શિયાળો આવે એટલે લીલાં શાકભાજી ખાવાની મજા પડી જાય છે. શિયાળામાં ખાસ બનતું એક શાક મેથી મટર મલાઈ બનાવવામાં ખૂબ જ સરળ અને સ્વાદમાં એકદમ ટેસ્ટી હોય છે. આ શાકની રેસિપી ખૂબ જ સરળ છે અને ઘરના નાના મોટા સૌને ભાવે એવું આ શાક લોકો મોટાભાગે રેસ્ટોરન્ટમાં જઈને ઓર્ડર કરતા હોય છે. પરંતુ આજે અમે તમને આ શાકની એવી સરળ રેસિપી જણાવીશું, જે ખાઈને તમે ખુશ થઈ જશો. ચાલો જાણી લો.
પેસ્ટ બનાવવા માટેની તમામ સામગ્રીને બ્લેન્ડરમાં લઈને થોડું પાણી નાખીને પેસ્ટ તૈયાર કરો. એક કડાઈમાં તેલ અથવા ઘી ગરમ કરો. તેમાં તૈયાર પેસ્ટ નાંખીને હલાવતાં રહો. સુગંધ આવે ત્યાં સુધી અથવા તો લગભગ પાંચ-સાત મિનિટ રાખો. વચ્ચે વચ્ચે હલાવતાં રહો. જો પેસ્ટ કડાઈ સાથે ચોંટતી હોય તો થોડુંક પાણી નાખીને હલાવો. હવે પેસ્ટમાં સમારેલી મેથી અને પા કપ (અથવા જરૂર પૂરતું) પાણી ઉમેરો. બરાબર મિક્સ કરીને દસ મિનિટ માટે રાખો. આમાં બાફેલાં વટાણા અને ક્રીમ મિક્સ કરીને પાંચ-છ મિનિટ રહેવા દો. સ્વાદ અનુસાર મીઠું નાખીને એક મિનિટ રાખો. ગરમાગરમ મેથી-મટર મલાઈને નાન કે પરાઠા સાથે સર્વ કરો.