બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / રાજકોટ / Man, 21, gets 20 years in jail for raping minor in Morbi

ગુજરાત / મોરબીમાં યુવાન 13 વર્ષની છોકરીને ભગાડી ગયો, રેપથી ગર્ભવતી કરી, 20 વર્ષની સજા

Hiralal

Last Updated: 06:15 PM, 16 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

2021માં મોરબીમાં 13 વર્ષની છોકરી પર રેપ અને તેને પ્રેગનન્ટ કરવાના કેસમાં પોક્સો કોર્ટે દોષી યુવાનને 20 વર્ષની સજા ફટકારી છે.

  • મોરબીમાં 13 વર્ષની છોકરી પર રેપ અને તેને પ્રેગનન્ટ કરવાનો મામલો 
  • મોરબીની પોક્સો કોર્ટે આરોપી યુવાનને ફટકારી 20 વર્ષની સજા
  • 2021માં બની હતી 13 વર્ષની બાળકી સાથે રેપની ઘટના 

ગુજરાતમાં મોરબીની પોક્સો કોર્ટે 2021માં 13 વર્ષની છોકરી સાથે રેપ કરીને પ્રેગનન્ટ બનાવનાર 21 વર્ષના યુવાનને 20 વર્ષની સજા ફટકારી છે. વિશેષ પોક્સો કોર્ટના જજ ડી.પી.મહિડાએ શનિવારે ધર્મેન્દ્ર મેડાને દોષી ઠેરવીને બાળકીના પરિવારને 3 લાખ રૂપિયાનું વળતર આપવાનો સરકારને આદેશ આપ્યો છે. ફરિયાદી પક્ષે પોતાનો કેસ સાબિત કરવા માટે 12 મૌખિક અને 33 દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા.

શું બન્યો હતો કિસ્સો 
મધ્યપ્રદેશના ધાર જિલ્લાની વતની એવી આ બાળકીના માતા-પિતા મોરબી જિલ્લામાં ખેત મજૂરી કામ કરતા હતા. આરોપી છોકરીના પિતાના મિત્રનો સાળો હતો અને એક દિવસે તેણે લગ્ન કરવાનું વચન આપીને છોકરીને ભગાડીને લઈ ગયો હતો અને તેણે ઘણા શહેરોમાં ફરીને તેની સાથે રેપ કર્યો હતો. બાળકીના પિતાએ જ્યારે મિત્રે તેના સાળા વિશે પૂછ્યું ત્યારે તે ગલ્લાતલ્લા કરવા લાગ્યો હતો અને આખરે તેણે સાચું કહી દીધું અને સાથે છોકરી પાછી લાવવાનું પણ જણાવ્યું હતું જોકે થોડા દિવસ બાદ તેણે ફોન ઉપાડવાનું પણ બંધ કર્યું હતું. ત્યારબાદ પિતાએ મધ્યપ્રદેશના રાજગઢ પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધ્યો હતો અને ફરિયાદ માટે અરજી આપી હતી. ફરિયાદ મોરબી પોલીસને મોકલવામાં આવી હતી, જેણે બંનેને શોધી કાઢ્યા હતા અને આરોપી મેડાની ધરપકડ કરી હતી.

આરોપીને 20 વર્ષની આકરી સજા 
સરકારી વકીલ સંજય દવેએ જણાવ્યું હતું કે, "મેડાને આઈપીસીની કલમ 376 (2) (એન) અને 376 (3) હેઠળ દોષી ઠેરવવામાં આવ્યો હતો અને 20 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ