બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Low blood pressure can cause the brain to stop working

સ્વાસ્થ્ય / બ્લડ પ્રેશર ઓછું થવાના કારણે કામ કરવાનું બંધ કરી શકે છે મગજ! જાણો કેટલું ખતરનાક છે Low BP

Pooja Khunti

Last Updated: 12:53 PM, 28 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Low Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને કારણે લોકો માટે હાર્ટ એટેકનું જોખમ વધી શકે છે. જો બ્લડ પ્રેશર ખૂબ ઓછું થઈ જાય તો પણ આ સ્થિતિ તમારા હૃદય માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.

  • કામ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી
  • હાથ અને પગ ઠંડા થઈ જવા
  • આહારમાં મીઠાનું પ્રમાણ વધારવું

હાઈ બ્લડ પ્રેશર એ જીવનશૈલીનાં કારણે થતી સમસ્યા છે. જે છેલ્લા કેટલાક વર્ષોમાં ઝડપથી વધી રહી છે. હાઈ બ્લડ પ્રેશરને કારણે લોકો માટે હાર્ટ એટેકનું જોખમ વધી શકે છે. જો બ્લડ પ્રેશર ખૂબ ઓછું થઈ જાય તો પણ આ સ્થિતિ તમારા હૃદય માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. હૃદય લોહીને પમ્પ કરે છે અને તેને શરીરના અન્ય ભાગોમાં મોકલે છે. રક્ત પરિભ્રમણનો સીધો સંબંધ હૃદયની પમ્પિંગ પ્રક્રિયા સાથે છે. જો બ્લડ પ્રેશર અનિયંત્રિત થઈ જાય તો રક્ત પરિભ્રમણની પ્રક્રિયા સંપૂર્ણપણે વિક્ષેપિત થઈ શકે છે. આના કારણે હૃદયને લોહીના પમ્પિંગમાં સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. જેના કારણે શરીરના જુદા-જુદા ભાગોમાં લોહીની સપ્લાય પણ યોગ્ય રીતે થતી નથી.

લો બ્લડ પ્રેશર
લો બ્લડ પ્રેશરને કારણે લોકો હાર્ટ એટેક અને સ્ટ્રોકનો ભોગ બની શકે છે. આ સિવાય લો બીપીને કારણે કિડની ફેલ થવાનું જોખમ પણ નોંધપાત્ર રીતે વધી શકે છે. કેટલીક ગંભીર પરિસ્થિતિઓમાં બ્રેઈન હેમરેજનું જોખમ પણ જોવા મળ્યું છે. બ્લડ પ્રેશરનું સ્તર ઘટયા પછી અનેક પ્રકારની સમસ્યાઓ અનુભવાય છે. કેટલાક લક્ષણો તો સામાન્ય સમસ્યાઓ જેવા જ લાગે છે. જ્યારે કેટલાક લક્ષણો ખૂબ ગંભીર છે. આ લક્ષણોને અવગણવાથી તમારા સ્વાસ્થ્યને ઘણું નુકસાન થઈ શકે છે. જાણો બ્લડ પ્રેશર ઘટે ત્યારે જોવા મળતા લક્ષણો વિશે. 

લો બ્લડ પ્રેશર સ્તરના લક્ષણો 

  • નબળી દ્રષ્ટિ 
  • આંખો સામે અંધકાર
  • ઉલટી અને ઉબકા અનુભવવું
  • ખૂબ થાક લાગે 
  • ચક્કર આવે 
  • કામ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી
  • ચહેરો સફેદ થઈ જવો 
  • હાથ અને પગ ઠંડા થઈ જવા 
  • યોગ્ય રીતે ન ખાવાની સમસ્યા
  • શ્વાસની તકલીફ

વાંચવા જેવું: રાત્રે આંખમાં કેમ આવવા લાગે છે ખંજવાળ? જાણો કારણ અને ઘરેલુ ઉપાય

લો બ્લડ પ્રેશર અટકાવવાનાં ઉપાય 

આહારમાં મીઠાનું પ્રમાણ વધારવું
લો બ્લડ પ્રેશરને રોકવા માટે, તમે તમારા ખોરાકમાં મીઠાનું પ્રમાણ વધારી શકો છો. ડોક્ટરની સલાહ મુજબ થોડું વધારે મીઠું ખાવાથી બીપી લેવલને સરળતાથી નિયંત્રિત કરી શકાય છે.

પૂરતા પ્રમાણમાં પાણીનું સેવન 
તમારા દૈનિક આહારમાં પ્રવાહી ખોરાકની માત્રામાં વધારો કરો. રસદાર ફળો અને શાકભાજી સિવાય સૂપ, છાશ, નારિયેળ પાણી અને લીંબુ પાણી જેવી વસ્તુઓનું રોજ સેવન કરો. આ સાથે દિવસમાં ઓછામાં ઓછું 2 લીટર પાણી પીવાનો પ્રયાસ કરો.

સમયસર દવાઓ લો
ડોક્ટર દ્વારા સૂચવવામાં આવેલ દવાઓ સમયસર લો. કોઈપણ દવા લીધા પછી જોવા મળેલી કોઈપણ સમસ્યા અથવા આડઅસર વિશે ડોક્ટરને જાણ કરો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ