બ્રેકિંગ ન્યુઝ
Vishal Khamar
Last Updated: 04:24 PM, 1 February 2024
ADVERTISEMENT
સુરતના વરાછાનાં ધારાસભ્ય કુમાર કાનાણી દ્વારા સુરત શહેર પોલીસ કમિશ્નરને પત્ર લખી રજૂઆત કરી છે. પોલીસ કમિશ્નરને સંબોધીને લખેલ પત્રમાં કુમાર કાનાણીએ ટ્રાપિલ પોલીસ પર આક્ષેપ કર્યો છે. જેમાં ટ્રાફિક પોલીસને વરાછામાં અધિકાર ન હોવા છતાં વાહનોને ટોઈંગ કરવામાં આવી રહ્યા છે. ટ્રાફિક પોલીસ શહેરીજનો પાસેથી ખોટી રીતે તોડ કરે છે. નાના વરાછા અને સરથાણ, કામરેજમાંતોડના બનાવ થઈ રહ્યા છે.
ADVERTISEMENT
નો-પાર્કિંગ ઝોનમાં પાર્ક કરેલા વાહનો ટોઈંગ કરવા કોન્ટ્રાક્ટ આપેલ છે
સુરત પોલીસ કમિશ્નરને ધારાસભ્ય દ્વારા લેખિતમાં રજૂઆત કરી હતી કે, સુરત ટ્રાફિક પોલીસ દ્વારા સર્કલ પ્રમાણે ક્રોનોને રોડ પર નો-પાર્કિંગ ઝોનમાં પાર્ક કરેલા વાહનો ટોઈંગ કરવા માટેના કોન્ટ્રાક્ટ આપવામાં આવેલ છે.
વધુ વાંચોઃ કચ્છમાં આવકવેરા વિભાગનો સપાટો: 20થી વધુ ટીમોએ દરોડા પાડતા વેપારીઓમાં ફફડાટ
તોડબાજીના કારણે રત્નકલાકારો નાના માણસો લૂંટાઈ રહ્યા છેઃ કુમાર કાનાણી
જેમાં સર્કલ-1 નાં વિસ્તારમાં નાના વરાછા ઢાળ થી સરથાણ અને કામરેજ બાજુનો વિસ્તાર આવે છે. પરંતું ક્રેન-1 નાના વરાછા થી લઈને હીરાબાગ વિસ્તારમાં મોટી સંખ્યામાં વાહનો ટોંઈંગ કરી બોમ્બે માર્કેટ લાવીને મોટી તોડબાજી કરે છે. આમ વરાછા અને સરથાણની બંને ક્રેન એક જ વિસ્તારમાં ચલાવવામાં આવે છે. સરથાણ બાજુ વાહન ટોઈંગ કરી શકતા નથી. એટલે કે ક્રેન-1 પણ વરાછા વિસ્તારમાંથી વાહનો ટોઈંગ કરી તોડબાજી કરે છે. જેના કારણે રત્નકલાકારો અને નાના માણસો લૂંટાય છે. તો આ બાબતે તાત્કાલિક ધોરણે યોગ્ય કાર્યવાહી કરવા ધારાસભ્યએ રજૂઆત કરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.