Leaving no stone unturned in preparation for government recruitment, these 4 exams will be held at the end of June, CPT will not be conducted
ગુડ ન્યૂઝ /
સરકારી ભરતીની તૈયારીમાં કોઈ કચાશ ન રાખતા, આ 4 પરીક્ષાઓ જૂનના અંતમાં યોજાશે, CPT નહીં લેવાય
Team VTV08:17 PM, 25 May 23
| Updated: 08:29 PM, 25 May 23
ગૌણ સેવા પસંદગી બોર્ડ દ્વારા અગાઉની પરીક્ષા અંગે જાહેરાત કરી છે. લાબાં સમયથી ઉમેદવારો જોઇ રહ્યા જોઈ રહેલા ઉમેદવારોની રાહનો અંત આવ્યો છે. હવે એક પરીક્ષાને બદલે અલગ અલગ 4 પરીક્ષા લેવાશે.
ગૌણ સેવા પસંદગી બોર્ડ દ્વારા અગાઉની પરીક્ષા અંગે મહત્વની જાહેરાત
ક્રમાંક -206.207.208 અને 209ની પરીક્ષા જુનનાં અંતમાં યોજાશે
એક પરીક્ષાને બદલે અલગ અલગ 4 પરીક્ષા લેવાશે
ગૌણ સેવા પસંદગી બોર્ડ દ્વારા અગાઉની પરીક્ષા અંગે મહત્વની જાહેરાત કરી છે. જેમાં જણાવ્યું છે કે જાહેરાત ક્રમાંક 206.207.208 અને 209ની પરીક્ષા જુનનાં અંતમાં યોજાશે. ત્યારે લાંબા સમયથી પરીક્ષાની રાહ જોઈ રહેલા ઉમેદવારોની રાહનો અંત આવ્યો હતો. એક પરીક્ષાને બદલે અલગ અલગ 4 પરીક્ષા લેવાશે. જ્યારે CPT પરીક્ષા લેવાશે નહી.
થોડા દિવસ અગાઉ જ રાજ્યના સામાન્ય વહીવટી વિભાગે એક જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામા મુજબ હવે વર્ગ-3ની પરીક્ષાઓમાં મોટા ફેરફાર કરાયા છે. પ્રાથમિક માહિતી મુજબ હવે પછી વર્ગ-3ની પરીક્ષામાં કોઈ પણ પ્રકારનું વેઈટિંગ લિસ્ટ જાહેર નહી કરાય. આ સાથે ભરતી માટે દ્વિસ્તરીય પરીક્ષાનું માળખું જાહેર કરાયું છે.
બે દિવસ પહેલા જ રાજ્યમાં સરકારી ભરતીની પરીક્ષાને લઈ સામાન્ય વહીવટી વિભાગે મોટો નિર્ણય લીધો છે. જે મુજબ વર્ગ-3ની મુખ્ય પરીક્ષા બે ગ્રુપમાં લેવામાં આવશે. જેમાં પ્રિમિલનરી અને મુખ્ય એમ બે તબક્કામાં પરીક્ષા લેવાશે. તો પ્રિમિલનરી પરીક્ષામાં પાસ ઉમેદવારો જ મુખ્ય પરીક્ષા આપી શકશે.
4 કેડરની પરીક્ષા સંયુક્ત રીતે લેવાશે
મહત્વનું છે કે, જૂનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ અને હેડ ક્લાર્કની પરીક્ષા માટે નિયમ બદલાયા છે. આ તરફ હવે ચારેય કેડરની પરીક્ષા સંયુક્ત રીતે લેવામાં આવશે. નોંધનીય છે કે, હવે ફાઈનલ મેરિટના આધારે ઉમેદવારોની નિમણૂક થશે. આ સમગ્ર મામલે ગુજરાત રાજ્યના સામાન્ય વહીવટી વિભાગે જાહેરનામું બહાર પાડ્યું હતું.
ભરતી કેલેન્ડર તૈયાર કરવાની સૈદ્ધાતિંક મંજૂરી અપાઇ
મુખ્યંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્ય સરકારના વિવિધ વિભાગોની ભરતી પ્રક્રિયા માટેના ભરતી કેલેન્ડર સંદર્ભના નિર્ણયમાં પ્રવક્તા મંત્રીએ જણાવ્યું કે, નવું 10 વર્ષીય ભરતી કેલેન્ડર તૈયાર કરવા માટે સૈદ્ધાતિંક મંજૂરી આપવામાં આવી છે. અગાઉ વર્ષ 2014માં પ્રસિધ્ધ થયેલ ભરતી કેલેન્ડર ડિસેમ્બર-2023મા પૂર્ણ થતું હોવાથી આગામી વર્ષ 2024થી 2033 માટે વહીવટી વિભાગોમાં જગ્યાઓ ભરવા માટેના ભરતી કેલેન્ડર તૈયાર કરવાની સૈદ્ધાતિંક મંજૂરી અપાઇ છે.
નવીન કેલેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવશે
જેના અંતર્ગત અધિક મુખ્ય સચિવ, સામાન્ય વહીવટ વિભાગ, અધિક મુખ્ય સચિવ, નાણાં વિભાગ અને સચિવ, ખર્ચ કક્ષાએ તમામ વહીવટી વિભાગો સાથે નવું 10 વર્ષીય ભરતી કેલેન્ડર તૈયાર કરવા માટે તબક્કાવાર બેઠકોનું આયોજન કરવામાં આવશે. જૂન, જુલાઈ અને ઓગષ્ટ માસ દરમિયાન બેઠકો યોજીને દરેક વહીવટી વિભાગ માટેના નવા ભરતી કેલેન્ડર તૈયાર કરીને નવીન કેલેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવશે. અત્રે નોંધનીય છે કે, વર્ષ 2014 થી 2023 દરમિયાન કૂલ-1,56,417 જગ્યાઓ ભરવાનું રાજ્ય સરકારનું આયોજન હતું. જેની સામે હાલની સ્થિતિેએ 1,67,255 જગ્યાઓ સીધી ભરતીથી ભરવામાં આવી છે.