બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Major action in Dingucha family death case: Two more accused arrested

એક્શન / ડિંગુચા પરિવાર મૃત્યુ કેસમાં મોટી કાર્યવાહી: વધુ બે આરોપીઓની ધરપકડ, 65 લાખમાં US બૉર્ડર ક્રોસ કરાવવાની કરતાં હતા ડીલ

Priyakant

Last Updated: 02:08 PM, 15 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે  ડિંગુચા ગામના પટેલ પરિવારના ચાર સભ્યોના થીજી જવાથી મૃત્યું કેસમાં વધુ 2 આરોપીની ધરપકડ કરી

  • ડીંગુચાના પરિવારના 4 લોકોના મોતનો મામલો
  • અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે વધુ 2 આરોપીઓની કરી ધરપકડ
  • ભાવેશ પટેલ, યોગેશ પટેલની ધરપકડ કરાઈ છે
  • ઇસમોએ વીનીપેગ ખાતે એજન્ટોએ પરિવારને છોડી દીધા હતા
  • વીનીપેગમાં ઠંડી હોવાથી બાળકોને ઠંડી લાગવાથી મોત થયા

કલોલના ડિંગુચા ગામના પટેલ પરિવારના ચાર સભ્યોના થીજી જવાથી મૃત્યું કેસમાં મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, ડીંગુચાના પરિવારના મૃત્યુ મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ કેસમાં વધુ 2 આરોપીની ધરપકડ કરી છે. આ સાથે પોલીસ તપાસમાં એક વ્યક્તિ દીઠ 60 થી 65 લાખમાં ડીલ થતી હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે. નોંધનીય છે કે, 1 વર્ષ અગાઉ  ડીંગુચાના પરિવારે અમેરિકામાં ઘૂસણખોરી કરવાનો કર્યો પ્રયાસ હતો. જેમાં એક જ પરિવારના 4 લોકોના મોત થયા હતા. 

અગાઉ એક આરોપીની થઈ હતી ધરપકડ
અમેરિકા-કેનેડા બોર્ડર પર ઘૂસણખોરી કરવાના પ્રયાસ દરમિયાન મોતને ભેટેલા પટેલ પરિવારની ઘટના બહાર આવ્યા બાદ કલોલ નજીકના ડીંગુચા ગામનું નામ આખીય દુનિયામાં ચર્ચામાં આવી ગયું હતુ. આ તરફ અગાઉ ડિંગુચા ગામના પરિવારના આ સભ્યોને ગેરકાયદેસર અમેરિકા મોકલનારા એજન્ટ ભરત ઉર્ફે બોબી પટેલની ભાડજ સર્કલ પાસેથી ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ બાદ SMCએ બોબી પટેલની ઓફિસ અને નિવાસ સ્થાને તપાસ કરી હતી. આ દરમિયાન SMCએ મહત્વના ડોક્યુમેન્ટ જપ્ત કર્યા હતા. 

ડીંગુચાનો પરિવાર મોતને ભેટ્યો હતો 
ડિંગુચા ગામના પટેલ પરિવારના ચાર સભ્યોના થીજી જવાથી મૃત્યું થયા હતા. તેઓ પણ કેનેડાથી અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કરી રહ્યા હતા. પરંતુ તાપમાન ખૂબ જ નીચુ હોવાના કારણે તેઓ ઠંડી સહન કરી શક્યા નહોતા અને થીજી જવાથી તેમનું મૃત્યુ થયું હતું.  મહત્વનું છે કે, ડીંગુચાનો પરિવાર  પહેલા દુબઈ ગયો અને બાદમાં ટોરેન્ટો ગયા હતા. જોકે વીનીપેગમાં ઠંડી હોવાથી બાળકોને ઠંડી લાગવાથી મોત થયા હતા. તપાસમાં સામે આવ્યું છે કે, વીનીપેગ ખાતે એજન્ટોએ આ પરિવાર ને છોડી દીધા હતા. આ સાથે એક વ્યક્તિ દીઠ 60 થી 65 લાખમાં ડીલ થતી હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે.  

વધુ બે આરોપીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપ્યા 
મહત્વનું છે કે, અગાઉ ડિંગુચા ગામના પરિવારના આ સભ્યોને ગેરકાયદેસર અમેરિકા મોકલનારા એજન્ટ ભરત ઉર્ફે બોબી પટેલની ભાડજ સર્કલ પાસેથી ધરપકડ કરવામાં આવી હતી. જે બાદમાં વધુ બે ઈસમ ભાવેશ પટેલ અને યોગેશ પટેલની ધરપકડ કરાઈ છે. તો હજી ફેનીલ અને બીટ્ટુ પાજી વોન્ટેડ છે. 

બંને ઇસમો 10 વર્ષથી છે એજન્ટ 
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપેલા બંને ઈસમ ભાવેશ પટેલ અને યોગેશ પટેલ 10 વર્ષથી એજન્ટ હોવાનું સામે આવ્યું છે. આ સાથે આ ઇસમોએ વીનીપેગ ખાતે એજન્ટોએ પરિવારને છોડી દીધા હતા. આ સાથે તપાસમાં સામે આવ્યું છે કે, 11 લોકોને અત્યાર સુધીમાં કેનેડા-અમેરિકા મોકલ્યા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ