બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Loot of lakhs on CG road in Ahmedabad

અમદાવાદ / સીજી રોડ પર ઘોળા દિવસે 50 લાખની દિલઘડક લૂંટ,આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયો, બાઇક ચાલક લૂંટારાઓ પળવારમા હવામા ઓગળી ગયા

Dinesh

Last Updated: 08:40 PM, 28 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના સીજી રોડ પર આર. અશોક આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયો છે, પોલીસે ઘટનાસ્થળે પહોચીને વધુ કાર્યવાહી હાથધરી

  • અમદાવાદમાં સીજી રોડ પર લાખોની લૂંટ
  • આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયો
  • કર્મચારી પાસેથી રૂપિયા 50 લાખની લૂંટ


અમદાવાદ શહેરમાં દિવસેને દિવસે ક્રાઈમની ઘટના વધતી જતી હોય તેવું વર્તમાનમાં કિસ્સાઓ પરથી જાણી શકાય છે. શહેરમાં ધોળા દિવસે લૂંટની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે. સીજી રોડ પર લાખોની લૂંટ થઈ છે વિગતો મુજબ  આર. અશોક આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયો છે.

લૂંટારૂ

સીજી રોડ પર સુપર મોલ નજીક લૂંટની ઘટના
સીજી રોડ પર  આર. અશોક આંગડિયા પેઢીનો કર્મચારી એક્ટિવા પર જઈ રહ્યો હતો ત્યારે કર્મચારી પાસે રૂપિયા 50 લાખ જેટલી રકમ હતી. સીજી રોડ પર સુપર મોલ નજીક પહોંચ્યો હતો ત્યારે તેની સાથે લૂંટની ઘટના બની હતી.બાઈક પર આવેલા 2 શખ્સઓએ લૂંટને અંજામ આપીને ફરાર થયા હતાં. જે સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.

અગાઉ પણ આંગડિયા પેઢીના કર્મચારી લૂંટાયો હતો
થોડા દિવસ અગાઉ અખબારનગર વિસ્તામાંથી પટેલ અમૃત કાન્તિલાલ આંગડિયા પેઢીના કર્મચારીઓ પસાર થઈ રહ્યા હતા. ત્યારે બાઈક ઉપર આવેલા લૂંટારૂઓ આંગડિયા પેઢીના કર્મી પાસેથી બેગ ઝુંટવી ફરાર થઈ ગયા હતા. ત્યારે લૂંટાયેલ કર્મચારી આંગડીયા પેઢીનો કર્મચારી હતો. બાઈક પર આવેલ શખ્સો બેગ લઈ ફરાર થઈ ગયા હતા. બેગમાં રોકડ રકડ સહિત રૂ.25 લાખનો મુદ્દામાલ હોવાનું હાલ જાણવા મળ્યું હતું. લોકોની ચહલપહલથી ધમધમતા રોડ પર લૂંટારૂઓ દ્વારા ત્રાટકી બેગ લઈ ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી હતી. આ લૂંટ અંગેની જાણ પોલીસને કરતા વાડજ પોલીસ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે આવી પહોંચી તપાસ હાથ ધરી હતી.

Big robbery in Akhbarnagar, Robbers abscond after snatching 25 lakhs from Angania employee, running into police

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ