બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

VTV / મુંબઈ / Maharashtra registers record 68,631 corona cases in 24 hours

મહામારી / મહારાષ્ટ્રમાં કોરોનાએ સર્જી કપરી સ્થિતિ: 68,631 નવા કેસ, 500થી વધુ દર્દીઓના મોત થતાં હડકંપ

Kavan

Last Updated: 09:56 PM, 18 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રવિવારે મહારાષ્ટ્રમાં રેકોર્ડ 68,631 કોરોના કેસ નોંધાયા છે અને આ સાથે જ 503 દર્દીઓના કોરોનાથી મોત નીપજ્યાં છે.

  • મહારાષ્ટ્રમાં કોરોનાએ સર્જી કપરી સ્થિતિ
  •  68,631 નવા કેસ, 500થી વધુ દર્દીઓના મોત થતાં હડકંપ
  • મુંબઇમાં આજે 8479 નવા કેસ 

આ સાથે જ મહારાષ્ટ્રમાં 45,654 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 31,06,828 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ સક્રિય કેસ 6,70,388 છે અને  કુલ મૃત્યુઆંક 60,473 પર પહોંચ્યો છે.

મુંબઇમાં આજે 8479 નવા કેસ 

મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં 8479 નવા કોરોના કેસ નોંધાયા છે. આ સમયગાળા દરમિયાન, 53 લોકોનાં મોત નીપજ્યાં છે. આ સાથે, શહેરમાં સક્રિય કેસની કુલ સંખ્યા 87,698 પર પહોંચી ગઈ છે. તે જ સમયે, મોતની કુલ સંખ્યા 12,347 પર પહોંચી ગઈ છે.

નાગપુરમાં 24 કલાકમાં 36 દર્દીઓના કોરોનાથી મોત 

નાગપુરમાં કોરોનાના 7107 નવા કેસ છે. તેમજ 85 લોકોનાં મોત નીપજ્યાં છે. શહેરમાં કુલ સક્રિય કેસ 69,243 છે. હવે નાગપુરમાં 6273 લોકોનાં મોત નીપજ્યાં છે. તે જ સમયે, થાણેમાં કોરોના વાયરસના સંક્રમણના 5,275 નવા કેસો આવ્યા પછી, જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાગ્રસ્ત લોકોની કુલ સંખ્યા વધીને 4,11,368 થઈ ગઈ છે. શનિવારે આ નવા કેસો સામે આવ્યા છે. જિલ્લામાં વધુ 36 દર્દીઓનાં મોત બાદ કુલ મૃત્યુઆંક 69૦૦ પર પહોંચી ગયો છે.

આ તરફ દિલ્હીમાં સ્થિતિ વણસી 

દિલ્હીમાં આજે પણ રેકોર્ડબ્રેક કેસ નોંધાતા આપ સરકારનું વહીવટી તંત્ર સફાળું હરકતમાં આવી ગયું છે, આજે એકીસાથે ઘણા નિર્ણયો લેવાયા હતા અને કાર્યવાહી પણ કરવામાં આવી હતી. મહત્વનું છે કે આજે દિલ્હીમાં અત્યાર સુધીના સૌથી વધુ 25462 નવા કેસ નોંધાયા છે, જે અત્યાર સુધીના સૌથી વધુ છે, અને આજે 161 લોકોએ કોરોનાની સામે પોતાના જીવ ગુમાવ્યા હતા. 

રાજધાનીના માથે કોરોના સંકટ 

છેલ્લા અમુક દિવસોથી કોરોનાની નવી લહેરનું સંકટ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીને ઘેરી વળ્યું છે, અને પરિસ્થિતિ ગંભીર બની રહી છે, રોજ રેકોર્ડબ્રેક કેસ આવી રહ્યા છે, અમુક દિવસોથી કેસ 20 હજાર કરતાં વધુ જ આવી રહ્યા છે અને આજે 25462 નવા કેસ મતલબ કે દર કલાકે રાજધાનીમાંથી 1 હજારથી પણ વધુ કોરોના સંક્રમિતો મળી આવ્યા છે. મહત્વનું છે કે આ સ્થિતિને લઈને દિલ્હી સરકાર દ્વારા અમુક આદેશો પણ જાહેર કરવામાં આવ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ