બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / સુરત / Make my friendship with your GF: Shocking case of murder in Surat, was killed by a friend who lived with him

ભેદ ઉકેલાયો / તારી GF સાથે મારી ફ્રેન્ડશીપ કરાવ: સુરતમાં મર્ડરનો ચોંકવાનારો કેસ, સાથે રહેતા મિત્રએ જ કરી નાંખી હત્યા

Vishal Khamar

Last Updated: 05:14 PM, 15 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતનાં ચોક બજાર વિસ્તારમાં રહેતા યુવકની એક મહિનાં પહેલા હત્યા કરાયેલી લાશ તાપી નદીના પાળા પાસેથી મળી આવી હતી. ત્યારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ત્યારે મૃતક યુવકનાં મિત્રની પૂછપરછ હાથ ધરતા હત્યા તેણે જ કરી હોવાનું કબુલ્યું હતું.

  • રોજગારીની શોધમાં સુરત આવેલા યુવકની થઈ હતી હત્યા
  • પોલીસે આરોપી મિત્રની હરિયાણાથી ધરપકડ કરી
  • મૃતક આરોપીને તેની પ્રેમિકા સાથે મિત્રતા કરાવવા કરતો હતો દબાણ

રોજગારીની શોધમાં બનારસ થી સુરત આવેલા યુવકની એક મહિના અગાઉ સુરતના ચોક બજાર વિસ્તારમાં થયેલી હત્યા કેસમાં પોલીસે આરોપીની હરિયાણા ખાતેથી ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.. આરોપી પોતાની પ્રેમિકા જોડે instagram ઉપર વાતચીત કરતો હતો. જેથી મૃતકે આરોપીની પ્રેમિકા જોડે મિત્રતા કરાવવા દબાણ કરતો હતો. જેની અદાવત રાખી આરોપીએ ગત મહિનાની 11મી જુનના રોજ તાપી નદીના પાળા પાસે યુવકની ઘાતકી હત્યા કરી ફરાર થઈ ગયો હતો. મૃતક અને આરોપી બંને એકસાથે રહેતા હતા.

પોલીસે આરોપીની ધરપકડ કરી

એક મહિના પહેલા યુવકની લાશ મળી આવી હતી
 સુરત શહેરમાં હત્યાના બનાવો દિન પ્રતિદિન વધતા જઈ રહ્યા છે. હત્યાના બનાવો પોલીસ માટે પડકાર જનક બાબત બનીને સામે આવી રહ્યા છે. આવી જ એક ઘટના સુરતના ચોક બજાર વિસ્તારમાં બની હતી. જેમાં છેલ્લા એક મહિનાથી હત્યાના બ્લાઇન્ડ કેસને ઉકેલી કાઢવામાં ચોક બજાર પોલીસની ટીમને સફળતા મળી છે. ચોક બજાર પોલીસ મથકના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ગત મહિનાની 11મી જૂન ના રોજ ભરીમાતા રોડ પર આવેલ તાપી નદીના પાળા પાસેથી અંજારિયા યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. જે ઘટનામાં પોલીસે લાશને પોસ્ટમોર્ટમ અર્થી સુરત સ્મીમેર હોસ્પિટલ ખસેડી આગળની તપાસ હાથ ધરી હતી. શરૂઆતમાં પોલીસ માટે હત્યાનો આ ભેદ ઉકેલવો પડકારરૂપ હતો. પરંતુ પોલીસની જુદી જુદી ટીમો હત્યાના ગુના નો ભેદ ઉકેલ કાઢવા કામે લાગી હતી.

મૃતક યુવક આરોપીને અવાર નવાર તેની પ્રેમિકા જોડે મિત્રતા કરાવવા હેરાન પરેશાન કરતો હતો

હ્યુમન સોર્સીસ અને સીસીટીવી ફૂટેજ ના આધારે આ ગુનાનો ભેદ ઉકેલ કાઢવામાં અંતે ચોક બજાર પોલીસને સફળતા મળી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ અને બાતમીના આધારે હરિયાણા ખાતેથી આરોપી પવન જાટની ધરપકડ કરી છે. આરોપીની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે મૃતક મોહમ્મદ ઝરદાર ઇસ્લામ અન્સારી મૂળ બનારસનો વતની છે. આઠ દિવસ અગાઉ તે પોતાના વતન બનારસ થી સુરત રોજગારીની શોધમાં આવ્યો હતો.જ્યાં મોહમ્મદ જરદાર ઇસ્લામ અન્સારી તેના સંપર્કમાં આવ્યો હતો.સુરત આવી તે પોતાની સાથે રહેવા લાગ્યો હતો. પોતે જ્યારે પોતાની પ્રેમિકા જોડે instagram ઉપર વાતચીત કરતો હતો, ત્યારે મૃતક તેણે પોતાની પ્રેમિકા જોડે મિત્રતા કરાવવા માટે અવારનવાર હેરાન પરેશાન કરી દબાણ કરતો હતો. જેની અદાવત રાખી 11મી જૂનના રોજ તાપી નદીના પાળા ખાતે મોહમ્મદ જરદાર ઇસલામ અન્સારીની ઘાતકી હત્યા કરી ફરાર થઇ ગયો હતો. હાલ તો આરોપીની ધરપકડ કરી આગળની તપાસ ચોક બજાર પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.

પીનાકીન પરમાર (DCP, સુરત પોલીસ)

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ