બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / Politics / Know what will be the second possible Congress list for the Lok Sabha elections

Lok Sabha Election 2024 / અમેઠીથી રાહુલ ગાંધી તો PM મોદીને આ દિગ્ગજ નેતા આપશે ટક્કર, જાણો કેવું હશે કોંગ્રેસનું બીજું સંભવિત લિસ્ટ

Priyakant

Last Updated: 10:22 AM, 11 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024 Latest News: આગામી લોકસભા ચૂંટણીની તૈયારી કરી રહેલી કોંગ્રેસ 12 માર્ચે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી શકે

Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણીને લઈ ભાજપ બાદ હવે કોંગ્રેસ પણ ગમે ત્યારે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી શકે છે. વાત જાણે એમ છે કે, આગામી લોકસભા ચૂંટણીની તૈયારી કરી રહેલી કોંગ્રેસ 12 માર્ચે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી શકે છે. આ યાદીમાં કોંગ્રેસ ઉત્તર પ્રદેશની 17 લોકસભા સીટો માટે ઉમેદવારોની જાહેરાત કરી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સોમવારે (11 માર્ચ) યોજાનારી પાર્ટીની સેન્ટ્રલ ઇલેક્શન કમિટીની બેઠક પહેલા સ્ક્રિનિંગ કમિટીએ ઉમેદવારોના નામ પર મંથન કર્યું છે. 

આ તરફ હવે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, કોંગ્રેસ ઉત્તર પ્રદેશના અમેઠીથી રાહુલ ગાંધી, રાયબરેલીથી પ્રિયંકા ગાંધી, કાનપુરથી આલોક મિશ્રા, ફતેહપુર સીકરીથી રામનાથ સિકરવાર અને બાંસગાંવથી કમલ કિશોરને મેદાનમાં ઉતારી શકે છે. આ સિવાય સહારનપુરથી ઈમરાન મસૂદ, પ્રયાગરાજથી પલ્લવી પટેલ અને મહારાજગંજથી સુપ્રિયા શ્રીનેત ચૂંટણી લડી શકે છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન વારાણસી સીટથી પીએમ મોદીને પડકાર આપી શકે છે, જ્યારે અમરોહાથી દાનિશ અલી, ઝાંસીથી પ્રદીપ જૈન, સીતાપુરથી રાકેશ રાઠોડ, બારાબંકીથી તનુજ પુનિયા અને દેવરિયાથી અજય લલ્લુને ટિકિટ મળી શકે છે.

વાયનાડથી રાહુલ ગાંધી માટે ટિકિટ
અગાઉ પાર્ટીએ 39 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. પ્રથમ યાદીમાં કોંગ્રેસે અનેક દિગ્ગજ નેતાઓને ટિકિટ આપી હતી. પાર્ટીએ કેરળના વાયનાડથી રાહુલ ગાંધી, છત્તીસગઢના રાજનાંદગાંવથી ભૂપેશ બઘેલ, બેંગલુરુ ગ્રામીણથી ડીકે સુરેશ, કેરળના તિરુવનંતપુરમથી શશિ થરૂર, કેરળના અલપ્પુઝાથી કેસી વેણુગોપાલને મેદાનમાં ઉતાર્યા છે. કર્ણાટકની શિમોગા બેઠક પરથી કન્નડ અભિનેતા શિવરાજ કુમારની પત્ની ગીતા શિવરાજને ટિકિટ આપવામાં આવી છે.

વધુ વાંચો: ચૂંટણી કમિશનરોની નિમણૂંક અંગે મોટી અપડેટ સામે આવી, આ તારીખે યોજાઇ શકે છે સિલેક્શન કમિટીની બેઠક

નોંધનીય છે કે, પ્રથમ યાદીમાં કોંગ્રેસે છત્તીસગઢની 6, કર્ણાટકની 7, કેરળની 16, મેઘાલયની 2, તેલંગાણાની 4, લક્ષદ્વીપની 1 બેઠક પર ઉમેદવારોના નામ સામેલ કર્યા છે. ત્રિપુરા, નાગાલેન્ડ અને સિક્કિમની જાહેરાત કરી હતી. જેમાં સામાન્ય શ્રેણીના 15 ઉમેદવારો, SC, ST, OBC અને લઘુમતી સમુદાયના 24 ઉમેદવારોનો સમાવેશ થાય છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ