બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / Lumpy virus cases have been reported in 15 districts, 1021 cattle have died

નિવેદન / લમ્પી વાયરસે 1021 પશુનો લીધો જીવ, દિલ્હીની ટીમ ગુજરાત આવી, 3 લાખ પશુઓને આપી રસી : રાઘવજી પટેલ

Khyati

Last Updated: 05:54 PM, 25 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં વધી રહ્યો છે લમ્પી વાયરસનો કહેર,15 જિલ્લામાં નોંધાયા લમ્પી વાયરસના કેસ, રાજ્ય સરકારે 1962 નંબરનો ટોલ ફ્રી કર્યો છે જાહેર

  • રાજ્યમાં લમ્પી વાયરસનો કહેર 
  • પશુપાલન મંત્રી રાઘવજી પટેલનું નિવેદન
  • 15 જિલ્લામાં લમ્પી વાયરસના કેસ નોંધાયા 
  • લમ્પી વાયરસથી 1021 પશુઓના મોત થયા છે

ગુજરાતમાં લમ્પી વાયરસ કહેર મચાવી રહ્યો છે. એકબાદ એક ટપોટપ પશુઓના મોત થઇ રહ્યા છે. ત્યારે આ અંગે રાજ્ય સરકાર પણ ચિંતિત જણાઇ. આ મામલે  પશુપાલન મંત્રી રાઘવજી પટેલે નિવેદન આપતા જણાવ્યું કે રાજ્યના 15 જિલ્લામાં લમ્પી વાયરસના કેસ નોંધાયા છે અને અત્યાર સુધીમાં લમ્પી વાયરસને કારણ 1021 પશુઓના મોત નીપજ્યા.

કેન્દ્રની નિષ્ણાંત ડોક્ટરોની ટીમ આવી ગુજરાત- રાઘવજી પટેલ

પશુપાલન મંત્રી રાઘવજી પટેલે વધુમાં જણાવ્યું કે  કચ્છ, જામનગર જિલ્લામાં આ રોગની વ્યાપક અસર જોવા મળે છે.  40,222 જેટલા પશુઓને સારવાર કરવામાં આવી, 2 લાખ 94 હજાર પશુઓમાં રસીકરણ કર્યું છે. જો કે  438 જેટલા પશુધન નિરીક્ષક કામગીરી કરી રહ્યા છે.  જુદા જુદા સહકારી સંઘો ભંડોળમાંથી રસી ખરીદી કરે છે. તો ગુજરાતમાં આ વાયરસને લઇને કેન્દ્રની નિષ્ણાંત ડોક્ટરોની ટીમ ગુજરાત આવી છે.  તેઓએ જામનગર અને દ્વારકા જિલ્લાના વહીવટી તંત્ર સાથે મિટિંગ કરી હતી. આવતીકાલે મુખ્યમંત્રી લમ્પી વાયરસને મુદ્દે બેઠક કરશે તેમ જણાવ્યું હતું. 

રાજ્ય સરકાર દ્વારા તાબડતોબ બોલાવી બેઠક

તો આ તરફ વધતા કેસને પગલે સીએમ ભૂપેન્દ્ર પટેલે બેઠક બોલાવી છે. આ બેઠકમાં કૃષિમંત્રી રાઘવજી પટેલ, મુખ્ય સચિવ પંકજ કુમાર હાજર રહેશે.  બેઠકમાં આ વાયરસને કેવી રીતે રોકવો અને શું પગલા લેવા તે અંગેની ચર્ચા કરવામાં આવશે. 

લમ્પી વાયરસ શું છે ?

  • લમ્પી વાયરસમાં પશુઓમાં જોવા મળે છે 
  • લમ્પી સ્કીન ડિસીઝ વાયરસ જન્ય રોગ છે
  • મચ્છર,માખી ઇતરડી કે રોગિષ્ઠ પશુ સાથેના સીધા સંપર્કથી ફેલાવયો થાય છે
  • દુષિત ખોરાક કે પાણીથી પણ ફેલાય છે લમ્પી વાયરસ
  • વાયરસ દાખલ થયાના એક અઠવાડિયાની અંદર રોગના ચિન્હો જોવા મળે છે
  • પશુને તાવ આવે, પશુ ખાવાનું ઓછું કરે અથવા તો સંપૂર્ણ બંધ કરી દે છે
  • ચામડી પર ફોડલા જેવા ગઠ્ઠા થાય છે
  • પશુઓની દૂધ ઉત્પાદન ક્ષમતા પર અસર થાય છે
  • રોગચાળો ફેલાવવાનો દર માત્ર 10થી 20 ટકા છે
  • પશુઓનો મૃત્યુ દર ખૂબ જ ઓછો 1થી 2 ટકા છે
  • આ રોગ પશુઓમાંથી મનુષ્યમાં ફેલાતો નથી

લમ્પી વાયરસથી પશુઓને બચાવવા શું કરવું જોઇએ ?

  • બીમાર પશુઓને સ્વસ્થ પશુઓથી તાત્કાલિક અલગ કરવા જોઇએ 
  • પશુઓની રહેઠાણની જગ્યા સ્વચ્છ રાખવી જોઇએ 
  • પશુઓના રહેઠાણને માખી,મચ્છર અને ઇતરડીનો ઉપદ્રવ અટકાવવો જોઇએ
  • લમ્પી રોગ તંદુરસ્ત પશુઓમાં ન આવે એટલા માટે તંદુરસ્ત પશુઓમાં રસીકરણ કરવું
  • પશુપાલકે ટોલ ફ્રી નંબર 1962 પર સંપર્ક કરવો જોઇએ 
  • રોગગ્રસ્ત વિસ્તારથી પશુઓનું સ્થળાંતર બંધ કરવું 
  • પશુઓના ખોરાક,પાણી અને માવજત અલગથી કરવી
  • પશુઓ રોગપ્રતિકારક શક્તિને લીધે 2થી 3 અઠવાડિયા સુધીમાં સ્વસ્થ થાય છે
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ