બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ભારત / Politics / Madhya Pradesh's former CM Shivraj Singh Chauhan had a meeting with BJP Chairman J P Nadda

રાજનીતિ / અંદર ખાને શિવ'રાજ'ના રિહામણા મનામણા? જેપી નડ્ડા સાથેની મુલાકાત બાદ મળ્યા મોટી જવાબદારીના સંકેત, જુઓ શું બોલ્યા મામા

Vaidehi

Last Updated: 04:36 PM, 19 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મધ્યપ્રદેશનાં પૂર્વ CM શિવરાજ સિંહ ચૌહાણે મંગળવારે ભારતીય જનતા પાર્ટીનાં અધ્યક્ષ જે.પી નડ્ડા સાથે મુલાકાત કરી અને એક કલાક બાદ આ ફોટો શેર કરી.

  • મધ્યપ્રદેશનાં પૂર્વ CM શિવરાજ સિંહ ચૌહાણ ખુશખુશાલ
  • પાર્ટી અધ્યક્ષ જે.પી.નડ્ડા સાછે દિલ્હીમાં મુલાકાત કરી
  • પ્રેસ સાથે વાતચીતમાં કહ્યું કે રાજ્ય અને કેન્દ્ર બંનેમાં રહીશું...

મધ્યપ્રદેશનાં પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે મંગળવારે ભારતીય જનતા પાર્ટીનાં અધ્યક્ષ જે.પી.નડ્ડા સાથે મુલાકાત કરી હતી. શિવરાજ સિંહે મુલાકાતનાં એક કલાક બાદ એક ફોટો શેર કરી જેમાં તેઓ સ્મિત કરતાં દેખાયા. શિવરાજે આ ફોટોનાં કેપ્શનમાં લખ્યું- સેવા જ સંકલ્પ છે. જો કે શિવરાજે મીટિંગ બાદ પોતાની જવાબદારીને લઈને કોઈ સ્પષ્ટ જવાબ નથી આપ્યો પણ સંકેત જરૂરથી આપ્યાં છે.

જે.પી. નડ્ડા સાથે મુલાકાત
તેમણે કેપ્શનમાં લખ્યું કે,' આજે નવી દિલ્હીમાં ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ માનનીય શ્રી જગત પ્રકાશ નડ્ડાજી સાથે મુલાકાત કરી. આ દરમિયાન રાષ્ટ્ર ઉત્થાન, લોક કલ્યાણ અને જનસેવાનાં વિષયમાં ચર્ચા થઈ. સેવા જ સંકલ્પ છેનાં ધ્યય માટે ભાજપાનાં અમે તમામ કાર્યકર્તાઓ સમર્પિત છીએ..'

'રાજ્યમાં પણ રહેશું કેન્દ્રમાં પણ'
મુલાકાત બાદ શિવરાજે પત્રકારો સાથેની વાતચીત દરમિયાન કહ્યું કે,' એક પાર્ટીનાં કાર્યકર્તા તરીકે તેમના માટે જે પણ ભૂમિકા નક્કી કરવામાં આવશે તેઓ એ જ કરશે.' શિવરાજ સિંહને જ્યારે પૂછવામાં આવ્યું કે,' તેઓ કેન્દ્રમાં કામ કરશે કે રાજ્યમાં તો તેમણે સ્મિત સાથે કહ્યું કે જે પાર્ટી નક્કી કરશે, અમે રાજ્યમાં પણ રહેશું કેન્દ્રમાં પણ રહેશું. ' જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેઓ શું ઈચ્છે છે ત્યારે શિવરાજે હસતા-હસતા કહ્યું કે હું મારા વિશે નથી વિચારતો. જે પોતાના વિશે વિચારે છે તે સારો માણસ નથી હોતો. જ્યારે તમે મોટા મિશન માટે કામ કરો છો તો પાર્ટી નક્કી કરે છે કે તમે શું કામ કરશો.'

શિવરાજ સિંહે વારંવાર દિલ્હી આવવાનાં સંકેત આપ્યાં 
શિવરાજે કહ્યું કે હવે તેમને ભારત સંકલ્પ યાત્રામાં સામેલ થવું છે અને દક્ષિણનાં રાજ્યોમાં જવા માટે પણ કહેવામાં આવશે. જો કે તેમણે એ વાતનું ખંડન કર્યું કે તેમને દક્ષિણની કોઈ જવાબદારી સોંપવામાં આવી છે. નડ્ડા સાથે મુલાકાત બાદ શિવરાજે કહ્યું કે ભાજપ વિધાયક દળની બેઠકમાં જોડાવા માટે તેઓ ભોપાલ પાછા જશે. તેમણે કહ્યું કે હું આ જે પાછો વળીશ અને ફરી પાછો આવીશ. પાછો આવીશ અને તમને વારંવાર મળતો રહીશ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ