બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / Lal Krishna Advani will get these facilities after receiving the Bharat Ratna award

જાણવા જેવુ / ભારત રત્ન સન્માન મળ્યા બાદ લાલ કૃષ્ણ અડવાણીને મળશે આ સુવિધાઓ

Priyakant

Last Updated: 12:11 PM, 4 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lal Krishna Advani Bharat Ratna Latest News: ભારત રત્નથી સન્માનિત વ્યક્તિને મહત્વપૂર્ણ સરકારી કાર્યક્રમોમાં ભાગ લેવા માટે કરવામાં આવે છે આમંત્રિત

  • પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને મળશે ભારત રત્ન 
  • ભારત રત્ન સન્માન મળ્યા બાદ લાલ કૃષ્ણ અડવાણીને મળશે અનેક સુવિધાઓ
  • પુરસ્કારથી સન્માનિત વ્યક્તિને રેલવે તરફથી મળે છે મફત મુસાફરીની સુવિધા

Lal Krishna Advani Bharat Ratna : આપણાં દેશના પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને લઈ તાજેતરમાં જ મોદી સરકારે ભારત રત્ન આપવાની જાહેરાત કરી છે. આ જાહેરાત થતાંની સાથે જ તમારા મનમાં એ સવાલ જરૂર થતો હશે કે ભારત રત્ન એવોર્ડ શું હોય છે અને આ એવોર્ડ કોને આપવામાં આવે છે ? આ સાથે આ એવોર્ડ મેળવનારને શું-શું લાભ મળે છે ? આજે અમે તમને જણાવીશું તમને ઉદ્ભવતા તમામ સવાલોના જવાબો વિશે. 

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને કહ્યું હતું કે,  ભાજપ નેતા લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન આપવામાં આવશે. તેઓ આપણા સમયના સૌથી આદરણીય રાજનેતાઓમાંના એક છે. ભારતના વિકાસમાં તેમનું યોગદાન અવિસ્મરણીય છે. તેમના જીવનની શરૂઆત પાયાના સ્તરે કામ કરવાથી લઈને આપણા નાયબ વડાપ્રધાન તરીકે દેશની સેવા કરવા સુધીની છે.  

શું છે ભારત રત્ન એવોર્ડ ? 
'ભારત રત્ન' દેશનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે. આ એવોર્ડ એવી વ્યક્તિને આપવામાં આવે છે જેણે કોઈપણ ક્ષેત્રમાં અસાધારણ અને સર્વોચ્ચ સેવા આપી હોય. આ પુરસ્કાર જાતિ, વ્યવસાય, સ્થિતિ અથવા લિંગને ધ્યાનમાં લીધા વિના ઉત્કૃષ્ટ કાર્ય માટે આપવામાં આવે છે. આ એવોર્ડની શરૂઆત 2 જાન્યુઆરી, 1954ના રોજ દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ દ્વારા કરવામાં આવી હતી. આ સન્માન જીવિત અને મરણોત્તર લોકોને આપવામાં આવે છે. આ સન્માન વર્ષમાં વધુમાં વધુ 3 લોકોને જ આપવામાં આવે છે.

વધુ વાંચો: PM મોદી CM હતા ત્યારે અડવાણીએ જ ખુરશી બચાવી હતી...: ભારત રત્ન મુદ્દે કોંગ્રેસના મોટા નેતાનો કટાક્ષ

કઈ સુવિધાઓ ઉપલબ્ધ છે?
'ભારત રત્ન'થી સન્માનિત વ્યક્તિને ઘણી સરકારી સુવિધાઓ મળે છે. આ પુરસ્કારથી સન્માનિત વ્યક્તિને રેલવે તરફથી મફત મુસાફરીની સુવિધા મળે છે. તેમજ ભારત રત્નથી સન્માનિત વ્યક્તિને મહત્વપૂર્ણ સરકારી કાર્યક્રમોમાં ભાગ લેવા માટે આમંત્રિત કરવામાં આવે છે. ઉપરાંત સરકાર તેમને વોરંટ ઓફ પ્રેસિડેન્સીમાં સ્થાન આપે છે. પ્રોટોકોલમાં ભારત રત્ન વ્યક્તિ રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડા પ્રધાન, રાજ્યપાલ, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ, નાયબ વડા પ્રધાન, મુખ્ય ન્યાયાધીશ, લોકસભા અધ્યક્ષ, કેબિનેટ પ્રધાન, મુખ્યમંત્રી, પૂર્વ વડાપ્રધાન અને સંસદના બંને ગૃહોમાં વિપક્ષના નેતા બાદ આ પદ આપવામાં આવે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ