બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

VTV / સ્પોર્ટસ / Cricket / Little Gujarat Titans fan takes off his T-shirt and dances in the stadium, people remember this famous meme

IPL 2024 / ગુજરાત ટાઈટન્સનો બિગ ફેન, છોટુએ સ્ટેડિયમમાં ટી-શર્ટ ઉતારી કર્યો ડાન્સ, લોકોને યાદ આવ્યું ફેમસ મીમ

Pravin Joshi

Last Updated: 05:11 PM, 3 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત ટાઇટન્સના નાના ચાહકનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ટી-શર્ટ ઉતારીને ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે.

ગુજરાત ટાઇટન્સે નવા કેપ્ટન શુભમન ગિલના નેતૃત્વમાં IPL 2024માં અત્યાર સુધી સારું પ્રદર્શન કર્યું છે. ટીમે 3માંથી 2 મેચ જીતી છે. IPL 2022માં ડેબ્યૂ કરનાર ગુજરાત આ વખતે તેની ત્રીજી સિઝન રમી રહ્યું છે. પરંતુ, છેલ્લી બે સિઝનમાં શાનદાર પ્રદર્શન કરીને ટીમે મજબૂત ફેન ફોલોઈંગ બનાવ્યું છે. ડેબ્યૂ સિઝનમાં ચેમ્પિયન બનેલી ગુજરાતની ટીમને ચાહકોને પસંદ છે. આ વાતનો જીવંત પુરાવો એક નાનકડા પ્રશંસકે ત્યારે આપ્યો, જ્યારે તેણે પોતાની ટી-શર્ટ ઉતારી અને સ્ટેડિયમમાં ટીમ માટે ડાન્સ કરવા લાગ્યો.

નાનકડા ફેનને આ રીતે ડાન્સ કરતા જોઈને લોકોને એક ખૂબ જ પ્રખ્યાત મીમ યાદ આવી, જે ફૂટબોલ મેચ પછી બનાવવામાં આવી હતી, જેમાં એક બાળક ઉત્સાહથી તેની ટીમને સપોર્ટ કરતો જોવા મળ્યો હતો. ગુજરાતના નાનકડા ચાહકની વાત કરીએ તો, તે ગુજરાતની જર્સી પહેરીને સ્ટેન્ડમાં ખુરશી પર ઉભા રહીને ડાન્સ કરી રહ્યો હતો, પરંતુ તેના વધતા ઉત્સાહથી તે ડાન્સ કરતી વખતે તેની ટી-શર્ટ કાઢીને ફેંકી દે છે. થોડીવાર ડાન્સ કર્યા પછી, તે ફરીથી તેની ફેંકેલી ટી-શર્ટ ઉપાડે છે.

એક બાળક ફૂટબોલ મેચ દરમિયાન સમાન ઉત્સાહમાં ડાન્સ કરે છે. જો કે તે તેની ટી-શર્ટ ઉતારતો નથી, તે ચોક્કસપણે ટી-શર્ટ ઉપાડીને ડાન્સ કરે છે. બાળકમાં પણ એક અલગ જ ઉત્સાહ જોવા મળે છે. 

વધુ વાંચો : કોણ છે લખનઉના ફાસ્ટ બોલર મયંક યાદવ, જેને કરી રેકોર્ડતોડ બોલિંગ, જાણો શું છે તેની ફિટનેસનું રહસ્ય

ગુજરાતે મુંબઈ અને હૈદરાબાદને હરાવ્યું છે

તમને જણાવી દઈએ કે શુભમન ગીલની કપ્તાનીમાં રમી રહેલી ગુજરાત ટાઇટન્સે IPL 2024ની પ્રથમ મેચ મુંબઈ સામે 6 રને જીતી હતી. ત્યારબાદ ચેન્નાઈ સામે રમાયેલી બીજી મેચમાં ગુજરાતને 63 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ ત્યાર બાદ ત્રીજી મેચમાં ગુજરાતે સનરાઈઝર્સ હૈદરાબાદને કારમી હાર આપી હતી.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ