બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ધર્મ / lunar eclipse effect on zodiacs sign these natives should not see chandra grahan

Lunar Eclipse 2023 / ભલે શરદ પૂનમ છે, ભૂલથી પણ ચંદ્રને ન જોતાં! નહીંતર ભારે પડશે, આ ચાર રાશિના જાતકોએ કરવું પડશે નિયમોનું પાલન

Arohi

Last Updated: 01:06 PM, 27 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lunar Eclipse 2023 Effect On Zodiacs Sign : જ્યોતિષ અનુસાર 28 ઓક્ટોબરે થવા જઈ રહેલું ચંદ્ર ગ્રહણ અમુક રાશિના લોકો માટે ખૂબ જ અશુભ છે. જેથી આ રાશિના જાતકોએ કાલે ચંદ્ર દર્શન ન કરવા જોઈએ.

  • પૂનમે પણ ચંદ્રને ન જોતા 
  • નહીં તો થઈ શકે છે મોટુ નુકસાન 
  • આ 4 રાશિના લોકો માટે ચંદ્ર ગ્રહણ ભારે 

28 ઓક્ટોબરે પૂર્ણિમાના દિવસે આવી રહેલા ખંડગ્રાસ ચંદ્રગ્રહણને લઈને ભારતના લોકોને સાવધાન રહેવું જોઈએ. આ ચંદ્ર ગ્રહણ ભારત સહિત અમુક અન્ય દેશોમાં જોવા મળશે. અશ્વિન મહિનાના શુક્લ પક્ષની પુનમ 28 ઓક્ટોબરે છે અને આજ રાત્રે ચંદ્ર ગ્રહણ અશ્વિની નક્ષત્ર અને મેષ રાશિમાં લાગશે. આ ગ્રહણ ભારત ઉપરાંત એશિયા, યુરોપ, આફ્રીકા, પશ્ચિમ દક્ષિણ પ્રશાંત મહાસાગર, અમેરિકાના પૂર્વી ભાગ, એટલાંટિક મહાસાગર અને હિંદ મહાસાગમાં જોવા મળશે. 

આ સમયથી લાગશે સૂતક કાળ 
ભારતીય સમય અનુસાર ચંદ્ર ગ્રહણની છાયાનો પ્રવેશ રાત્રે 11.32 વાગ્યે થશે, સ્પર્શ રાત્રે 1.05 વાગ્યે, ગ્રહણનું મધ્ય રાત્રે 1.44 મોક્ષ રાત્રે 2.23 અને છાયાનું નિર્ગમ રાત્રે 3.56એ થશે. ભારતમાં આ ગ્રહણ દેખાવવાના કારણે સૂતક કાળ 4.05થી પ્રારંભ થઈ જશે. જે ભાગમાં આ ગ્રહણ દેખાશે ત્યાં વેધ, સૂતક, સ્નાન, દાન પુણ્ય, કર્મ વગેરે નિયમ પાળવામાં આવશે. 

ચંદ્ર ગ્રહણ મેષ, કન્યા અને મકર રાશિના લોકો માટે અશુભ તથા કષ્ટદાયી રહેશે જ્યાંરે વૃષભ, સિંહ, તુલા, ધન અને મીન માટે સામાન્ય રહેશે. ત્યાં જ મિથુન, કર્ક, વૃશ્ચિક અને કુંભ રાશિના લોકો માટે શુભ રહેશે. એવામાં જે રાશિના લોકો માટે ગ્રહણનો પ્રભાવ અશુભ છે તેમને ભૂલથી પણ કાલે ચંદ્ર ન જોવો. સાથે જ ગ્રહણ વખતે બહાર ન નિકળવું. 

ગ્રહણમાં આ નિયમોનું કરો પાલન 
ગ્રહણ સમયે ગર્ભવતી મહિલાઓને ખાસ એલર્ટ રહેવું જોઈએ. સુતક પ્રારંભ થતા જ મેષ રાશિના લોકોને ધ્યાન રાખવું પડશે કે ગ્રહણની સમાપ્તિ સુધી કંઈ પણ ન ખાય. તેમણે આ સમયે ઉપવાસ કરવો પડશે અને ગ્રહણ પુરૂ થયા બાદ તેમને દાન જરૂર કરવું. કારણ કે તે ગ્રહણ મેષ રાશિમાં જ લાગી રહ્યું છે અને આ રાશિના જાતકો પર નકારાત્મક પ્રભાવ કરશે. 

આ ઉપરાંત ગ્રહણ કાળમાં ભગવાન શ્રી રામ, કૃષ્ણ, હનુમાનજી વગેરે જે પણ ઈષ્ટદેવ છે તેમના મંત્રનો જાપ કરો. તેના માટે પણ તમને એકાંતમાં બેસી અને માથા પર કપડુ ઢાંકી બેસવું પડશે. ગ્રહણ કાળમાં કોઈ મૂર્તિને સ્પર્શ ન કરવી. જો તમે કોઈ મંત્ર નથી જાણતા તો ફક્ત નામનો જાપ કરો. જાપ સમાપ્ત થયા બાદ પહેરેલા કપડાં સબિત સ્નાન કરો એટલે કે પહેલા બધા કપડા ભીના કરો અને પછી સ્નાન કરો. ત્યાર બાદ જ દાનકર્મ અને ભોજન કરો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ