બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / lucknow super giants mohsin khan delay in surgery could have led to amputation tspo

IPL 2023 / 'ઝડપી સર્જરી ન થઈ હોત તો હાથ કપાઈ જાત..', વાત કહેતા ભાવુક થઈ ગયો IPL સ્ટાર, દર્દભરી કહાની રડાવી મૂકશે

Kishor

Last Updated: 04:29 PM, 17 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મંગળવારે આઇપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે લખનૌ સુપર જાયન્ટ્સને જીત અપાવવાનાર સ્ટાર બોલર મોહસીન ખાન પોતાની બીમારી અંગેની વાત વર્ણાવતા ભાવુક થયા હતા.

  • મોહસીન ખાને મુંબઈ ઈન્ડિયન્સ સામે લખનૌને યશસ્વી જીત અપાવી
  • જો ડોક્ટરો પાસે જવામા વિલંબ કર્યો હોત તો તેનો હાથ કાપવાની નોબત આવી હોત
  • એક સમયે ક્રિકેટ પરથી ઉડી ગયો હતો ભરોસો

IPL 2023 ની મેચને લઈને અનેક સ્ટાર ખેલાડીઓ ચર્ચામાં આવી રહ્યા છે. જેમાં ગઈકાલે મંગળવારે રાત્રે આઇપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે લખનૌ સુપર જાયન્ટ્સને યશસ્વી જીત અપાવવા બદલ હાલ મોહસીન ખાન પણ ચર્ચામાં આવ્યા છે. આ યુવાન ખેલાડીએ મુંબઈ ઇન્ડિયન સામેની મેચમાં છેલ્લી ઓવરમાં આવકારદાયક બોલીંગ કરીને લખનૌની ટીમને પાંચ રનને જીતાડી હતી. મેચના હીરો રહ્યા બાદ મોહસીન ખાને પોતાની બીમારી અંગે વાત કરી હતી. આ વેળાએ તે ભાવુક થઈ ગયા હતા. બીમારીનો ઉલ્લેખ કરતા તેઓએ કહ્યું હતું કે જો ડોક્ટરો પાસે જવામા વિલંબ કર્યો હોત તો તેનો હાથ કાપવાની નોબત આવી પડત! 

લખનૌની ટીમ પ્લેઓફમાં સ્થાન મેળવવાની નજીક પહોંચી

ગઈકાલે (તા. 16 મેં) મા રોજ મુંબઈ ઈન્ડિયન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે મેચ યોજાઈ હતી. જેમાં મુંબઈને છેલ્લી ઓવરમાં જીતવા માટે 11 રન કરવાના હતા. આ દરમિયાન ડેવિડ અને કેમરોન ગ્રીન જેવા તોફાની બેટિંગ માટે વખણાતાં બેટ્સમેન હતા. પરંતુ મોહસીને શાનદાર બોલિંગ કરી પોતાની કાબેલિયતબ દર્શન કરાવ્યા હતા અને પોતાના અંદાજમા બોલિંગ કરતા રન બનાવવા મુશ્કેલ બન્યા હતા અને લખનૌની 5 રને જીત થઇ હતી. આ જીત સાથે લખનૌની ટીમ પ્લેઓફમાં સ્થાન મેળવવાની નજીક પહોંચી ગઈ છે. 

 

એક સમયે ક્રિકેટ રમવા પરથી ભરોસો જ ઉડી ગયો

તેજ બોલર મોહસીન ખાને ગત વર્ષે પોતાના ખંભાની સર્જરી કરાવી હતી. પરિણામે તેના જમણા ખંભા પર લોહીની ગાંઠો થઈ ગઈ હતી અને તે શરૂઆતના સમયગાળામાં આઇપીએલ રમી શક્યો ન હતો. આ વેળાએ મોહસીન ખાને કહ્યું હતું કે એક સમયે ક્રિકેટ રમવા પરથી ભરોસો જ ઉડી ગયો હતો કારણે કે હાથ ઉપર પણ થતો ન હતો. અનેક કોશિશ છતાં પણ હાથ ઉપર થતો ન હતો. આ સમયને યાદ કરતા પણ ડારામણું ચિત્ર ઊભું થતું હોવાનો મોહસીને ઉલ્લેખ કર્યો હતો. કારણ કે જો મેં સર્જરીમાં વધુ એક મહિનાનો વિલંબ કર્યો હોત, તો મારો હાથ પણ કાપવો પડે તેમ હતો. તેવો ડોકટરોએ દાવો કર્યો હતો.

Mohsin khan IPL Life Story lsg fast bowler mohsin khan says my father was in icu


કોઈ ક્રિકેટરને આવી બીમારી ન થવી જોઈએ

યુવા ફાસ્ટ બોલર મોહસીને કહ્યું કે કોઈ ક્રિકેટરને આવી બીમારી ન થવી જોઈએ. આ વિચિત્ર રોગમાં મારી ધમનીઓના લોહીના ગઠ્ઠા જામી ગયા હોવાથી મારી ધમનીઓ સંપૂર્ણપણે બંધ હતી. આવી સ્થિતિમાં ઉત્તર પ્રદેશ ક્રિકેટ એસોસિએશનના રાજીવ શુક્લા (લખનૌ સુપર જાયન્ટ્સ)એ મારા પરિવારને ખૂબ સહકાર આપ્યો હતો. મોહસીન ખાનના કરિયરની વાત કરવામાં આવે તો તેઓએ 2020 માં મધ્યપ્રદેશ સામે યુપી માટે રણજી ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. પોતાના એકમાત્ર રણજી મેચમાં તેમણે બે વિકેટ ઝડપી હતી અને 50 ઓવરમાં 7 ફેબ્રુઆરી 2018માં મહારાષ્ટ્ર સામે ડેબ્યુ કર્યું હતું જેમાં 38 ટી 20 મેચમાં 49 વિકેટ લીધી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ