બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / બિઝનેસ / Leading honey brands fail adulteration test by foreign lab

ચેતજો / મધમાં ભેળસેળની કડવાશ, આ મોટી-મોટી કંપનીઓના હની ટેસ્ટમાં થયા ફેલ

Parth

Last Updated: 09:47 PM, 2 December 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હની એટલે કે મધનું સેવન કરનારા તમામ લોકો સાવધાન થઇ જજો કારણ કે મધ બનાવનારી 13 કંપનીઓની મધમાં મિલાવટ મળતા હાહાકાર મચ્યો છે. 13 મોટી કંપનીઓના મધનું સેમ્પલ ફેઈલ જતા ગુણવત્તા સામે સવાલો ઉભા થયા છે.

  • મધમાં શુગરની સિરપની મિલાવટ કરતા હોવાનું કંપનીઓએ પણ સ્વીકાર્યું
  • જર્મનીની લેબમાં તપાસમાં 77 ટકા સેમ્પલ ફેઈલ ગયા
  • ડાબર અને પતંજલિ જેવી મોટી મોટી બ્રાન્ડ પણ વેચી રહી છે ભેળસેળ કરેલ મધ 

13માંથી 3 આંતરરાષ્ટ્રીય લેવલની કંપનીના મધમાં પણ ભેળસેળ હોવાનો ખુલાસો થયો છે. મધમાં શુગરની સિરપની મિલાવટ કરતા હોવાનું કંપનીઓએ પણ સ્વીકાર્યું છે. જર્મનીની લેબમાં આ તપાસ કરવામાં આવી અને 77 ટકા સેમ્પલ ફેઈલ ગયા છે. દવા તરીકે ઉપયોગ કરનારા લોકોને સચેત કરતો આ રિપોર્ટ સામે આવ્યો છે.

કંઇ કંપની CSEની પરીક્ષામાં ફેઇલ અને પાસ?

ડાબર, પંતજલિ, વૈધનાથ, ઝંડુ, હિતકારી અને એપિસ હિમાલય આ ટેસ્ટમાં ફેઇલ થયા છે જ્યારે 13 બ્રાંડમાં માત્ર 3 સફોલા, માર્કપેડ સોહના, નેચર્સ નેક્ટર તમામ પરિક્ષણમાં પાસ થયા છે. ભારતથી નિકાસ થતાં મધનું NMR પરિક્ષણ 1 ઓગસ્ટથી ફરજિયાત છે.

મધના ભેળસેળમાં ચાઇનીઝ કનેકશન?

મધની ભેળસેળમાં ચીનનું કનેકશન પણ આવ્યું સામે છે. અલીબાબા જેવા ચીનના પોર્ટલથી સિરપનું વેચાણ થઇ રહ્યું છે. જે સિરપનું વેચાણ થઇ રહ્યું છે તે ટેસ્ટને સરપાસ કરી શકે છે. ચીનની કંપનીઓ ક્રક્ટોઝના નામ પર આ સિરપ ભારતને એક્સપોર્ટ કરે છે. મધમાં ભેળસેળમાં આ સિરપની જ ભેળસેળ હોવાનો ખુલાસો થયો છે. CSEના કહેવા પ્રમાણે 2003થી 2006માં સોફ્ટ ડ્રિંકમાં પણ ભેળસેળ મળી હતી જોકે હવે સોફ્ટડ્રિંકથી પણ વધુ ખતરનાક ભેળસેળ મધમાં થઇ રહી છે. આ ભેળસેળ સ્વાસ્થ્ય પર ભારે પડી શકે છે. ગત વર્ષે FSSAIએ ચેતવણી આપી હતી કે ગોલ્ડન સિરપ, ઇનવર્ટ શુગર સિરપ અને રાઇસ સિરપને મધમાં ભેળવવામાં આવે છે.

CSE શું કહે છે?

આ સમગ્ર મામલે હવે CSEનું કહેવું છે કે ચીન પાસેથી સિરપ અને મધની આયાત બંધ કરવામાં આવે અને દેશમાં સાર્વજનિક પરિક્ષણનું સુદ્રઢીકરણ કરવામાં આવે. પરિક્ષણ સરળ કરવાને કારણે કંપનીઓને જવાબદાર ન ઠેરવી શકાય. સરકારે NMR જેવી ટેકનોલોજીના ઉપયોગથી નમૂનાઓનું પરિક્ષણ કરવું જોઇએ. પરિક્ષણના પરિણામોને સાર્વજનિક પણ કરવું જોઇએ. મધ મધમાખીના પાલકો પાસેથી લેવાયું છે તેવો કંપનીઓએ ખુલાસો કરવો જોઇએ.

સંશોધનમાં શું મળ્યું?

જ્યારે વિવિધ મધનું ટેસ્ટ કરવામાં આવ્યું ત્યારે 77 ટકા નમૂનામાં સુગર સિરપ સાથે અન્ય મિલાવટ મળી છે. તપાસવામાં આવેલા 22 નમૂનામાંથી માત્ર 5 જ તમામ પરિક્ષણમાં પાસ થયા છે. 

કેવી રીતે પકડાયું કૌભાંડ?

નોંધનીય છે કે FSSAIએ આ મુદ્દે ચેતવણી આપી હતી કે આયાત થતાં ગોલ્ડન સિરપ,ઇનવર્ટ સુગર શિરપ,રાઇસ સિરપનો ઉપયોગ મધમાં થઇ રહ્યો છે. જે નામો FSSAIએ જણાવ્યા તે નામોથી સિરપ આયાત નથી થતાં. CSEએ અલીબાબા જેવા ચીનના પોર્ટલની તપાસ કરી હતી અને ક્રુકટોઝની જાહેરાતમાં દાવો કરાતો હતો કે ભારતીય પરિક્ષણમાં બાયપાસ થઇ શકે છે. સિરપ સી3 અને સી4 પરિક્ષણોને બાયપાસ કરવાનો દાવો કરાતો હતો. CSEએ આ મામલે જાણકારી મેળવી અને અંડરકવર ઓપરેશન ચલાવ્યું હતું. CSEએ ઉત્તરાખંડની એક કંપની મળી જે ભેળસેળવાળી સિરપ બનાવતી હોય. CSEએ સિરપને શુદ્ધ મધમાં ભેળવ્યા. પરિક્ષણમાં ખબર પડી કે 25થી 50 ટકા સુગર સિરપવાળા નમુના પાસ થઇ ગયા. FSSAIના માપદંડોમાં ભેળસેળવાળું સિરપ બાયપાસ થઇ શકે તે સાબિત થયું છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ