બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Meghraja will break in these areas of Gujarat including Dwarka-Banaskantha till June 30
Malay
Last Updated: 09:05 AM, 26 June 2023
ADVERTISEMENT
ગુજરાતના ધરતીપૂત્રો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, તે ચોમાસાનો વિધિવત પ્રારંભ થઈ ગયો છે. રવિવારથી ગુજરાતના ઘણા ભાગોમાં ચોમાસું વિધિવત રીતે બેસી ગયું છે અને હવે આવનારા 5 દિવસમાં રાજ્યના તમામ જિલ્લામાં સારા વરસાદની શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા 30 જૂન સુધી મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન આજે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી છે.
ADVERTISEMENT
આજે આટલા જિલ્લાઓમાં વરસાદની આગાહી
આજે દ્વારકા, જામનગર, મોરબીમાં વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત આજે સુરેન્દ્રનગર, જૂનાગઢ, બોટાદમાં વરસાદ થવાની સંભાવના છે. આ ઉપરાંત રાજકોટ, પોરબંદર, ગીર સોમનાથ, કચ્છ, અમરેલી, ભાવનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, નર્મદા, ભરૂચ, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, દાહોદ, પંચમહાલ, વડોદરા, સુરત, તાપી, વલસાડ, ડાંગમાં વરસાદ થઈ શકે છે.
રાજ્યમાં 30 તારીખ સુધી મેઘમહેરની સંભાવના
તો 27 જૂને મેઘરાજાના નવસારી, ગીર સોમનાથ, વલસાડ, સુરત, ડાંગ, તાપી, નર્મદા, ભરૂચ અને છોટાઉદેપુરમાં ભારે વરસાદ તૂટી પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 28 જૂને વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, ભાવનગરમાં વરસાદની આગાહી છે. 29 જૂને સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, અમરેલી, ભાવનગરમાં ધમાકેદાર બેટિંગ કરી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 30 જૂને વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢમાં વરસાદ થઈ શકે છે.
સ્કાયમેટ અનુસાર આજે અહી પડશે વરસાદ
ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટ અનુસાર આજથી દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ રહેશે. જેમાં અમદાવાદ, વડોદરા, સુરત, પંચમહાલ, ડાંગમાં સારો વરસાદ રહેશે. આ સાથે રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગરમાં છૂટોછવાયો વરસાદ રહેશે. આ તરફ બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણમાં હળવો વરસાદ રહેશે.
છેલ્લા 24 કલાકમાં 94 તાલુકામાં નોંધાયો વરસાદ
છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 94 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ ભાવનગર જિલ્લાના ઘોઘામાં 3 ઈંચ નોંધાયો છે. ઘોઘા ઉપરાંત અમરેલીમાં 24 કલાકમાં 2 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત છેલ્લા 24 કલાકમાં બરવાળા અને ભાવનગરમાં પોણા 2 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે માંગરોળ, વાગરા, ભરૂચમાં 1.5 ઈંચ, સાયલા, બોટાદ, ગોંડલ અને શિહોરમાં 1.5 ઈંચ વરસાદ પડ્યો છે. રાજકોટ, બાબરા અને મોડાસામાં સવા ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે પડધરી, કોટડા સાંગાણી અને કુતિયાણામાં 1-1 ઈંચ, લાઠી અને જામનગરમાં પોણો ઈંચ વરસાદ નોંધાયો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.