બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અમદાવાદ / Lord Jagannath in Gajavesh: Such darshan happens only once in a year

અમદાવાદ / ગજવેશમાં ભગવાન જગન્નાથ: વર્ષમાં એક જ વાર થાય છે આવા દર્શન, હવે મોસાળમાં થશે વિરાજમાન

Malay

Last Updated: 02:19 PM, 4 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad Rathyatra: ઢોલ-નગારા, બળદગાડાં, બેન્ડવાજા સાથે આજે ભગવાન જગન્નાથજીની જળયાત્રા યોજાઈ હતી. સાબરમતી નદીમાંથી 108 કળશમાં જળ ભરીને લાવ્યા બાદ ભગવાનનો જળાભિષેક કરવામાં આવ્યો હતો.

 

  • ભગવાન જગન્નાથજીના ગજવેશમાં કરો દર્શન
  • ભગવાન આખા વર્ષમાં એક જ વાર ધારણ કરે છે ગજવેશ
  • આજે બપોરે બાદ ભગવાન મોસાળમાં જવા થશે રવાના

ભગવાન જગન્નાથજીની રથયાત્રાને ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે રથયાત્રા પૂર્વે આજે ભગાવાન જગન્નાથજીની જળયાત્રા યોજાઈ હતી. ઢોલ-નગારા, બેન્ડવાજા સાથે ભગવાનની જળયાત્રા યોજાઈ હતી. નિજમંદિરથી 108 કળશની સાથે ભજન મંડળી, રાસ મંડળી, અખાડા અને ભક્તો સાથે જળયાત્રા નીકળી હતી. આ જળયાત્રા જગન્નાથ મંદિરથી શોભાયાત્રારૂપે શરૂ થઈને સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પહોંચી હતી, જ્યાં 108 કળશમાં જળ ભર્યા બાદ આરતી કરવામાં આવી હતી. 

ભગવાનનો કરાયો જળાભિષેક
જે બાદ ભગવાનની જળયાત્રા પરત મંદિરે પહોંચી હતી. ત્યાર પછી ભગવાનની જળાભિષેકની પૂજાવિધિ શરૂ કરવામાં આવી છે. મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ દ્વારા પૂજા કરવામાં આવી હતી. મંદિરમાં મહંત દિલીપદાસજી, મહેન્દ્ર ઝા, પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા ભગવાન જગન્નાથજીનો જળાભિષેક કરવામાં આવ્યો હતો.

ભગવાન જગન્નાથજીની કરાઈ મહાઆરતી
જે બાદ ભગવાન જગન્નાથજીએ ગજવેશ ધારણ કર્યો હતો. જે બાદ ભગવાનની મહાઆરતી કરવામાં આવી હતી. આ દરમિયાન ભગવાનના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા.

અમાસ સુધી ભગાવાન રોકાશે મામાના ઘરે
આજે બપોરે બાદ ભગવાન મોસાળમાં જવા રવાના થશે. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે સરસપુર ખાતે આવેલા મોસાળમાં જશે. ભગવાન મોસાળમાં અમાસ સુધી રોકાશે. 

ભાણેજને વધાવવા સરસપુરમાં ઉત્સાહનો માહોલ 
આજે ભગવાન તેમના મોસાળ સરસપુર જવાના છે અને 15 દિવસ મામાના ઘરે રોકાવાના છે. જેને લઈને મોસાળ સરસપુરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. વરસાદની શક્યતાને  લઈને સરસપુરમાં રણછોડરાય મંદિરમાં  વોટરપ્રૂફ ડોમ બાંધવામાં આવ્યો છે. જેની સાથે આ વર્ષે 15 દિવસ સુધી અલગ અલગ પ્રકારે ભગવાનનાં મનોરથ, ભજન, કીર્તન, શોભાયાત્રા અને લક્ષ્મીનારાયણ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. 7 જૂનથી 17 જૂન સુધી ભગવાન સરસપુરમાં રહેશે.

146મી રથયાત્રાના યજમાન બન્યા છે ઘનશ્યામ પટેલ  
રથયાત્રાને લઈને મોસાળવાસીઓ પણ હવે ભાવવિભોર બનીને ભગવાનના મોસાળ પધારવાની રાહ જોઈ રહ્યા છે. આ વર્ષે 146મી રથયાત્રાના યજમાન ઘનશ્યામ પટેલ બન્યા છે. છેલ્લાં 10 વર્ષથી તેઓ યજમાન બનવાની રાહ જોતા હતા. આ વર્ષે શાયોના ગ્રુપના ઘનશ્યામ પટેલનું ડ્રોમાં નામ ખૂલતાં પરિવારમાં આનંદનો માહોલ છે. 

 

 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ