બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / Food and Recipe / Make Kesar Peda At Home For Ganesh Bhog in Just 5 Minutes

રેસિપી / ગણેશજીને ધરાવો કેસર પેંડાનો ભોગ, 5 મિનિટમાં ઘરે જ થઈ જશે તૈયાર

Bhushita

Last Updated: 12:33 PM, 4 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગણેશોત્સવનો તહેવાર ચાલી રહ્યો છે ત્યારે અમે રોજ આપને અવનવા ભોગ વિશેની રેસિપી આપી રહ્યા છીએ. આજે આપણે બનાવીશું કેસર પેંડા. જે ફક્ત 5 મિનિટમાં ઘરે જ સરળતાથી બનાવી શકાય છે.

મોદક અને ચુરમાના લાડુના ભોગ ધરાવ્યા બાદ તમે આ પેંડાનો ભોગ પણ ધરાવી શકો છો. શુદ્ધ મનથી ધરાવેલા ભોગથી ગણેશજી ચોક્કસ પ્રસન્ન થાય છે. કેસર પેંડા બનાવવા  માટે તમારે થોડી જ ચીજોની જરૂર રહેશે. અને ફટાફટ તૈયાર થઈ જશે તમારા ભોગમાં ચઢાવવાના પેંડા.

સામગ્રી

2 કપ મિલ્ક પાવડર
1.5  કપ કન્ડેન્સ મિલ્ક
3 ચમચા ગરમ દૂધ
8-10 કેસરના તાંતણા
2 ચમચી ઘી
1 ચમચી એલચીનો પાવડર
ગાર્નિશિંગ માટે બદામ કે કેસરના તાંતણા કે ડ્રાય ફ્રૂટ

રીત

એક વાટકીમાં ગરમ દૂધ લો અને તેમાં કેસરના તાંતણા નાંખીને તેને અડધો કલાક માટે બાજુ પર રાખો. જેથી તે દૂધમાં ભળી જશે અને કેસરી રંગનું દૂધ તૈયાર થશે. હવે એક નોન સ્ટિક પેન લો અને તેમાં કન્ડેન્સ્ડ મિલ્ક, મિલ્ક પાવડર અને કેસર વાળું દૂધ મિક્સ કરો. ગેસને ચાલુ કરીને મીડિયમ ફ્લેમ પર આ દરેક ચીજને કૂક કરી લો. જો મિક્સર ચોંટવા લાગે તો તેમાં થોડું ઘી ઉમેરો અને તેને સતત હલાવતા રહો. લગભગ 5 મિનિટ થાય એટલે તમારું મિક્સર એક ગોળા જેવું બનશે. તેમાં એલચીનો પાવડર મિક્સ કરી લો. તેને સતત ઠંડું થવા દો. ઠંડુ થાય એટલે તેમાંથી નાના નાના લૂઆ બનાવો અને તેમાંથી પેંડા બનાવો. પેંડા બનાવવા હાથ પર થોડું ઘી લગાવી લો અને ગોળા બનાવો. ગોળો બન્યા પછી અંગૂંઠાથી તેને વચ્ચે પ્રેસ કરો. જેથી એક નાનો ખાડો જેવું બનશે અને પેંડા થોડા ચપટા પણ બની જશે. તે ખાડામાં બદામ, કેસર કે ઈચ્છા પ્રમાણેના ડ્રાયફ્રૂટ્સથી ડેકોરેટ કરી લો. તૈયાર થઈ જશે તમારા ઘરે જ બનાવેલા કેસર પેંડા.  તેને તમે ગણેશજીને ભોગ ધરાવી શકો છો. થાળીમાં ગોઠલી દીધા બાદ તમે તે થાળીને ગુલાબની પાંદડીઓથી પણ સજાવી શકો છો. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ