બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Lakhimpur case: Supreme Court grants bail to Tenni, but has to stay away from Delhi and UP

BIG NEWS / લખીમપુર કાંડ: ટેનીને સુપ્રીમ કોર્ટે આપ્યા જામીન, પણ દિલ્હી અને UPથી રહેવું પડશે દૂર

Priyakant

Last Updated: 11:55 AM, 25 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લખીમપુર ખીરી કેસના આરોપી આશિષ મિશ્રાને સુપ્રીમ કોર્ટે શરતી જામીન આપ્યા, જામીનમાંથી મુક્ત થયાના એક સપ્તાહની અંદર આરોપી આશિષ મિશ્રાએ યુપી છોડવું પડશે

  • લખીમપુર ખીરી કેસના આરોપી આશિષ મિશ્રાને લઈ મોટા સમાચાર 
  • સુપ્રીમ કોર્ટે આશિષ મિશ્રાને આપ્યા શરતી જામીન 
  • આશિષ દિલ્હી અને યુપીમાં રહી શકે નહીં: સુપ્રીમ કોર્ટ
  • આરોપી ખેડૂતોને પણ સુપ્રીમ કોર્ટે આપ્યા જામીન 

લખીમપુર ખીરી કેસના આરોપી આશિષ મિશ્રાને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, સુપ્રીમ કોર્ટે લખીમપુર ખીરી કેસના આરોપી આશિષ મિશ્રાને વચગાળાના જામીન મંજૂર કર્યા છે. જોકે નોંધનીય છે કે, જામીન આપતી વખતે કોર્ટે આશિષને અનેક સૂચનાઓ આપી છે અને શરતો પણ મૂકી છે. 8 અઠવાડિયા માટે વચગાળાના જામીન આપતા કોર્ટે કહ્યું કે, આશિષ દિલ્હી અને યુપીમાં રહી શકે નહીં.

ફાઇલ તસવીર: આરોપી આશિષ મિશ્રા

સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ જામીનમાંથી મુક્ત થયાના એક સપ્તાહની અંદર આરોપી આશિષ મિશ્રાએ યુપી છોડવું પડશે. કોર્ટે એવી શરત મૂકી કે, આશિષે તેનું સરનામું પોલીસને જણાવવું પડશે અને તે દરરોજ પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ કરશે. કોર્ટે કહ્યું કે, તે સાક્ષીઓને કોઈપણ રીતે પ્રભાવિત કરી શકે નહીં. તે તેના કોઈપણ સાક્ષીને મળશે નહીં.

લખીમપુર ખીરી કેસના આરોપી આશિષ મિશ્રાના  જામીન મંજૂર કરવાની સાથે સુપ્રીમ કોર્ટે લખીમપુર ખીરી ઘટનામાં માર્યા ગયેલા આરોપીને મારી-મારીને હત્યા કરનારા 4 ખેડૂતોના પણ વચગાળાના જામીન મંજૂર કર્યા છે. 

શું છે હતો સમગ્ર મામલો ?
લખીમપુર ખીરીના ટીકુનિયામાં અગાઉ લોહિયાળ સંઘર્ષ થયો હતો. જેમાં ચાર ખેડૂતો સહિત આઠ લોકોએ જીવ ગુમાવ્યો હતો. આ કેસમાં આરોપી કેન્દ્રીય મંત્રી અજય મિશ્રા ટેનીનો પુત્ર આશિષ મિશ્રા છે. આ ઘટનાને લઈને વિરોધ ચાલી રહ્યો છે અને રાજકીય માહોલ પણ ગરમાયો હતો . 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ