બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / મનોરંજન / બોલિવૂડ / Mahesh Babu, devastated by the death of his father, these veterans including Prabhas pay tribute

અંતિમ દર્શન / પિતાના નિધનથી તૂટી પડ્યા મહેશ બાબુ, પ્રભાસ સહિત આ દિગ્ગજોએ અર્પી શ્રદ્ધાંજલિ

Megha

Last Updated: 04:34 PM, 17 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તેલુગુ સિનેમાના સુપરસ્ટાર ક્રિષ્ના ઘાટ્ટાંમાણેનીને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા સમગ્ર સાઉથ ઇન્ડસ્ટ્રી ત્યાં પંહોચી ગઈ.

  • મહેશ બાબુના પિતાના અવસાનથી સમગ્ર સાઉથ ઈન્ડસ્ટ્રી શોકમાં ડૂબી
  • ક્રિષ્ના ઘાટ્ટાંમાણેનીના નિધનથી તેમનો આખો પરિવાર તૂટી ગયો
  • અંતિમ શ્રદ્ધાંજલિ આપવા સમગ્ર સાઉથ ઇન્ડસ્ટ્રી ત્યાં પંહોચી

સાઉથના સુપરસ્ટાર મહેશ બાબુ માટે હાલ ઘણો મુશ્કેલ સમય ચાલી રહ્યો છે. હાલ જ એમના પિતા ક્રિષ્ના ઘાટ્ટાંમાણેની (Krishna Ghattamaneni)નું 79 વર્ષની વયે નિધન થયું હતું. મહેશ બાબુના પિતા ક્રિષ્ના ઘાટ્ટાંમાણેની જાણીતા તેલુગુ અભિનેતા હતા અને તેઓ સુપરસ્ટાર ક્રિષ્ના તરીકે જાણીતા હતા. જણાવી દઈએ કે હૈદરાબાદની એક ખાનગી હોસ્પિટલમાં મંગળવારે સવારે 4 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

મહેશ બાબુના પિતાના અવસાનથી સમગ્ર સાઉથ ઈન્ડસ્ટ્રી શોકમાં ડૂબી ગઈ છે અને પરિવારથી લઈને મોટા સ્ટાર્સ આ સમાચારથી ઘણા ચોંકી ગયા હતા. સાઉથના સુપરસ્ટાર મહેશ બાબુના પિતા અને પીઢ કલાકાર ક્રિષ્ના ઘાટ્ટાંમાણેનીના નિધનથી તેમનો આખો પરિવાર તૂટી ગયો છે. હાલ જ એમની થોડી તસવીરો સામે આવી છે અને તસવીરોમાં જોઈ શકાય છે કે મહેશ બાબુનો આખો પરિવાર એટલે કે એમની પત્ની અને બાળકો દુ:ખી છે. 

જણાવી દઈએ કે તેલુગુ સિનેમાના સુપરસ્ટારને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા સમગ્ર સાઉથ ઇન્ડસ્ટ્રી ત્યાં પંહોચી ગઈ હતી અને તમામ મોટા કલાકારોએ આવીને ક્રિષ્ના ઘાટ્ટાંમાણેનીને શ્રદ્ધાંજલિ આપી હતી.  આ સાથે જ સુપરસ્ટાર પ્રભાસ પણ કાળા કપડા પહેરીને ત્યાં પંહોચ્યાં હતા. પ્રભાસે પણ ક્રિષ્ના ઘાટ્ટાંમાણેનીના પાર્થિવ દેહને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

આ ઉપરાંત મહેશ બાબુના ખરાબ સમયમાં એમની હિંમત વધારવા માટે તેલંગાણાના સીએમ ચંદ્રશેખર રાવ પણપંહોચ્યાં હતા અને સાથે એમને અભિનેતાના સમગ્ર પરિવાર સાથે પણ વાત કરી હતી. સાથે જ આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી નારા ચંદ્રબાબુ નાયડુ પણ મહેશ બાબુના સમગ્ર પરિવારને મળ્યા હતા અને સુપરસ્ટાર  ક્રિષ્ના ઘાટ્ટાંમાણેનીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.

2 મહિના પહેલા જ માતાનું થયું હતું અવસાન
મહેશ બાબુના પરિવાર માટે આ મુશ્કેલ સમય છે. મહેશ બાબુના માતાનું 2 મહિના પહેલા જ નિધન થયું હતું. હવે અભિનેતાના માથા પરથી પિતાનો પડછાયો ઊઠી ગયો છે. સાઉથના સુપરસ્ટાર મહેશ બાબુ ઘણીવાર પિતા સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતા હતા. પરંતુ હવે માતા-પિતાની આ તસવીરો અને યાદો જ છે જે મહેશ બાબુ સાથે જીવનભર રહેશે.

કોણ હતા ક્રિષ્ના ઘાટ્ટાંમાણેની?
મહેશ બાબુના પિતાનું તેલુગુ સિનેમામાં ઘણું મોટું કદ હતું. તેઓ સુપર સ્ટાર ક્રિષ્ના તરીકે જાણીતા હતા. તેઓ અભિનેતા, પ્રોડ્યુસર, ડાયરેક્ટર હોવાની સાથે રાજકારણી પણ હતા. તેઓ તેમની 5 દાયકાની કારકિર્દીમાં લગભગ 350 ફિલ્મોમાં જોવા મળ્યા હતા. તેઓને સુપરસ્ટારનો ખિતાબ મળ્યો હતો. તેમને પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા. તેઓએ પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત નાની ભૂમિકાઓથી કરી હતી. તેમણે 1961માં અભિનયની શરૂઆત કરી હતી. લીડ એક્ટર તરીકે તેઓ 1965માં આવેલી ફિલ્મ 'Thene Manasulu'માં જોવા મળ્યા હતા. પોતાના કામથી તેમણે લોકોના દિલ જીતી લીધા અને તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મોટા સ્ટારનો દરજ્જો હાંસલ કર્યો.

ક્રિષ્ના ઘાટ્ટાંમાણેનીએ બે લગ્ન કર્યા હતા. પહેલા લગ્ન ઇન્દિરા સાથે અને બીજા વિજય નિર્મલા સાથે. ઈન્દિરાથી તેમના પાંચ બાળકો છે. તેમાં બે દીકરા અને ત્રણ દિકરીઓ છે. દીકરા રમેશ બાબુ અને મહેશ બાબુ છે. બંને ભાઈઓ ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે. માત્ર ઘાટ્ટાંમાણેની જ નહીં, તેમની બંને પત્નીઓ પણ હવે આ દુનિયામાં નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ