બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / VTV વિશેષ / ચૂંટણી 2019 / Lok Sabha Election 2019: 56 chests to vote in this place of Gujarat

ચૂંટણી / ગુજરાતમાં અહીં મતદાન કરવું હોય તો જોઈએ 56ની છાતી, 100 ટકા થાય છે મતદાન

vtvAdmin

Last Updated: 09:16 PM, 11 April 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકસભાની ચૂંટણીનાં પ્રથમ તબક્કાનાં મતદાન સાથે જ લોકશાહીનાં પર્વની શરૂઆત થઈ ગઈ છે. જો કે રાજ્યમાં ત્રીજા તબક્કામાં  મતદાન યોજાશે. પરંતુ તે માટેની તૈયારી ચૂંટણી તંત્ર દ્વારા અત્યારથી જ આરંભી દેવામાં આવી છે. કોઈ વિસ્તારમાં લાખો મતદારો હોય કે એક મતદાર દરેક નાગરિકને મતાધિકારનાં ઉપયોગ માટે સુવિધા કરી આપવી તે ચૂંટણી તંત્રની અને સરકારની ફરજ બને છે. ત્યારે રાજ્યમાં એક એવું પણ બૂથ છે જ્યાં માત્ર એક જ મતદાર છે. લોકશાહીનું ગૌરવ જાળવવા અહીં પણ એટલી જ તૈયારી કરવી પડે છે જેટલી અન્ય તૈયારી અન્ય મતવિસ્તાર માટે કરવી પડે છે. તો ક્યાં છે આ એક મતદારવાળું બૂથ જોઈએ અહીં.

ગીર સોમનાથ વિસ્તારનું આ જંગલ છે. ગીર સોમનાથ જિલ્લાનાં જામવાળાગીરથી 25 કિલોમીટર દૂર મધ્યગીરમાં આવેલા બાણેજ મહાદેવ મંદિરે આમ તો વેકેશન અને મેળાઓ સિવાય અહીં ખૂબ ઓછા મુલાકાતીઓ આવતા હોય છે. પરંતુ આ મધ્યગીરનાં જંગલમાં તો મહંત ભરતદાસની હંમેશા હાજરી હોય છે તેઓ સિંહ જેવા ખૂંખાર પ્રાણીઓ અને કલરવ કરતાં પક્ષીઓ અને આ જંગલની ઝાડીઓ વચ્ચે 5000 હજાર વર્ષ જૂના બાણગંગેશ્વરની નિશ્રામાં વર્ષોથી વસવાટ કરે છે.
મેળાઓ અને તહેવારો સિવાય સામાન્ય દિવસોમાં આ જગ્યાને યાદ કરવાનું ખાસ બહાનું હોતું નથી. પરંતુ હાલ દેશમા લોકસભાની ચૂંટણીની શરૂઆત થઈ ગઈ છે. જેનો ત્રીજા તબક્કામાં તો ગુજરાતમાં પ્રવેશ થઈ જશે અને આ માટે ચૂંટણી તંત્ર સતર્ક થઈ ગયું છે. તંત્રને ભલે સામાન્ય દિવસોમાં આ જગ્યા અને આ મહંત યાદ ન આવે પરંતુ હવે જ્યારે ચૂંટણી ગુજરાતનાં દરવાજે દસ્તક દઈ રહી છે ત્યારે સરકાર અને ચૂંટણી તંત્રને ઘટાટોપ જંગલ વચ્ચેની આ સૂમસામ જગ્યા યાદ આવી છે અને મહંત પણ યાદ આવ્યાં છે. ગીર સોમનાથનું જિલ્લા ચૂંટણી તંત્ર દરેક ચૂંટણીઓમાં આ મધ્યગીરમાં બાણેજ ખાતે એક માત્ર મતદાર એવા મહંત ભરતદાસનાં મત માટે એક પોલિંગ બૂથ ઉભું કરે છે અને તેમને મતાધિકારનાં ઉપયોગની સગવડ કરી આપી લોકશાહીને ઔર ગૌરવાન્વિત કરે છે.

ગીર સોમનાથ જિલ્લાનાં જામવાળા ગીરથી 25 કિલોમીટર દૂર મધ્યગીરમાં આવેલા બાણેજ મહાદેવ મંદિરના મહંત ભરતદાસ બાપુ બાણેજનાં એક માત્ર મતદાતા હોવાનાં કારણે ગીર જંગલમાં આખે આખું પોલીંગ બૂથ ચૂંટણી તંત્ર દ્વારા દરેક ચૂંટણી વખતે ઉભું કરવામાં આવે છે. બાણેજ બૂથમાં ભરતદાસબાપુ દરેક ચૂંટણી વખતે અચૂક મતદાન કરે છે. બાણેજ બૂથમાં દરેક ચૂંટણીમાં 100 ટકા મતદાન થાય છે.

જો કે, આ એક મત માટે કેટલો ખર્ચ કરવો પડે છે તે હિસાબી શાખાનો વિષય હશે. પરંતુ લોકશાહી માટે આ એક મત પણ અમૂલ્ય હોય છે અને એ માટે જ ચૂંટણીતંત્ર મહેનત કરે છે. એ વાત જુદી છે કે અહીં માત્ર એક મતદાર હોવાનાં કારણે કોઈ ઉમેદવાર ચૂંટણી પ્રચાર માટે આવતાં નથી. તેથી ઉમેદવાર કેવો છે અને કોણ છે તે આ મહંતને વધારે ખબર હોતી નથી. પરંતુ મત આપતી વખતે જે તે પાર્ટીનાં સિમ્બોલને જોઈને મહંત ભરતદાસ બાપુ મતદાન અચૂક રીતે કરે છે. ભરતદાસ ભલે સાધુ રહ્યાં પરંતુ તે જ્યારે મતદાન કરે છે ત્યારે એક નાગરિક સહજ તેમને પણ નેતાઓ પાસેથી એટલી અપેક્ષા તો રહેજ છે કે નેતાઓ અહીં પણ કંઈક વિકાસકાર્ય કરે! 

એ આદર્શ સ્થિતિ છે કે લોકશાહીની જાળવણી માટે એક એક મતદાર સુધી ચૂંટણી પંચ પહોંચે છે અને દરેક નાગરિક મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે જહેમત આદરે છે. કાશ  જનજન સુધી પહોંચવાની આટલી જ જહેમત ચૂંટાયાં બાદ નેતાઓ કરે તો!

 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ