બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / Kohli fulfilled the dream of West Indies player's mother, Harakh's tears came to his eyes after meeting Virat, see VIDEO

ક્રિકેટ / કોહલીએ પૂરું કર્યું વેસ્ટ ઈન્ડિઝના પ્લેયરની માતાનું સપનું, વિરાટને મળ્યા બાદ આંખમાં આવી ગયા હરખના આંસુ, જુઓ VIDEO

Megha

Last Updated: 11:41 AM, 22 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી ટેસ્ટમાં સદી ફટકાર્યા બાદ વિરાટ કોહલી WIના ખેલાડી જોશુઆ દા સિલ્વાની માતાને મળ્યો હતો. વિરાટને મળ્યા બાદ ખેલાડીની માતા રડી પડી હતી.

  • વિરાટ કોહલીએ પોતાના ટેસ્ટ કરિયરની 29મી સદી ફટકારી
  • WIના જોશુઆ દા સિલ્વાની માતા છે વિરાટની ફેન 
  • જોશુઆની માતા કોહલીને મળ્યા બાદ રડી પડી 

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને રન મશીન તરીકે જાણીતા વિરાટ કોહલીએ વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી ટેસ્ટમાં પોતાના ટેસ્ટ કરિયરની 29મી સદી ફટકારી છે. તે જ સમયે, આ તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની 76મી સદી હતી. તેણે 11 ચોગ્ગાની મદદથી સદી પૂરી કરતાં 121 રન બનાવ્યા હતા. આ સદીની સાથે કોહલીએ વધુ એક વસ્તુથી પોતાના ચાહકોનું દિલ પણ જીતી લીધું છે. 

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચના બીજા દિવસની રમત બાદ જ્યારે ભારતીય ટીમ પોતાની હોટલ પરત ફરી રહી હતી ત્યારે આ મેચમાં સદી ફટકારનાર વિરાટ કોહલી માટે એક એવી ક્ષણ ઊભી થઈ હતી જેને જોઇને દરેક લોકો પણ ખુશ થઈ ગયા હતા.  થયું એવું કે વેસ્ટ ઈન્ડિઝ ટીમના એક ખેલાડીની મા જે વિરાટની ફેન છે અને સદી ફટકાર્યા બાદ તેણે વિરાટ કોહલીને ગળે લગાવી અને કિસ કરી હતી.

વાત એમ છે કે મેચ પુરી થયા બાદ વિરાટ કોહલી વેસ્ટ ઈન્ડિઝના ખેલાડી જોશુઆ દા સિલ્વાની માતાને મળ્યો હતો. વિરાટને મળ્યા બાદ ખેલાડીની માતા રડી પડી હતી. આ બધું ત્યારે શરૂ થયું જ્યારે રમતના પહેલા દિવસે વિરાટ કોહલીની બેટિંગ દરમિયાન સ્ટમ્પની પાછળ ઊભેલા વેસ્ટ ઈન્ડિઝના વિકેટકીપર જોશુઆ દા સિલ્વાએ કોહલીને કહ્યું હતું કે, "મારી માતાએ મને કહ્યું કે તે ફક્ત વિરાટ કોહલીને જોવા આવી છે, મને પણ એમની આ વાત પર વિશ્વાસ નહતો થયો. વિરાટે તમારી સદી પૂરી કરો, હું ઈચ્છું છું કે તમે તમારી સદી પૂરી કરો.' જણાવી દઈએ કે જોશુઆ દા સિલ્વાની આ આખી વાત સ્ટમ્પ માઈકમાં રેકોર્ડ થઈ હતી.

જે બાદ મેચના બીજા દિવસે વિરાટ કોહલીએ તેની 500મી આંતરરાષ્ટ્રીય મેચમાં 121 રન બનાવ્યા હતા. મેચ પુરી થયા બાદ જ્યારે ભારતીય ટીમ હોટેલ પરત ફરી રહી હતી ત્યારે જોશુઆ દા સિલ્વાની માતા વિરાટ કોહલીને મળી અને તેને મળ્યા બાદ તે ખૂબ જ ભાવુક થઈ ગઈ.  જોશુઆ તેની માતા સાથે આવ્યા હતા અને વિરાટનો તેની સાથે પરિચય કરાવ્યો હતો.જોશુઆની માતા એટલી લાગણીશીલ થઈ ગઈ કે તેની આંખોમાં આંસુ આવી ગયા હતા અને તેને વિરાટ કોહલીને એક નહીં પરંતુ બે વાર ગળે લગાવ્યો અને પછી તેના ગાલ પર કિસ કરી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ