બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / અજબ ગજબ / man sends dating partner 2600 rupees invoice to pay for wasting time

ભારે કરી! / ડેટ પર આવ્યા બાદ યુવતીએ ના પાડતા યુવકે મોકલી દીધુ 'ટાઈમ વેસ્ટ' કરવાનું બીલ, યુઝર્સે કહ્યું- આતો આપણે પણ કરવા જેવું

Arohi

Last Updated: 01:23 PM, 15 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુવતીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો દ્વારા આ વાત કહી છે કે તે એક વખત એક છોકરાને ડેટ કરી રહી હતી અને વાત ન બની તો તેણે બિલની સાથે 2600 રૂપિયાનું વળતર માંગ્યું કારણ કે તેનો સમય બગડ્યો હતો.

  • યુવતી સાથે ડેટ પર ગયો યુવક 
  • વાત ન બનવા પર માંગ્યા પૈસા 
  • બિલ સાથે માંગ્યુ સમય બરબાદ થવાનું વળતર 

ઘણી વખત આપણા સાથે પણ એવું બન્યું હશે કે કોઈને મળ્યા બાદ તે મુલાકાત સમયની બરબાદી જેવી લાગી હોય. આવી સ્થિતિમાં આપણે આપણા મૂડને ફ્રેશ કરવા માટે કંઈક બીજું કરવાનું શરૂ કરીએ છીએ. તે વ્યક્તિને ફરી નથી મળતા પરંતુ શું તમે ક્યારેય કોઈને સમય બગાડવા બદલ વળતર લેતા સાંભળ્યું છે? ડેટિંગ બરાબર ન ગયા બાદ એક વ્યક્તિએ યુવતીને ઇનવોઇસ મોકલીને સમય બગાડવા બદલ વળતર માંગ્યું હતું.

યુવતીએ વીડિયો બનાવીને જણાવી વાત 
એક રિપોર્ટ અનુસાર ફિયોના નામની યુવતીએ પોતે ટિકટોક પર વીડિયો બનાવીને આ વિશે જણાવ્યું છે. યુવતીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો દ્વારા આ વાત જણાવી છે કે તે એક વખત છોકરાને ડેટ કરી રહી હતી અને પછી વાત ન બનવા પર તેણે બિલની સાથે 2600 રૂપિયાનું વળતર માંગ્યું હતું. કારણ કે તેનો સમય વેડફાયો હતો. લોકોએ છોકરાની આ સ્ટાઈલ પર ખૂબ આશ્ચર્ય થઈ રહ્યો છે. ઘણા યુઝર્સ તો આ આઈડિયાને અપનાવવાની પણ વાત કરી રહ્યા છે. 

ડિટેલ્સ આપીને 'સમય બરબાદ' કરવા માટે માંગ્યા પૈસા
ટિકટોક યુઝર ફિયોનાએ જણાવ્યું કે તેને એક પ્રિન્ટેડ ઇનવોઇસ મળ્યો છે, જે તેને ડેટ વર્કઆઉટ ન કરવાના કારણે આપવામાં આવ્યો છે. યુવતીએ જણાવ્યું કે ડેટ પછી તેણે છોકરાને મેસેજ કરીને કહ્યું હતું કે તેની સાથે આગળ નહીં વધી શકાય.

બદલામાં આ ઇનવોઇસ છોકરા વતી તેને મોકલવામાં આવ્યું હતું. છોકરાએ તેના પર શીર્ષક તરીકે લખ્યું હતું - 'એક અસફળ ડેટ'. આ પછી ખાવાના 1500 રૂપિયા અને ડ્રિંકના 1100 રૂપિયા ઉમેરીને કુલ 2600 રૂપિયાનું બિલ આવ્યું.

છોકરાએ કહ્યું આ સિદ્ધાંતની વાત 
છોકરાએ એ પણ સ્પષ્ટ કર્યું કે પૈસાની વાત નથી, સિદ્ધાંતોની વાત છે. છોકરીએ એમ પણ કહ્યું કે તે ડેટ પર પૈસા આપવા માંગતી હતી, પરંતુ છોકરાએ પોતે જ ના પાડી દીધી હતી અને પછી જ્યારે વાત ન બની ત્યારે તેણે આવું કર્યું.

યુવકના એટીટ્યુડ પર ઈમ્પ્રેસ થઈ જનતા 
રસપ્રદ વાત એ છે કે આ વીડિયો જોયા પછી લોકો છોકરાના એટીટ્યુડથી ઈમ્પ્રેસ થયા. ટિપ્પણી કરતી વખતે મોટાભાગના મેલ યુઝર્સે તેને હીરો ગણાવ્યો અને કહ્યું કે તેઓ પણ ચોક્કસપણે આ આઈડિયાનો ઉપયોગ કરશે. 

એક યુઝરે લખ્યું- હવે હું પણ મારી એક્સને સમય બગાડવા માટે બિલ મોકલીશ. જો કે, કેટલાક લોકોએ આ પદ્ધતિને ખરાબ ગણાવી હતી અને યુવતીને સલાહ આપી હતી કે તેણે પોતાનો સમય બગાડવા માટે પૈસા પણ માંગવા જોઈએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ