બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / ભારત / અન્ય જિલ્લા / Loudspeaker blaring is not noise pollution: Gujarat High Court dismisses plea

સુનાવણી / લાઉડસ્પીકર પર અજાન કરવી એ ધ્વનિ પ્રદૂષણ નથી: ગુજરાત હાઇકોર્ટે ફગાવી અરજી

Priyakant

Last Updated: 11:49 AM, 29 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat High Court Latest News: હાઇકોર્ટે મસ્જિદોમાંથી અજાનના પ્રસારણ માટે લાઉડસ્પીકરના ઉપયોગ પર પ્રતિબંધની માંગ કરતી જાહેર હિતની અરજી (PIL) ફગાવી દીધી

  • ગુજરાત હાઇકોર્ટમાં મસ્જિદોમાં થતી અજાનને લઈ સુનાવણી 
  • હાઇકોર્ટે કહ્યું અજાનનો અવાજ ધ્વનિ પ્રદૂષણ નથી:
  • ગુજરાત હાઇકોર્ટે જાહેર હિતની અરજી (PIL) ફગાવી દીધી હતી  

Gujarat High Court : ગુજરાત હાઇકોર્ટે મંગળવારે મસ્જિદોમાંથી અજાન અથવા ઇસ્લામિક પ્રાર્થનાના પ્રસારણ માટે લાઉડસ્પીકરના ઉપયોગ પર પ્રતિબંધની માંગ કરતી જાહેર હિતની અરજી (PIL) ફગાવી દીધી હતી. ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરુદ્ધ પી મેની બેન્ચે આ અરજીને સંપૂર્ણપણે ખોટી ગણાવી હતી. 

બજરંગ દળના નેતા શક્તિસિંહ ઝાલાએ હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે, લાઉડસ્પીકર દ્વારા અજાન આપવાથી ધ્વનિ પ્રદૂષણ થાય છે. આનાથી સામાન્ય લોકો ખાસ કરીને બાળકોના સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર થાય છે અને અન્ય અસુવિધાઓ થાય છે.

આ તરફ ગુજરાત હાઈકોર્ટે શોધી કાઢ્યું કે, અરજદારના દાવાઓમાં પ્રયોગમૂલક પુરાવા અને વૈજ્ઞાનિક આધારનો અભાવ છે. બેન્ચે તેના ચુકાદામાં ભારપૂર્વક જણાવ્યું હતું કે અજાન જે સામાન્ય રીતે મહત્તમ 10 મિનિટ સુધી ચાલે છે. ડેસિબલ લેવલ સુધી પહોંચવાની કોઈ શક્યતા નથી કે જે  ધ્વનિ પ્રદુષણનો ખતરો બની શકે છે. જેથી અરજદારની એ સ્થાપિત કરવાની ક્ષમતા અંગે શંકા ઊભી કરી હતી કે, અજાન દરમિયાન લાઉડસ્પીકર દ્વારા એમ્પ્લીફાય કરવામાં આવેલ માનવ અવાજ, જાહેર આરોગ્ય માટે જોખમ ઊભું કરવા માટે પૂરતા ડેસિબલ્સ જનરેટ કરી શકે છે. 

મંદિરમાં સવારની આરતી પર ઉઠાવ્યા સવાલ 
અદાલતે અરજદારના વકીલને મંદિરની ધાર્મિક વિધિઓ દરમિયાન ઘંટના અવાજ અંગે પણ પ્રશ્ન કર્યો હતો. ખંડપીઠે પૂછ્યું મંદિરમાં સવારની આરતી પણ ડ્રમ અને સંગીત સાથે 3 વાગ્યે શરૂ થાય છે.તે સમયે ઘણા લોકો સૂતા હોય છે. શું તે અવાજ નથી કરતું? શું તમે દાવો કરી શકો છો કે ઘંટનો અવાજ ફક્ત મંદિર પરિસર સુધી જ મર્યાદિત છે? 

આ સાથે કહ્યું કે, જો કીર્તન-ભજન, આઠ કલાક લાંબુ અષ્ટ્યમ કે લાઉડસ્પીકર દ્વારા 24 કલાક લાંબુ પ્રસારણને ધ્વનિ પ્રદૂષણનું કારણ ગણવામાં આવે તો તમે શું કહેશો? ધ્વનિ પ્રદૂષણને માપવા માટે વૈજ્ઞાનિક પદ્ધતિઓના અસ્તિત્વ પર પ્રકાશ પાડતા એ નોંધ્યું હતું કે, PILના દાવાને સાબિત કરવા માટે નક્કર ડેટા અથવા અભ્યાસના તારણો રજૂ કરવાની જરૂર છે જેથી એવો પુરાવો મળે કે 10 મિનિટની અઝાન ધ્વનિ પ્રદૂષણનું કારણ બની શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ