ્રુવ રસિકભાઈ 
  • પટેલ નીલ અલ્પેશકુમાર
  • પટેલ ઉર્વીશ શૈલેષભાઈ 
  • પટેલ સાવન રાજેન્દ્રકુમાર

જીગર પટેલ અને ચેતન પટેલ નામના બે એજન્ટોના નામ સામે આવ્યા
વધુમાં મુંબઇ એમ્બેસી દ્વારા આ મામલે મહેસાણા પોલીસને જાણ કરાઇ. આથી, મહેસાણા SOG પોલીસને તપાસ સોંપતા મહેસાણા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. આ કૌભાંડમાં SOGની તપાસમાં જીગર પટેલ અને ચેતન પટેલ નામના બે એજન્ટોના નામ સામે આવ્યા છે. આ બે એજન્ટો સાથે અમિત ચૌધરી નામના શખ્સની પણ સંડોવણી હોવાનું ખુલ્યું. આથી, મહેસાણા SOGએ અમિત ચૌધરીની પૂછપરછ હાથ ધરી છે.જીગર પટેલ અને રવિ પટેલે જ આ 4 વિદ્યાર્થીઑને કેનેડા મૂક્યા હતા.

વિદેશનો મોહ, મહેનત સાથે દ્રોહ

  • મહેસાણાના 4 યુવકને શોર્ટકટથી વિદેશ જવાની લાલચ ભારે પડી
  • IELTSમાં અંગ્રેજી ન આવડવા છતાં 8 બેન્ડ મેળવ્યા
  • 4 યુવકો પહેલા ભારતથી કેનેડા પહોંચ્યા
  • કેનેડાથી બોટ મારફતે અમેરિકા પહોંચવાનો પ્લાન હતો
  • કેનેડા-અમેરિકા બોર્ડરની વચ્ચે આવેલી છે સેન્ટ રેઝીસ નદી
  • નદી પાર કરતા હતા ત્યારે બોટ પાણીમાં ડૂબવા લાગી
  • USA પોલીસે બોટ ડૂબતી નજરે પડતા રેસ્ક્યુ કર્યુ
  • રેસ્ક્યુ કર્યા બાદ કરી ધરપકડ
  • ઝડપાયેલા યુવકોને કોર્ટમાં રજૂ કરાયા
  • કોર્ટમાં જુબાની આપતી વખતે યુવકો અંગ્રેજીમાં કોઈ જવાબ ન આપી શકયા
  • 8 બેન્ડ મળ્યા છતા અંગ્રેજી ન આવડતા ભાંડો ફૂટ્યો
  • સરકારે અમેરિકન એમ્બસીને પત્ર લખીને જાણ કરી
  • એમ્બેસીએ મહેસાણા પોલીસને જાણ કરી
  • મહેસાણા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી

મંત્રીની ભલામણના પગલે અમિત ચૌધરી નામના શખ્સને SOGએ જવા દીધો
પરંતુ આ મામલે સૂત્રો તરફથી એવું જાણવા મળી રહ્યું છે કે, અમિત ચૌધરી માટે ગુજરાતના મંત્રીએ ભલામણ કરી હતી. જેથી મંત્રીની ભલામણના પગલે અમિત ચૌધરીને SOGએ જવા દીધો. જો કે, તપાસ દરમ્યાન અમિત ચૌધરીને જવા દેતા વિવાદ પણ સર્જાયો છે. વધુમાં આ મામલે તપાસ અધિકારી દ્વારા IELTS બેન્ડ કૌભાંડમાં મોટા માથાની સંડોવણી હોવાનું જાણવા મળી રહ્યું છે. તમને જણાવી દઇએ કે, IELTSની પરીક્ષા અમદાવાદ સ્થિત એજ્યુકેશન સંસ્થા લેતી હોય છે. ત્યારે વિદેશ જવાના બેન્ડ કૌભાંડના કારણે આ સંસ્થા પણ વિવાદમાં સપડાઈ છે.

એજન્ટોએ પોલીસને નિલમ સિરામિકમાં બેસીને કામ કરતા હોવાનું જણાવ્યું
વધુમાં આ મામલે એજન્ટો પણ પોલીસને ગેરમાર્ગે દોરી રહ્યાં છે. કારણ કે તપાસમાં જીગર અને રવિએ પોલીસને ખોટું સરનામું આપ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. એજન્ટોએ પોલીસને નિલમ સિરામિકમાં બેસીને કામ કરતા હોવાનું જણાવ્યું હતું. આથી, મહેસાણાના નિલમ સિરામિક પર VTV પહોચ્યું. જ્યાં નિલમ સિરામિકના માલિકે એજન્ટોને ઓળખતા ન હોવાનું નિવેદન આપ્યું હતું.

IELTS પરીક્ષા કૌભાંડના તાર છેક નવસારી સુધી પહોંચ્યા
મહેસાણામાં IELTS પરીક્ષા કૌભાંડના તાર છેક નવસારી સુધી પણ પહોંચ્યા છે. કારણ કે નવસારીની હોટલ ફન સીટીના બેંક્વેટ હોલમાં બેસીને મહેસાણાના ચારેય વિદ્યાર્થીઓએ તેઓએ સપ્ટેમ્બર 2021માં આ ચારેય વિદ્યાર્થીઓએ IELTSની પરીક્ષા આપી હતી. આથી, મહેસાણા SOGએ હોટલ ફન સીટીના મેનેજરની પણ પૂછપરછ કરી હતી. સાથે IELTSના કર્મચારીઓને પણ પૂછપરછ માટે આજે મહેસાણા SOGએ બોલાવ્યાની ચર્ચા ચાલી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ