બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Lithium reserves found in Rajasthan nagaur, can fulfill 80% of lithium demand of India

સફળતા! / બદલાઈ જશે ભારતની તકદીર ! ફરી મળ્યો 'વ્હાઈટ ગોલ્ડ'નો અખૂટ ભંડાર, ચીન પર નહીં રાખવો પડે આધાર

Vaidehi

Last Updated: 06:35 PM, 8 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lithium in Rajasthan: રાજસ્થાનમાંથી લિથિયમનો જંગી ભંડાર મળી આવ્યો છે. દાવો કરવામાં આવ્યો છે કે આ જથ્થો ભારતની કુલ લિથિયમ માંગનાં 80% માંગ પૂર્ણ કરી શકશે.

  • ભારતમાં ફરી મળી આવ્યો લિથિયમનો જંગી ભંડાર
  • દેશની લિથિયમની 80% માંગને એકલા હાથે કરી શકે છે પૂર્ણ
  • જમ્મૂ-કાશ્મીર બાદ હવે રાજસ્થાનમાં મળી આવ્યો લિથિયમનો ભંડાર

લિથિયમનાં ભંડારનાં મામલામાં ભારતનાં હાથે વધુ એક જેકપૉટ લાગ્યો છે. રાજસ્થાનનાં ડેગોના(નાગોર)માં એક નવો લિથિયમ ભંડાર મળી આવ્યો છે જેની ક્ષમતા હાલનાં જમ્મૂ-કાશ્મીરનાં ભંડારથી અનેકઘણી વધારે છે. IANSએ આ અંગે જાણકારી આપી છે. GSIએ દાવો કર્યો છે કે નવો મળી આવેલો ભંડાર, હાલનાં જમ્મૂ-કાશ્મીરનાં ભંડારથી ઘણો વધારે છે. દાવો કરવામાં આવ્યો છે કે આ એકમાત્ર ભંડાર ભારતની લિથિયમની 80%ને એકલો પૂરો કરી શકે છે. આ ભંડારો લિથિયમ માટે ભારતની ચીન પર નિર્ભરતાને ઓછું કરી શકવામાં મદદરૂપ થઈ શકે છે.

ભારત લિથિયમ માટે ચીન પર નિર્ભર
ભારત અત્યાર સુધી લિથિયમ માટે ચીન પર નિર્ભર છે. જો કે રાજસ્થાનનાં આ ભંડારની શોધ પછી એવું માનવામાં આવી રહ્યું છે કે ચીનનો એકાધિકાર સમાપ્ત થઈ જશે અને અન્ય ગલ્ફ દેશોની જેમ રાજસ્થાનનું પણ ભાગ્યોદય થશે. રાજસ્થાનમાં લિથિયમનાં ભંડાર ડેગાના અને તેની આસપાસનાં વિસ્તારમાં રેનવેટ ડુંગરમાં મળી આવ્યો છે. 

J & Kમાં 59 લાખ ટનનો લિથિયમનો ભંડાર 
લિથિયમ આયન બેટરીનો ઉપયોગ રિન્યૂએબલ એનર્જી સ્ટોર કરવા માટે કરવામાં આવે છે. ભારતમાં થોડાં સમય પહેલાં પણ લિથિયમનો મોટો જથ્થો મળી આવ્યો છે. જમ્મૂ-કાશ્મીરનાં રિયાસી જિલ્લામાં આ ભંડાર પ્રાપ્ત થયો છે. ભારતીય ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણ અનુસાર જમ્મૂ-કાશ્મીરમાં મળેલ લિથિયમનો ભંડાર 59 લાખ ટનનો છે. 

લિથિયમનો અનેક જગ્યાએ થાય છે ઉપયોગ
લિથિયમ એક બિન-લોહ ધાતુ છે જેનો ઉપયોગ મોબાઈલ-લેપટોપ, ઈલેક્ટ્રિક વાહન અને અન્ય ચાર્જેબલ બેટરી બનાવવામાં કરવામાં આવે છે. લિથિયમ માટે ભારત સંપૂર્ણપણે અન્ય દેશો પર નિર્ભર છે. 

રિન્યૂએબલ એનર્જીને સ્ટોર કરવામાં મદદરૂપ
આજે દુનિયા ગ્રીન એનર્જી તરફ શિફ્ટ થઈ રહી છે. કાર્બન ઉત્સર્જનને ઓછું કરવા માટે દુનિયાભરની સરકાર ગ્રીન એનર્જીને પ્રોમોટ કરી રહી છે. તેમાં લિથિયમનો મોટો રોલ છે. લિથિયમ આયન બેટરીની મદદથી રિન્યૂએબલ એનર્જીને સ્ટોર કરી શકાય છે. આ એનર્જીને પાછળથી યૂઝ પણ કરી શકાય છે. વધુ એક સારી બાબત તો એ છે કે આ બેટરી રિચાર્જેબલ હોય છે અને તેની લાઈફ પણ વધારે હોય છે. આ રીતે લિથિયમ આવનારાં ભવિષ્યમાં એક જરૂરી મેટલ બની શકે છે. લિથિયમ આયન બેટરીમાં બીજા પણ કેટલાક મેટલ્સ હોય છે પરંતુ સૌથી મુખ્ય ભૂમિકા લિથિયમની જ રહે છે. 

લિથિયમની કિંમત શું છે?
શેર માર્કેટમાં જે રીતે દરરોજ કોઈ કંપનીનાં શેરની વેલ્યૂ નક્કી થાય છે તે જ રીતે કોમોડિટી માર્કેટ હોય છે. આ માર્કેટમાં મેટલની વેલ્યૂ નક્કી થાય છે. હાલમાં લિથિયમની વેલ્યૂ 472500 યુઆન(57,36,119 રૂપિયા) પ્રતિ ટન છે. ભારતમાં 59 લાખ ટન લિથિયમનો ભંડાર મળી આવ્યો છે એટલે કે તેની વેલ્યૂ આજનાં સમયમાં 33,84,31,021 લાખ રૂપિયા હશે. આ કિંમત આજનાં રેટનાં હિસાબે લખવામાં આવેલ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ