બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / Know the history of notes with more than hundred denominations of Indian currency

જાણી લો / 2000ની નોટનું અતથી ઈતિ: કેવી રીતે ભારતીય ચલણની સૌથી મોટી નોટનો આવ્યો અંત?

Dinesh

Last Updated: 09:06 AM, 20 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આરબીઆઈએ છેલ્લા ત્રણ વર્ષથી 2000 રૂપિયાની નોટ પ્રિન્ટ કરવાનું બંધ કરી દીધું હતું, વર્ષ 2020, 2021 અને 2022ના નાણાકીય વર્ષમાં એક પણ નોટ છપાઈ નહોતી

  • નોટબંધી જાહેર થયા પછી અસ્તિત્વ
  • ભારતીય ચલણની સોથી વધુ વેલ્યુ ધરાવતી નોટ
  • ગુલાબી નોટ તરીકે પણ ખૂબ પ્રચલિત

લાંબા સમયથી ચાલતી અટકળોનો અંત આવ્યો છે. આરબીઆઈએ 2000 રૂપિયાની નોટ બંધ કરી દીધી છે. જો કે આરબીઆઈએ છેલ્લા ત્રણ વર્ષથી 2000 રૂપિયાની નોટ પ્રિન્ટ કરવાનું બંધ કરી દીધું હતું. વર્ષ 2020, 2021 અને 2022ના નાણાકીય વર્ષમાં એક પણ નોટ છપાઈ નહોતી. 31 માર્ચ 2022 સુધીના આંકડા મુજબ ચલણમાં રહેલી કુલ નોટોનો માત્ર 13.8 ટકા જ હિસ્સો   જ 2000ની નોટનો છે જ્યારે 31 માર્ચ 2017માં   આ હિસ્સો 50 ટકાથી પણ વધુ હતો. 

Tag | VTV Gujarati

નોટબંધીના 6 વર્ષ બાદ ઘણું બધું બદલાયું છે. ડિજિટલ પેમેન્ટે એક નવું વિશ્વ ખોલ્યું છે. 2016માં રજૂ થયેલી 2000ની નોટ છેલ્લા ઘણા સમયથી દેખાવવાની પણ બંધ થઈ ગઈ છે પરંતુ આવું થયું કેમ ? આવો મેળવીએ આ સવાલનો જવાબ. 

2000ની નોટ કેમ આવી ?
8 નવેમ્બર, રાત્રે 8 વાગ્યાનો સમય, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એકાએક ટીવી પર આવી જાહેરાત કરે છે કે 500 અને 1000ની નોટ હવેથી બંધ. કાળા નાણાને નાથવા, નકલી નોટને નાબૂદ કરવા અને કેશલેસ ઈકોનોમિના   સર્જનથી ડિજિટલ ટ્રાન્જેકશનને બળ આપવાનો આ જાહેરાતનો ઉદેશ હતો. જુની નોટસને બદલવા આરબીઆઈએ નવી 500ની નોટની જાહેરાત કરી હતી અને સાથે જ હતી ભારતીય ચલણની સૌથી મોટી રૂપિયા 2000ની ગુલાબી નોટ

2,000 Currency Note: 3 વર્ષમાં 2,000 રૂપિયા વાળી 2.44 લાખ કરોડની નોટ  બજારમાંથી ગાયબ | rupees 2000 currency notes circulation declines know what  rbi says in says in its 2021 22

શું 2000ની નોટે એનું કામ કર્યું ?
નોટબંધી વખતે ચલણી નોટના સર્કયુલેશનમાં 500 અને 1000 રૂપિયાની નોટનો હિસ્સો 80 ટકાથી પણ વધુ હતો. રાતોરાત આટલી મોટી સંખ્યામાં ચલણી નોટને બદલવી શક્ય નહોતું ભલે ને આરબીઆઈના નોટ છાપવાના કારખાના દિવસ રાત 24 કલાક ચાલતાં રહે. તમને યાદ હશે કે આ જ કારણોસર શરુઆતના સમયમાં એટીએમ કે બેંકમાંથી નાણા ઉપાડવાની એક મર્યાદા નક્કી કરવામાં આવી હતી.

રીઝર્વ બેંકની ગણતરી હતી કે 2000 રૂપિયાની નોટથી અર્થતંત્રમાં ફરી વેગ આવે. પોતાના ઊંચા મૂલ્યના કારણે 2000 રૂપિયાની નોટ જુની નોટના બદલામાં બજારમાં ફરતી થઈ જાય તેવું આરબીઆઈ ઈચ્છું હતું. 2000ની નોટના કારણે આરબીઆઈને ખૂબ મોટી રાહત મળી. હકિકત એ છે કે 31 માર્ચ 2017ના દિવસે સર્ક્યુલેશનમાં કુલ ચલણી નોટોના હિસ્સામાં 2000 રૂપિયાની નોટનો ફાળો 50.2 ટકા હતો.

2,000 Currency Note: 3 વર્ષમાં 2,000 રૂપિયા વાળી 2.44 લાખ કરોડની નોટ  બજારમાંથી ગાયબ | rupees 2000 currency notes circulation declines know what  rbi says in says in its 2021 22

કેવી રીતે ગાયબ થવા લાગી 2000ની નોટ ?
અચાનક નહીં પરંતુ ધીમે ધીમે 2000ની નોટ જાણે કે ઓછી દેખાવા લાગી.. એટીએમ વિથડ્રોલમાં પણ 2000 નોટ લગભગ નીકળવાની બંધ થઈ ગઈ. જેનું કારણ હતું કે 2020થી આરબીઆઈએ ચલણી નોટ છાપવાનું બંધ કરી દીધું હતું.. નાણાકીય વર્ષ 2020, 2021 અને 2022માં 2000ની નવી નોટ નહીં છાપી હોવાનું બેંકે તેના વાર્ષિક રીપોર્ટમાં ટાંક્યું.  31 માર્ચ 2022 આવતાં આવતાં સર્ક્યુલેશનમાં રહી કુલ ચલણી નોટોમાં 2000 રૂપિયાની સૌથી મોટી નોટનો હિસ્સો માત્ર 13.8 ટકા રહી ગયો.
આ સાથે આરબીઆઈએ પણ ગુલાબી નોટ પાછું ખેંચવાનું શરૂ કરી દીધું હતું. નાણાકીય વર્ષ 2020ના અંતમાં 274 કરોડ રૂપિયાની નોટ બજારમાં હતી તો, નાણાકીય વર્ષ 2022માં 214 કરોડ રૂપિયાની નોટ   જ બચી.

ગુલાબી નોટ છાપવાનું બંધ કેમ થયું ?
2000ની નોટ બજારમાં આવતાં જ લોકોએ સવાલો પૂછવાના શરૂ કર્યા. 2000ની નોટથી   બ્લેકમની સંઘરવી ખૂબ સહેલી બની જશે તો નોટબંધનો અર્થ શું રહેશે ? સરકારનો ઉદેશથી આ તો એકદમ ઊંધું થયું !. જો કે ચલણમાંથી જેમ જેમ 2000ની નોટ દૂર થતી ગઈ તેમ ખબર પડી કે આરબીઆઈ તેને લાંબા ગળાના ઑપ્શન તરીકે નથી સ્વીકારતી. 

રૂ. 2000ની નોટ ઘટાડી રહી છે સરકાર, જાણો કારણ | Number Of 2,000-Rupee Notes  In Circulation Shrinks 7.2cr In Fy19

અર્થશાસ્ત્રીઓ પણ માની રહ્યા હતા કે 2000 રૂપિયાની નોટનું બહુ લાંબુ ભવિષ્ય નથી. 2000ની નોટથી રોજબરોજના કામમાં ઉપયોગમાં થતી અગવડ, છૂટા લેવામાં પડતી માથાકૂટ અને બ્લેકમનનીના સર્જનને જોતાં 2019થી જ 2000ની નોટનું લાંબુ નહીં ચાલવાનું ભવિષ્ય અનેકે ભાખી દીધું હતું.  બેંકના મેનેજમેન્ટને પણ ખ્યાલ આવી ગયો હતો કે 2000 રૂપિયાની માંગ ખૂબ ઓછી છે. લોકો 2000ની નોટને બદલે 100 કે 500 નોટ લેવાનું વધુ પસંદ કરતા હતા.  જેથી કેટલીક બેંક્સે તો એટીએમમાં 2000ની નોટસ સિવાયની નોટસ ગોઠવવા રીકેલીબ્રેશનન પણ શરૂ કરી દીધું હતું.. 

2000 નોટનું ભાવિ ક્યારે નક્કી થયું ?
ઈન્કમટેક્સે ઓગસ્ટ મહિનામાં એક અહેવાલ રજૂ કર્યો. દિલ્લી- હરિયાણામાં અનેક શહેરોમાં રેઈડ દરમિયાન 150 કરોડથી વધુ કાળુ નાણું પકડાયું. તમિલનાડુમાં આવા જ એક મોટા ઓપરેશનમાં બે વેપારી જૂથો પાસેથી 250 કરોડ રૂપિયાથી વધુ બ્લેક મની જપ્ત થઈ. માત્ર ઈન્કમટેક્સ નહીં અનેક રાજ્યની એસીબીની રેઈડમાં પણ મોટા પ્રમાણમાં કેશ જપ્ત કરવામાં આવી. અધુરામાં પૂરું નાણાકીય વર્ષ 2022માં  રૂપિયા 2000ની નોટમાં નકલી નોટો વધવાનું પ્રમાણ 55 ટકા વધ્યું. નોટબંધીનો જાણે કે આશય જ સમાપ્ત થઈ ગયો.

2,000 રુપિયાની નોટ પર મોટું અપડેટ, ખુદ FM નિર્મલા સીતારામણે સંસદમાં કર્યો  ખુલાસો INirmala sitharaman revealed about 2000 rupee note in parliament

જ્યારે ગુલાબી નોટનો મૃત્યઘંટ વાગ્યો
19 મે 2023ના રોજ આરબીઆઈ પરિપત્ર બહાર પાડી જાહેરાત કરે છે કે 2000ની નોટ 30 સપ્ટેમ્બર પછી બંધ.  અને ભારતીય ચલણની સૌથી મોટી નોટ તરીકે ગુલાબી નોટનો અંત આવી ગયો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ