બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / LPG gas cylinders price increase again LPG Gas know the latest rate

ભાવવધારો / દેશના કેટલાય શહેરોમાં LPG ગેસ સિલિન્ડરના ભાવ 1000ને પાર, મિડલ ક્લાસને ફરી લાગ્યો ઝટકો

Parth

Last Updated: 07:42 AM, 19 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં મોંઘવારીના કારણે જનતા પીડાઈ રહી છે ત્યારે ભારતના કેટલાય શહેરોમાં LPG ગેસના ભાવ 1000 રૂપિયાને પાર કરી ગયા છે.

  • ફરી વધ્યા ગેસ સિલિન્ડરના ભાવ 
  • અનેક શહેરમાં સિલિન્ડરના ભાવ 1000ને પાર 
  • મોંઘવારીની વચ્ચે મિડલ ક્લાસને ફરી ઝટકો 

LPGના ભાવમાં ફરી વધારો, દેશના મિડલ ક્લાસના ખિસ્સાને ફરી એકવાર ફટકો પડ્યો છે. તેલ કંપનીઓએ ફરી એકવાર ઘરેલુ LPGગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો કર્યો છે. હવે દેશમાં ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમત 1000 રૂપિયાને પાર કરી ગઈ છે. બીજી તરફ ઘરેલુ એલપીજી સિવાય, કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવ પણ આસમાને આંબી ગયા છે. 

સિલિન્ડર 1000ને પાર પહોંચી ગયો
આજે ઘરેલુ LPG સિલિન્ડરની કિંમતમાં 3 રૂપિયા 50 પૈસાનો વધારો થયો છે. જે બાદ દેશમાં તેની કિંમત 1000ને પાર કરી ગઈ છે. ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારા બાદ 14.2 કિલોના ઘરેલુ LPG સિલિન્ડરની કિંમત આજથી દિલ્હી અને મુંબઈમાં 1003 રૂપિયા, કોલકાતામાં 1029 રૂપિયા, ચેન્નાઈમાં 1018.5 રૂપિયા થઈ ગઈ છે. 

નોંધનીય છે કે અમદાવાદમાં 14.2 KG ગેસ સિલિન્ડરની કિંમત 906.50 રૂપિયા છે. 

આટલું જ નહીં કોમર્શિયલ એલપીજી સિલિન્ડર પણ રૂ.8 મોંઘું થયું છે. આજથી દિલ્હીમાં 19 કિલોના સિલિન્ડરની કિંમત 2354 રૂપિયા, કોલકાતામાં 2454 રૂપિયા, મુંબઈમાં 2306 રૂપિયા અને ચેન્નાઈમાં 2507 રૂપિયા થશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ