બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અમદાવાદ / Know what the meteorological department has predicted regarding unseasonal rain and heat

આકાશી આફત / માવઠાએ તો ભારે કરી! હજુય ગુજરાત પરથી સંકટ ટળ્યું નથી, જાણો ગરમીને લઈને હવામાન વિભાગે શું કરી આગાહી

Malay

Last Updated: 03:50 PM, 9 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Unseasonal rainfall forecast: રાજ્યમાં ફરી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આકરા તાપ અને કમોસમી માવઠાની આગાહી કરાઈ છે. જાણો VTV Gujarati પર 11થી 12 એપ્રિલે ક્યા વરસાદ પડશે.

  • રાજ્યમાં ગરમીની આગાહી
  • 2 દિવસ સુધી ગરમીની આગાહી
  • 2 દિવસ બાદ વરસાદની આગાહી

રાજ્યમાં ઉનાળાની શરૂઆતમાં કમોસમી વરસાદ થતાં હવામાનમાં થોડી તાઢક હતી. જોકે, હવે હવામાન વિભાગે કાળઝાળ ગરમીની આગાહી કરી દીધી છે. ગુજરાતમાં ગરમીને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, આજે અને આવતીકાલે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગરમીનો પારો વધશે. આ બે દિવસ દરમિયાન ગરમીનો પારો 39-40 ડિગ્રી રહેશે. આ સાથે જ હવામાન વિભાગે કમોસમી કમઠાણની પણ આગાહી કરી છે. જેના કારણે ખેડૂતોની ચિંતામાં ફરી વધારો થયો છે.

દિવસ ગરમીનો પારો પણ વધશે
રાજ્યમાં હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે અને આવતીકાલે ગરમીનો પારો વધશે. રાજ્યમાં ઉત્તર-પશ્ચિમથી ઉત્તરના ગરમ-સૂકા પવનો શરૂ થયાં છે. રાજ્યમાં 2 દિવસ દરમિયાન ગરમીનો પારો 39-40 ડિગ્રી રહેશે. અમદાવાદમાં આગામી દિવસ સુધી ગરમીનો પારો 39થી 40 ડિગ્રી સુધી રહેવાની આગાહી છે. ગઈકાલે રાજ્યમાં 39.9 ડિગ્રી સાથે ભુજમાં સૌથી વધુ ગરમી નોંધાઇ હતી. સુરેન્દ્રનગરમાં 39.5, સુરત અને વડોદરામાં પણ 39.2 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. 

ભારતમાં ફેબ્રુઆરીમાં 122 વર્ષ પછી આટલી ગરમી પડી, હવામાન વિભાગે ભયંકર લૂની  કરી આગાહી, ત્રણ મહિના ભારે | After 122 years, it got so hot in February in  India

ગુજરાતમાં પડી શકે છે કમોસમી વરસાદ 
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં 2 દિવસ બાદ કમોસમી વરસાદની આગાહી છે. રાજ્યમાં 11 અને 12 એપ્રિલે કમોસમી વરસાદ થઈ શકે છે. રાજ્યના બનાસકાંઠા, કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં ઝાપટાં પડવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહીને કારણે જગતના તાતની ઊંઘ હરામ થઈ ગઈ છે. ખેડૂતો હજી માવઠાના નુકસાનમાંથી બેઠા નથી થયા ત્યારે વારંવાર આવતા માવઠાથી ખેડૂતોની માઠી  દશા થઈ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ખાબકેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતોના કપાસ, જીરું, ચણાં, ઘઉં, રાયડો સહિતના પાકને નુકસાન પહોંચ્યું છે.

ગુજરાતમાં આગામી 5 દિવસ નહીં પડે ભારે વરસાદ, પણ આ વિસ્તારોમાં પડી શકે છે  ઝાપટાં | Normal rain forecast for next 5 days in Gujarat

ટૂંક સમયમાં મુખ્યમંત્રી સાથે ચર્ચા બાદ સહાય જાહેર થશેઃ રાઘવજી પટેલ 
મહત્વનું છે, રાજ્ય સરકારે માવઠાને લઇને થયેલ પાક નુકસાનીનું વળતર ચૂકવવાની જાહેરાત કરી હતી. પાક નુકસાનીનો સર્વે પણ પૂર્ણ થઈ ચૂક્યો છે. ગતરોજ જામનગરની મુલાકાતે આવેલા રાજ્યના કૃષિમંત્રીએ રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, કમોસમી વરસાદથી થયેલા નુકસાનનો સર્વે કરવામાં આવ્યો છે. હાલમાં માવઠાનો સર્વે પૂર્ણ કરાયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ચર્ચા કર્યા બાદ ટૂંક સમયમાં સહાય જાહેર કરવામાં આવશે. કુદરતી આપતી વખતે સરકાર ખેડૂતોની સાથે છે. ખાતર, બિયારણ, ટેકાથી પાકની ખરીદી કરી સરકાર ખેડૂતોની સાથે છે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ