બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / Lord Shankar is under construction in Etawah district of Uttar Pradesh Kedareshwar temple is getting ready in front of Safari

હર હર મહાદેવ / પહેલા રામ, હવે ભોલેનાથ... દેશના આ રાજ્યમાં બની રહ્યું છે ભવ્યાતિભવ્ય શિવાલય, પ્રાણ પ્રતિષ્ઠા ક્યારે?

Pravin Joshi

Last Updated: 12:05 PM, 6 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક ચેનલના ઈન્ટરવ્યુમાં સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે કહ્યું કે મંદિર એક-બે વર્ષમાં તૈયાર થઈ જશે. તેમણે એમ પણ કહ્યું કે લોકો મંદિરના નિર્માણ માટે ઉદાર હાથે દાન આપી રહ્યા છે.

ઉત્તર પ્રદેશના ઈટાવા જિલ્લામાં ભગવાન શંકરના ભવ્ય મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. આ મંદિર અખિલેશ યાદવ બનાવી રહ્યા છે. સફારીની સામે લગભગ 10 વીઘામાં આ કેદારેશ્વર મંદિર તૈયાર થઈ રહ્યું છે. તેનું કામ ખૂબ જ ઝડપથી ચાલી રહ્યું છે. એવી આશા છે કે આ મંદિર વર્ષ 2025માં તૈયાર થઈ જશે અને ભક્તો દર્શન માટે આવી શકશે. મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત થનારો પથ્થર નેપાળથી લાવવામાં આવ્યો છે.

મંદિર એક-બે વર્ષમાં તૈયાર થઈ જશે

એક ચેનલના ઈન્ટરવ્યુમાં સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે કહ્યું કે મંદિર એક-બે વર્ષમાં તૈયાર થઈ જશે. તેમણે એમ પણ કહ્યું કે લોકો મંદિરના નિર્માણ માટે ઉદાર હાથે દાન આપી રહ્યા છે. આ સિવાય તેમણે કહ્યું કે, 'મંદિરમાં જે પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે કન્યાકુમારીથી આવી રહ્યો છે અને મંદિર એ જ રીતે બનાવવામાં આવી રહ્યું છે જે રીતે આપણા પૌરાણિક, વૈદિક કાળ અથવા વેદોમાં લખ્યું છે કે મંદિર આ રીતે બનાવવું જોઈએ. લોખંડ અને એ જ જૂના પથ્થરનો ઉપયોગ કરીને મંદિર બનાવવામાં આવી રહ્યું છે.

વધુ વાંચો : વિશ્વનું એક માત્ર શિવલિંગ, જેની પર છે સવા લાખ છીદ્ર, જ્યાં આ એક ચીજ ચડાવવાથી પૂર્ણ થાય છે તમામ મનોકામના

મંદિરમાં વપરાયેલા પથ્થરો કન્યાકુમારીથી લાવવામાં આવ્યા 

તાજેતરમાં જ નેપાળથી શાલિગ્રામ પથ્થર આવ્યો હતો, જેને લખનૌની એસપી ઓફિસમાં લાવવામાં આવ્યો હતો. જ્યાં તેમની પૂજા કરવામાં આવી હતી. આ મંદિરનું નિર્માણ કેદારનાથ મંદિરની તર્જ પર કરવામાં આવી રહ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ઈટાવામાં બની રહેલા કેદારેશ્વર મંદિરમાં સ્થાપિત કરવામાં આવનાર શિવલિંગ નેપાળથી લાવવામાં આવેલા શાલિગ્રામ શિલામાંથી બનાવવામાં આવશે. આ મંદિરને ભવ્ય બનાવવા માટે સમાજવાદી પાર્ટી ખાસ તૈયારીઓ કરી રહી છે. આ મંદિરમાં વપરાયેલા પથ્થરો કન્યાકુમારીથી લાવવામાં આવ્યા છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ