બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / Madhya Pradesh Kuno national park one more cheetah named shaurya died

મધ્યપ્રદેશ / મધ્ય પ્રદેશથી માઠા સમાચાર: નામીબિયાથી કૂનોમાં આવેલા 10માં ચિત્તાનું મોત, આજે શૌર્યએ તોડ્યો દમ

Vaidehi

Last Updated: 05:44 PM, 16 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લૉયન પ્રોજેક્ટનાં ડાયરેક્ટરે જણાવ્યું કે આજે આશરે સવા ત્રણ વાગ્યે ચિત્તા શૌર્યનું મૃત્યુ થયું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનાં કારણનો ખુલાસો થશે.

  • કૂનો નેશનલ પાર્કથી આવ્યાં માઠા સમાચાર
  • સવા ત્રણ વાગ્યા આસપાસ વધુ એક ચિત્તાનું મોત
  • હજુ સુધી 10 ચિત્તાઓનું મોત થઈ ગયું છે

કૂનો નેશનલ પાર્કથી વધુ એક માઠા સમાચાર સામે આવ્યાં છે. લૉયન પ્રોજેક્ટનાં ડાયરેક્ટરે જણાવ્યું કે આજે આશરે સવા ત્રણ વાગ્યે ચિત્તા શૌર્યનું મોત થયું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનાં કારણ અંગે ખુલાસો થશે. હજુ સુધી દસ ચિત્તાનું મોત થઈ ગયું છે જેમાં 7 ચિત્તા અને ત્રણ બાળ ચિત્તા સામેલ છે. નામીબિયાથી ભારત આવેલા એક વર્ષમાં ચિત્તા શૌર્ય સહિત કુલ 10 ચિત્તા મોતને ભેટી ચૂક્યાં છે. 

APCCF અને ડાયરેક્ટર લાયન પ્રોજેક્ટે જણાવ્યું "આજે 16મી જાન્યુઆરી, 2024 ના રોજ બપોરે 3:17 વાગ્યે નામીબિયાના ચિતા શૌર્યનું મૃત્યુ થયું. સવારે 11 વાગ્યાની આસપાસ  ટ્રેકિંગ ટીમે નોટિસ કર્યું કે ચિત્તાની તબિયત ખરાબ થતી દેખાઈ  અને ચાલ પણ અલગ જોવા મળી હતી જે બાદ તેને શાંત કરવામાં આવ્યું હતું. ચિત્તો બેભાન થઈ ગયો અને તેને CPR આપીને પુનર્જીવિત કરવામાં આવ્યો હતું પરંતુ આ બાદ તેનાં સ્વાસ્થયમાં જટિલતાઓ વધી  ગઈ અને તે મૃત્યુ પામ્યો. "
 

વધુ વાંચો: સસ્તી પર્સનલ લોન લેવા માટે ફક્ત 15 દિવસનો સમય, ફેબ્રુઆરીમાં વધી જશે રેટ, RBIએ લીધો નિર્ણય

1952માં ચિત્તાઓને ભારતમાં લુપ્ત જાહેર કરી દેવામાં આવ્યા હતા. આ બાદ ચિત્તાઓને 2022માં ફરીથી કૂનો નેશનલ પાર્કમાં લાવવામાં આવ્યા. ચિત્તાઓને બે બેચમાં આયાત કરવામાં આવ્યા હતા - 2022માં નામિબિયા અને 2023માં દક્ષિણ આફ્રિકાથી. છેલ્લાં એક વર્ષમાં આ દસમા ચિત્તાનું મૃત્યુ નોંધાયું છે. શક્ય છે કે વાતાવરણ બદલાયું હોવાને લીધે આ ચિત્તાઓનાં મોત થતાં હોય.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ