બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Many roads were washed away due to rain in Banaskantha district

રસ્તા માટે તરસતું ગામ / સાહેબ, બીજું બધુ જવા દો પણ સ્કૂલ કે દવાખાને કઈ રીતે જઈએ? બનાસકાંઠામાં વરસાદ બાદ મુશ્કેલીમાં મૂકાયા આ ગામના લોકો

Kishor

Last Updated: 09:33 PM, 24 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બનાસકાંઠામાં ભારે વરસાદને લઈને અનેક જગ્યાએ રોડ રસ્તા ધોવાયા છે અનેક જગ્યાએ કાચા રસ્તા પણ ધોવાઈ જતા ગામોનો સંપર્ક તૂટ્યો છે જેને લઈને લોકો મુશ્કેલી વેઠી રહ્યા છે.

  • બનાસકાંઠા જિલ્લામાં વરસાદના કારણે અનેક રસ્તાઓ ધોવાયા
  • કાચા રસ્તા પણ ધોવાઈ જતા અનેક ગામોનો સંપર્ક કપાયો
  • અમીરગઢ તાલુકામાં અનેક ગામડાઓમાં જતા રસ્તાઓ ધોવાયા

બનાસકાંઠામાં ભારે વરસાદને લઈને અનેક જગ્યાએ રોડ રસ્તા ધોવાયા છે અનેક જગ્યાએ કાચા રસ્તા પણ ધોવાઈ જતા ગામોનો સંપર્ક તૂટ્યો છે. પરિણામે લોકો મુશ્કેલી વેઠી રહ્યા છે. અમીરગઢ તાલુકામાં અનેક ગામડાઓમાં જતા રસ્તાઓ ધોવાઈ જવાના કારણે વાહન ચાલકો જઈ શકતા નથી. તેમજ પગપાળા પણ લોકોને ચાલવામાં મુશ્કેલી પડી રહી છે. અમીરગઢનાં ખાટીચિત્રા ગામે જવાનો 4 કિલો મીટર રસ્તો ધોવાયો છે.આ ગામે જવા માટે પાકો રસ્તો નથી પરંતુ જે કાચો રસ્તો હતો એ પણ ધોવાઈ જતાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે. બાળકોને  શાળામાં જવા માટે તેમજ સ્થાનિક લોકોને દવાખાને જવા માટે પણ મુશ્કેલ બન્યુ છે.


પર્વતીય વિસ્તારોમાં આદિવાસી સમાજના લોકોને ભારે હાલાકી
વિકાસ વિકાસની વાતો વચ્ચે એક એવું ગામ છે જ્યાં હજુ સુધી પણ વિકાસનો જન્મ જ થયો નથી! જે ગામનું નામ છે અમીરગઢ તાલુકાનું ખાટીચિત્રા ગામ. આ ગામના લોકો વર્ષોથી માંગણી કરી રહ્યા છે પરંતુ પાકો રસ્તો બનાવવામાં આવે પરંતુ તંત્રને આ દિશામા કાર્યવાહી કરવામા માટે આજ સુધી ફુરસદ મળી નથી. આઝાદી બાદ પણ આ ગામમાં જવા માટે હજુ સુધી કાચો રસ્તો જ છે 1000ની વસ્તી ધરાવતા આ ગામમાં હજુ પણ લોકો એક પાકા રોડની માંગ કરી રહ્યા છે.

Many roads were washed away due to rain in Banaskantha district


ચોમાસામાં અને ઇમરજન્સીમાં સ્થિતિ ભારે વિકટ બનતી હોય છે: સ્થાનિક

આંતરિયાળ વિસ્તાર એવા અમીરગઢના ખાટીચિત્રા ગામમાં પર્વતીય વિસ્તારોમાં છુટા છવાયા આદિવાસી સમાજના જે લોકો રહે છે તેમને આવવા જવામાં ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. દર ચોમાસામાં અહીંયા રસ્તાઓ ધોવાઈ જાય છે અને સ્થાનિક લોકો પોતે જાત મહેનત કરી રસ્તો બનાવતા હોય છે. પરંતુ સરકાર દ્વારા હજુ સુધી આ રસ્તો બનાવવાની કોઈ દરકાર લેવામાં આવી નથી. વાલીઓ વેદના ઠાલવતા કહ્યું કે બાળકોને સ્કુલે જવું હોય તો મુશ્કેલી પડી રહે છે. લોકો વર્ષોથી માંગ કરી રહ્યા છે કે પાકો રોડ બનાવવામાં આવે પરંતુ અનેક રજૂઆતો છતાં અનેક રાજકીય નેતાઓના વચનો આપ્યા હોવા છતાં આ રોડ હજુ સુધી બન્યો નથી. કઠણાઈ તો ત્યારે થઇ કે કાચો રસ્તો જે હતો તે ધોવાઈ જવાથી બાળકોને સ્કૂલે મુકવા જવામા લોઢાના ચણા ચાવવા બરાબર થયું છે.

Many roads were washed away due to rain in Banaskantha district

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ