બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / know your rights before traveling in train airlines plane or public transport

અધિકાર / ટ્રેન કે પ્લેનમાં મુસાફરી કરતા પહેલાં આ બાબત ખાસ ધ્યાનમાં રાખજો, થશે ફાયદો; જાણો કેવી રીતે

Malay

Last Updated: 03:25 PM, 21 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટ્રેનમાં એર કન્ડીશનીંગ ડબ્બામાં મુસાફરી કરતા લોકો ઘણીવાર ખરાબ એસીને કારણે પરેશાન રહે છે. જ્યારે ફરિયાદની વાત આવે છે ત્યારે લોકો મૌન સેવે છે.

 

  • કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ 2019 લાગુ થયા બાદ ગ્રાહકોને ઘણા અધિકારો મળ્યા 
  • 2019માં જ મોદી સરકારે દેશમાં નવો ગ્રાહક સુરક્ષા કાયદો લાગુ કર્યો
  • નાગરિક ઉડ્ડયન મંત્રાલયે મુસાફરોના અધિકારોને લઈને એક ચાર્ટર તૈયાર કર્યું 

દેશમાં કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ 2019 લાગુ થયા બાદ ગ્રાહકોને ઘણા અધિકારો મળ્યા છે. ખાસ કરીને મુસાફરી દરમિયાન ટ્રેનના એસી, બેડરોલ, ખાદ્યપદાર્થો અને સાફ સફાઈની ફરિયાદ પર દંડ વસૂલવામાં આવે છે. થોડા દિવસો પહેલા જ   કાયદાનો સહારો લઈને એક વ્યક્તિએ રેલવે પાસેથી 20,000 રૂપિયાનો દંડ વસૂલ કર્યો હતો. શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનમાં ખરાબ ACને રિપેર ન કરવું રેલવેને મોંઘુ પડ્યું હતું. દિલ્હી કન્ઝ્યુમર આયોગે રેલવે પર 20 હજાર રૂપિયાનો દંડની સાથે ફરિયાદીનો કેસ લડવા 10,000 રૂપિયા ચૂકવવા પણ કહ્યું છે.

જણાવી દઈએ કે આ મામલે એક મુસાફરની ફરિયાદ બાદ પણ ટ્રેનમાં એસી રિપેર કરવામાં આવ્યું ન હતું. ફરિયાદીએ કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ 2019 હેઠળ દિલ્હી ગ્રાહક આયોગમાં રેલવે પર 20,000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. એવામાં તમે ટ્રેન તેમજ વિમાન અથવા કોઈપણ પબ્લિક ટ્રાન્સપોર્ટ દ્વારા મુસાફરી કરી રહ્યા છો તો તમે સંબંધિત વિભાગની ફરિયાદ કન્ઝ્યૂમરમાં કરી શકો છો.

ભારતીય રેલવેનો મોટો નિર્ણય: 10 હજાર પદ કાયમ માટે રદ કરાશે, ક્યારેય નહીં થાય  ભરતી | railway board more than ten thousand posts of ncr railway can be  surrendered
પ્રતિકાત્મક તસવીર

મુસાફરની ફરિયાદ પર થઈ કાર્યવાહી
થોડા દિવસો પહેલા દિલ્હી ઉપભોક્તા આયોગે રેલવેના એ દાવાને ફગાવી દીધો હતો, જેમાં કહેવામાં આ્વ્યું હતું કે   મુસાફરી દરમિયાન કોઈપણ અસુવિધા અંગેની ફરિયાદ પર ઉપભોક્તા ફોરમનો સુનાવણીનો અધિકાર નથી. રેલવે તરફથી એ દલીલ કરવામાં આવી હતી કે રેલવે પર કોઈ પણ પ્રકારની ફરિયાદનો દાવો કરવા માટે યાત્રીએ રેલવેમાં ફરિયાદ કરવી જોઈએ.

રેલવેનું ખાનગીકરણ સમયની માગ અને જરૂરિયાત | indian railways privatization  Modi government
પ્રતિકાત્મક તસવીર

આ કાયદા હેઠળ કરે ફરિયાદ
ટ્રેનમાં એર કન્ડીશનીંગ ડબ્બામાં મુસાફરી કરતા લોકો ઘણીવાર ખરાબ એસીને કારણે પરેશાન રહે છે. જ્યારે ફરિયાદની વાત આવે છે ત્યારે લોકો મૌન સેવે છે. પરંતુ તાજેતરના સમયમાં આવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે   જ્યારે લોકોએ ફરિયાદ કરવાનું શરૂ કર્યું છે. જો કે   લોકોને આશંકા છે કે ફરિયાદ કરવા પર તેઓએ કોર્ટની મુલાકાત લેવી પડશે. પરંતુ, વર્ષ 2019માં જ મોદી સરકારે દેશમાં નવો ગ્રાહક સુરક્ષા કાયદો લાગુ કર્યો. આ પછી ગ્રાહકોને ઘણા અધિકારો અને સુવિધાઓ મળવા લાગી છે.

સુપ્રીમ કોર્ટની પ્રતિક્રિયા
ઉપભોક્તા આયોગના આપવામાં આવેલા નિર્ણય સુપ્રીમ કોર્ટમાં માન્ય રહે છે. ટ્રેન મોડી હોય તો પણ   ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળ સેવાની ખામી તરીકે માનવામાં આવે છે. તેના માટે મુસાફર પાસે ગ્રાહક અદાલતમાં જઈને વળતર મેળવવાનો વિકલ્પ છે. કારણ કે રેલવે દ્વારા જારી કરાયેલી ટ્રેનની ટિકિટમાં સંબંધિત ટ્રેનના ઉપડવાનો અને આવવાનો સમય પણ આપવામાં આવે છે.

Tag | VTV Gujarati
પ્રતિકાત્મક તસવીર

પ્લેનમાં ​મુસાફરી કરતા યાત્રીઓ પણ કરી શકે છે ફરિયાદ 
પ્લેનમાં મુસાફરી કરતી વખતે તમારી સામે ઘણી સમસ્યાઓ આવે છે. જેન ધ્યાનમાં રાખીને નાગરિક ઉડ્ડયન મંત્રાલયે મુસાફરોના અધિકારોને લઈને એક ચાર્ટર તૈયાર કર્યું છે. આ ચાર્ટરમાં મુસાફરોને ઘણા અધિકારો આપવામાં આવ્યા છે, જેનો હેતુ તેમના હિતોનું રક્ષણ કરવાનો છે. આ ચાર્ટર હેઠળ જો ગ્રાહકોના હિતનું ધ્યાન રાખવામાં ન આવે તો હવાઈ મુસાફરી કરતા મુસાફરો પણ ગ્રાહક આયોગમાં પોતાની ફરિયાદ નોંધાવી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ