ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / મેરેજ સર્ટિફિકેટ બનાવવું છે? તો જોઇશે આ વિવિધ ડોક્યુમેન્ટ્સ, જાણો શું છે સંપૂર્ણ પ્રોસેસ

કામની વાત / મેરેજ સર્ટિફિકેટ બનાવવું છે? તો જોઇશે આ વિવિધ ડોક્યુમેન્ટ્સ, જાણો શું છે સંપૂર્ણ પ્રોસેસ

Last Updated: 10:29 AM, 17 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Marriage Certificate Procedure: લગ્ન સર્ટિફિકેટ બનાવવા માટે કયા ડોક્યુમેન્ટ્સની જરૂર હોય છે અને તે બનાવવા માટે સંપૂર્ણ પ્રોસેસ શું છે આવો જાણીએ.

ADVERTISEMENT

લગ્ન કર્યા બાદ કાયદાકીય રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ લગ્નનું પ્રમાણપત્ર બનાવવું ખૂબ જ જરૂરી છે. કારણ કે આ ભવિષ્યમાં તમને ખૂબ જ હેલ્પ કરી શકે છે. લગ્નના સર્ટિફિકેટ બનાવવા માટે કયા દસ્તાવેજોની જરૂરી હોય છે અને તેની સંપૂર્ણ પ્રક્રિયા શું છે આવો જાણીએ.

couple-mrg

આ રીતે કરી શકો છો અરજી

મેરેજ સર્ટિફિકેટ બનાવવા માટે ભારતમાં હવે ઓનલાઈન સુવિધા ઉપલબ્ધ છે. જો તમે પોતાનું મેરેજ સર્ટિફિકેટ બનાવવા માંગો છો તો તમને પોતાના રાજ્યની મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ પર જવાનું રહેશે. અહીં તમને મેરેજ સર્ટિફિકેટ માટે અરજી કરવાનો ઓપ્શન આપવામાં આવશે. તેના પર ક્લિક કર્યા બાદ તમારી સામે એક નવું પેજ ઓપન થશે.

PROMOTIONAL 13

અહીં તમને મેરેજ સર્ટિફિકેટ માટે એક એપ્લીકેશન ફોર્મ દેખાશે. તેને ભર્યા બાદ તમને સંબંધિત દસ્તાવેજોને અપલોડ કરવાના રહેશે. તેના બાદ સબમિટ પર ક્લિક કરો. તમારૂ એપ્લીકેશન ફોર્મ સક્સેસફુલી જમા થઈ જશે અને અમુક જ દિવસોમાં તમને મેરેજ સર્ટિફિકેટ મળી જશે.

mrg-7.jpg

મેરેજ સર્ટિફિકેટ બનાવવા માટે જરૂરી વાતો

મેરેજ સર્ટિફિકેટ એક લિગલ ડોક્યુમેન્ટ છે જે પરણિત કપલને ઓફિશ્યલ ઓળખ આપે છે. ઘણી જગ્યા પર મેરેજ સર્ટિફિકેટ ડોક્યુમેન્ટ તરીકે પણ લગાવવામાં આવે છે. કોઈ કપલને જો જોઈન્ટ એકાઉન્ટ ખોલાવવું હોય, કોઈ યોજનામાં લાભ લેવો હોય, કોઈ વીમા યોજનામાં રોકાણ કરવું હોય. અથવા તો કોઈ સરકારી યોજનાનો લાભ લેવો હોય. મેરેજ સર્ટિફિકેટ માટે એપ્લાય કરતી વખતે યુવતીની ઉંમર 18 વર્ષની અને યુવકની ઉંમર 21 વર્ષથી વધારે હોવી જોઈએ.

mrg.jpg

આ દસ્તાવેજોની હોય છે જરૂર

મેરેજ સર્ટિફિકેટ માટે એપ્લાય કર્યા બાદ તમને અમુક દસ્તાવેજોની જરૂર પડે છે. આ દસ્તાવેજોમાં પતિ-પત્ની બન્નેનું જન્મ પ્રમાણ પત્ર કે પછી 10thની માર્કશીટની જરૂર પડશે. તેની સાથે જ પતિ-પત્નીના આધાર કાર્ડ. જે મેરેજ સર્ટિફિકેટ બનાવી રહ્યા છો તે હસબેન્ડ વાઈફના ચાર-ચાર પાસપોર્ટ સાઈઝ ફોટો.

વધુ વાંચો: WhatsAppમાં આવ્યું સ્ટેટસને લઇ વધુ એક ફીચર, જાણીને ખુશ થઇ જશો, મેળવો લેટેસ્ટ અપડેટ

તેની સાથે જ લગ્ન વખતના હસબેન્ડ વાઈફના 2-2 ફોટો. જેમાં તેમના ચહેરા ક્લિયર દેખાઈ રહ્યા હોય. તેની સાથે જ લગ્નના કાર્ડના ફોટો. આ બધા જ દસ્તાવેજોની સાથે દંપતિને રજીસ્ટ્રારની પાસે જવાનું રહેશે. જ્યાં રજીસ્ટ્રારની સુવિધા ઉપલબ્ધ નથી. ત્યાં ગ્રામ અધિકારીની ઓફિસ જઈને સંપર્ક કરવાનો રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Procedure Marriage Certificate Document
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ