કળિયુગ છે કંઇ કહી ન શકાય આવું તો તમે સાંભળ્યું હશે પરંતુ સ્પેનમાં એક વ્યક્તિએ હેવાનિયતની હદ વટાવી દીધી છે. ટીચરનો બળાત્કાર કરીને 40થી વધારે ઘા કરી મોતને ઘાટ ઉતારી દીધી છે.
26 વર્ષીય યુવતી પર કર્યુ દુષ્કર્મ
40 ઘા મારી ઉતારી મોતને ઘાટ
પહેલા પણ મર્ડર કરી ચૂક્યો છે આરોપી
ટીચરની કરાઇ હત્યા
ટીચરના પાડોશમાં રહેતા એક યુવકે આ ઘટનાને અંજામ આપ્યો હતો. આરોપી એક હત્યાના કેસમાં છૂટીને થોડા સમય પહેલા જ બહાર આવ્યો હતો અને પોલીસે તેની ધરપકડ કરી લીધી છે. અદાલતમાં આ કેસની સુનવણી ચાલી રહી છે.
માર્કેટથી પરત ફરી ટીચર અને...
26 વર્ષની લૌરા લુએલ્મો જ્યારે માર્કેટમાંથી પોતાના ઘરે પરત ફરી રહી હતી ત્યારે તેના પાડોશી બર્નાર્ડો મોન્ટોયાએ કિડનેપ કરી હતી. આરોપીએ પહેલા તેના પર લાકડીથી હુમલો કર્યો, પછી તેને તેના ઘરે લઇ ગયો જ્યાં તેની સાથે બળાત્કાર કર્યો અને શિક્ષકની ક્રુરતાપૂર્વક હત્યા કરી દીધી હતી.
તમામ તસવીર પ્રતિકાત્મક
પહેલા પણ એક મહિલાની હત્યા કરી હતી
આર્ટ ટીચર લૌરા લુએલ્મોએ ઘટનાના થોડા દિવસો પહેલા તેના બોયફ્રેન્ડને કહ્યું હતું કે પાડોશી બર્નાર્ડો મોન્ટોયા તેને ગંદી નજરે જોતો હતો. બર્નાર્ડોને એક વૃદ્ધ મહિલાને લૂંટવા અને હત્યા કરવા બદલ જેલમાં ગયો હતો. જેલમાંથી છૂટ્યા બાદ તેણે શિક્ષકને પોતાનો શિકાર બનાવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, લૌરાને જબરદસ્તી તેના ઘરે લઈ ગયા પછી આરોપીએ તેને બાંધી અને પછી તેના પર દુષ્કર્મ કર્યુ હતું. પછી તેણે શિક્ષકના શરીર પર એક પછી એક 40 ઘા કરીને તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી.
આ રીતે મૃત્યુ પામી ટીચર
હત્યા બાદ બર્નાર્ડો ત્યાંથી ચાલ્યો ગયો અને ટીચરની લાશને છુપાવવા લાગ્યો. પોલીસને લૌરા લુએલ્મોની લાશ ગુમ થયાના પાંચ દિવસ બાદ મળી હતી. તપાસમાં જાણવા મળ્યું કે બર્નાર્ડોએ શિક્ષકની હત્યા કરી હતી. આરોપીએ પૂછપરછ દરમિયાન પોતાનો ગુનો પણ કબૂલી લીધો હતો. લાશ સંતાડ્યા બાદ તે ફરી ત્યાં જોવા ગયો હતો કે ટીચર જીવતી છે કે નહી. તે ત્યાં પહોંચ્યો ત્યારે તે જીવી રહી હતી. બાદમાં તેણે મોટો પથ્થર ઉંચકીને તેના મોઢા પર માર્યો હતો જેનાથી ટીચરનું મોત થઇ ગયું હતું.