બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / રાજકોટ / Mavtha's beating! This season's chillies will be expensive, prices will rise due to large scale losses in chillies.

ગોંડલ / માવઠાનો માર ! આ વખતની સિઝનનું મરચું મોંઘું પડશે, મરચીમાં મોટા પાયે નુકશાન થતાં ભાવમાં આવશે ઉછાળો

Vishal Khamar

Last Updated: 10:30 PM, 13 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉનાળાનું આગમન થતાં જ મસાલા અને અથાણાં તૈયાર કરવાની સિઝનની તૈયારી શરૂ થઇ જાય છે. પરંતું આ વખતે ગોંડલિયાં મરચાંના ભાવમાં પણ મોટો વધારો થયો છે.

  • ઉનાળાનું આગમન થતાં જ મસાલા અને અથાણાં તૈયાર કરવાની સિઝન
  • મરચાંના ભાવમાં આગઝરતી ‘લાલચોળ’ તેજી
  • ગોંડલિયાં મરચાંના ભાવમાં પણ મોટો વધારો

 ઉનાળાનું આગમન થતાં જ મસાલા અને અથાણાં તૈયાર કરવાની સિઝનની તૈયારી શરૂ થઇ જાય છે. બારે માસ વપરાતું મરચું અને અન્ય મસાલા ભરવાની સિઝન શરૂ થતાં જ મસાલા બજારમાં આવેલાં મરચાંના ભાવ ગૃહિણીઓની આંખમાં પાણી લાવી રહ્યાં છે. જથ્થાબંધ કે છૂટક મસાલા માર્કેટમાં લાલ મરચાંના ભાવમાં આગઝરતી ‘લાલચોળ’ તેજી જોવા મળી રહી છે. તેની કિંમતમાં પણ  રૂા.૧૦૦થી ૩૦૦નો વધારો થયો છે અને ભાવ હજી વધે એવી શક્યતા છે. સમગ્ર ગુજરાતમાં ગોંડલ તીખાં મરચાંને લઈને જાણીતું છે. જોકે આ વખતે ગોંડલ મરચાંની તીખાશ લોકોનાં ખિસ્સાંને પણ લાગવાની છે, કેમ કે આ વખતે ગોંડલિયાં મરચાંના ભાવમાં પણ મોટો વધારો થયો છે.

એક કિલોના ભાવમાં રૂ.૧૦૦થી વધુનો ભાવ વધારો
ફેબ્રુઆરીના અરસામાં જ નવાં લાલ મરચાંની માર્કેટમાં આવક શરૂ થઇ જાય છે, પરંતુ આ વખતે મરચાંના પાકને કમોસમી વરસાદનો ભારે ફટકો પડ્યો છે એટલે ઉત્પાદન ઘટવાથી ભાવ પણ વધવા માંડયા છે. આ વર્ષે ઉનાળામાં ઉત્પાદિત થતાં લાલ મરચાંનું ઉત્પાદન ઘટ્યાનું ખેડૂતો જણાવી રહ્યા છે. પરંતુ એક કિલોના ભાવમાં રૂ.૧૦૦થી વધુનો ભાવ વધારો થયો છે. આથી ગૃહિણીને મરચાંની તીખાશ સાથે  ભાવ વધારે રડાવી રહ્યા છે.
માવઠું થવાનાં કારણે  પ્રમાણમાં ઉત્પાદન ઓછું 
લાલ મરચાંના ભાવમાં વધારો થયો છે. તેનાં મુખ્ય કારણોમાં મરચાંના છોડમાં રોગચાળો, માવઠું અને અનિયમિત વરસાદ, મરચાંના પાકને અસર થતાં ઉત્પાદનમાં ઘટાડો, મજૂરી કામના વેતનમાં વધારો ઉપરાંત વિદેશમાં માગમાં વધારો જેવાં પરિબળો જવાબદાર હોવાનું મનાય છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરિયાએ જણાવ્યું હતું કે, આ વખતે મરચાંના ભાવ ઊંચા જવા  પાછળનું કારણ એ છે કે ગોંડલનાં મરચાં સહિત અન્ય મરચાં આ વખતે અન્ય દેશોમાં વધુ એક્સપોર્ટ થઇ રહ્યાં છે. વારંવાર બદલાતી સિઝન, માવઠું થવાનાં કારણે  પ્રમાણમાં ઉત્પાદન ઓછું છે. જેથી મરચાંના ભાવમાં તેજી આવી છે.

માવઠાંઓને કારણે ઉત્પાદન ઉપર પણ અસર 
જીરું, વરિયાળી, ધાણા, હળદર જેવી મસાલા ચીજોનાં ઓછાં વાવેતરની સાથે સાથે માવઠાંઓને કારણે ઉત્પાદન ઉપર પણ અસર પડતાં સરેરાશ ૩૦થી ૩૫ ટકા ભાવ વધારો થયો છે. જીરુંમાં અંદાજે ૫૦ ટકા એટલે કે બમણો ભાવ વધારો નોંધાયો છે. નવાં જીરુંની ગુણવત્તા નબળી હોવા ઉપરાંત ઉત્પાદનમાં ૩૦થી ૩૫ ટકાનો ઘટાડો હોવાનાં અનુમાનને કારણે બજારમાં જીરુંના વિક્રમી ભાવો જોવા મળે તેવી લાલચોળ તેજી છે.

આ વર્ષે ૨૦ કિલો મરચાંના ભાવ ૩,૫૦૦થી ૪,૦૦૦ રૂપિયા
મરચાંની અનેક જાત બજારમાં: નામધારી, વેરાવળ, વલસાડી, ગણદેવી, નંદરબાર, મિયાંગામ, દિલ્હી-૪, ઘોલર, અગ્નિજ્વાળા, સિતારા, ઔરંગાબાદ, દફતરી, ભાવનગરી, તેજસ્વિની વૈશાલી, પિકાડોર, સિમલા, વઢવાણી, ડીસા, ક્લાપાત, શબરી, સ્વાતિ, અગ્રિમા, લવિંગિયું, કાઠિયાવાડી, પાલઘરી, મદ્રાસી, ગોવન     સહિતની મરચાંની જાત બજારમાં ઉપલબ્ધ છે પરંતુ સૌથી વધુ દેશી મરચું, કાશ્મીરી મરચું અને રેશમ પટ્ટો તેમજ ડબલ પટ્ટો ગુજરાતમાં વધુ વેચાય છે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ૨૦ કિલો મરચાંના સરેરાશ હોલસેલ ભાવ  રૂ. ૨,૫૦૦થી ૩,૦૦૦ રૂપિયા હતા. જ્યારે આ વર્ષે ૨૦ કિલો મરચાંના ભાવ ૩,૫૦૦થી ૪,૦૦૦ રૂપિયા સુધી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ