બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ધર્મ / lucky shirt colour for sunday wednesday friday monday saturday thursday tuesday

Lucky Shirt Colour / વાર અનુસાર પહેરો શુભ રંગનો શર્ટ, ગ્રહ અને દેવ રહેશે ખુશ-કિસ્મતમાં લાગી જશે ચાર ચાંદ

Bijal Vyas

Last Updated: 11:07 AM, 28 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો આપ દિવસ અનુસાર શુભ રંગનો શર્ટ પહેરશો, તો આપ પર દેવ અને તેના દિવસના ગ્રહની વિશેષ કૃપા થશે.

  • 7 ગ્રહોના આધાર પર સપ્તાહના 7 દિવસ હોય છે
  • સોમવારનો ગ્રહ ચંદ્રમા અને ચંદ્ર દેવને સોમ પણ કહેવાય છે
  • દરેક ગ્રહનો શુભ રંગ હોય છે

Lucky Shirt Colour: જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોનું મહત્વ છે, કેમ કે તેની અસર માનવ જીવન પર થાય છે. મુખ્ય 7 ગ્રહોના આધાર પર સપ્તાહના 7 દિવસ હોય છે. દરરોજના અધિપતિ ગ્રહ અલગ હોય છે. જેમ કે સોમવારનો ગ્રહ ચંદ્રમા અને ચંદ્ર દેવને સોમ પણ કહેવાય છે. આવી જ રીતે રવિવારના દિવસનો અધિપતિ દેવ સૂર્ય છે અને તે ગ્રહોના રાજા કહેવાય છે. તેનું બીજૂ નામ રવિ છે. ગુરુવારના દિવસને ગુરુ બૃહસ્પતિ કહેવાય છે. જે રીતે દરેક ગ્રહનો દિવસ છે, તેવી જ રીતે દરેક ગ્રહનો શુભ રંગ પણ છે. જો આપ દિવસ અનુસાર શુભ રંગનો શર્ટ પહેરશો, તો આપ પર દેવ અને તેના દિવસના ગ્રહની વિશેષ કૃપા થશે. તે આપના પર પ્રસન્ન રહેશે. કાર્યોમાં અનુકૂલ પરિણામ મળશે. ગ્રહ અનુકૂળ રહેશે તો કિસ્મતનો સાથ મળવો સરળ થઈ જશે. આવો જાણીએ દિવસ અનુસાર ક્યા રંગનો શર્ટ પહેરવો જોઈએ.

1. સોમવાર: આ દિવસ ચંદ્ર દેવથી સંબંધિત છે અને તેનો શુભ રંગ સફેદ છે. ત્યારે આપ સોમવારે સફેદ રંગનો શર્ટ પહેરી શકો છો. તેનાથી ચંદ્રમાનો દોષ ઓછો હશે અને મન સ્થિર રહેશે. ભગવાન શિવ પ્રસન્ન થશે.

2. મંગળવાર: મંગળ ગ્રહનો દિવસ છે મંગળવાર. આ દિવસે મંગળ અને હનુમાનજીની પૂજા થાય છે. તેનો શુભ રંગ લાલ છે. આપ મંગળવારના દિવસે લાલ રંગનો શર્ટ પહેરી શકો છો. આપના માટે શુભ ફળદાયી થઈ શકે છે. 

3. બુધવાર: આ દિવસ ગ્રહોના રાજકુમાર બુધનો છે અને ગણેશજીની પૂજા સાથે સંબંધ ધરાવે છે. બુધનો શુભ રંગ લીલો છે. દરરોજ આપ લીલા રંગનો શર્ટ પહેરી શકો છો, જે આપના માટે સફળતાદાયી હશે. 

Topic | VTV Gujarati

4. ગુરુવાર: દેવ ગુરુ બૃહસ્પતિનો દિવસ છે ગુરુવાર. તેને બૃહસ્પતિ પણ કહેવાય છે. આ દિવસ ભગવાન વિષ્ણુની પૂજા કરે છે. ગુરુ ગ્રહનો શુભ રંગ પીળો છે. આ દિવસે આપ પીળા અથવા કેસરિયા રંગનો શર્ટ પહેરી શકો છો. 

5. શુક્રવાર: આ દિવસ દૈત્ય ગુરુ શુક્રાચાર્યનો છે. આ દિવસ શુક્ર ગ્રહ અને માતા લક્ષ્મીની પૂજા થાય છે. શુક્રનો શુભ રંગ સફેદ અને માતા લક્ષ્મીનો શુભ રંગ ગુલાબી છે. આ દિવસે સફેદ અથવા ગુલાબી રંગનો શર્ટ પહેરવાથી સુખ-સમૃદ્ધિ વધશે. 

6. શનિવાર: શનિ દેવનો દિવસ છે. શનિવાર. તેનો શુભ રંગ વાદળી અને કાળો છે. શનિવારે વાદળી, કાળો અને જાંબુડી તથા ભૂરા રંગનો શર્ટ લકી હશે. તેનાથી શનિ દેવ પણ પ્રસન્ન થશે. 

7. રવિવાર: આ દિવસ ભગવાન સૂર્યની પૂજાનો છે. તે આ દિવસના અધિપતિ ગ્રહ અને દેવ છે. સૂર્યનો શુભ રંગ લાલ, નારંગી અને સોનેરી માનવામાં આવે છે. ત્યારે આવા સમયે આપ રવિવારે આમાંથી કોઈ એક રંગનો શર્ટ પહેરવો આપના માટે લકી બની શકે છે. 

DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ