બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / Politics / Khilji's army raided brother got angry on Kavita's arrest clashed with the officers

નારાજગી / VIDEO: 'ખિલજીની સેનાએ દરોડા પાડ્યાં', કવિતાની ધરપકડ પર ભડક્યો ભાઈ, અધિકારીઓ સાથે ભીડાયો

Ajit Jadeja

Last Updated: 11:37 PM, 15 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કે કવિતાના પતિ ડી.આર.અનિલ કુમારને ધરપકડની જાણકારી આપવામાં આવી છે. સમર્થકોએ આરોપ લગાવ્યો કે આ પગલું 'પૂર્વ આયોજિત' હતું અને તેનો વિરોધ કરશે

BRSના નેતા કે કવિતાની EDએ શુક્રવારે ધરપકડ કરી છે. અધિકારીઓએ જણાવ્યું કે તેલંગાણાના પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવની પુત્રી કે કવિતાને પૂછપરછ માટે દિલ્હી લાવવામાં આવ્યા છે. અગાઉ દિવસે ED અધિકારીઓએ હૈદરાબાદમાં કવિતાના રહેણાંક પર દરોડા પાડ્યા હતા અને બાદમાં તેની ધરપકડ કરી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર તેલંગાણામાં BRS લેજિસ્લેટિવ કાઉન્સિલર (MLC) કવિતાની હૈદરાબાદના બંજારા હિલ્સ ખાતેના તેમના નિવાસસ્થાનેથી ધરપકડ કરવામાં આવી હતી.

 

પીએમ પર નિશાન સાધ્યું

દરમિયાન બીઆરએસ દ્વારા એક વીડિયો શેર કરવામાં આવ્યો છે જેમાં કવિતાના ભાઈ અને પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ કે.ટી. રામારાવ EDના અધિકારીઓ સાથે દલીલ કરી રહ્યા છે કે એજન્સીએ સુપ્રીમ કોર્ટને આપવામાં આવેલી બાંયધરીનું ઉલ્લંઘન કર્યું છે. વીડિયોમાં રામારાવ આરોપ લગાવતા સાંભળી શકાય છે કે તપાસ પૂરી થયા બાદ પણ પરિવારના સભ્યોને ઘરમાં પ્રવેશવા દેવામાં આવ્યા ન હતા. તેમજ કેટીઆરની ટીમ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં પીએમ મોદી પર નિશાન સાધવામાં આવ્યું છે. કેટીઆરએ કહ્યું, 'વર્ષ 1323માં અલાઉદ્દીન ખિલજીની સેનાએ દરોડો પાડ્યો અને કાકતિયા સમ્રાટ પ્રતાપ રુદ્રને પકડીને દિલ્હી લઈ ગયા હતા. ખિલજીની સેનાએ વિજય સરઘસ કાઢ્યું હતું. બરાબર 700 વર્ષ પછી 2024માં મોદીની સેનાએ હૈદરાબાદ પર હુમલો કર્યો અને એમએલસી કવિતાને પકડીને દિલ્હી લઈ ગયા છે. હવે ખિલજીના ઉત્તરાધિકારી મોદીએ હૈદરાબાદમાં સરઘસ કાઢ્યું છે.

પતિને ધરપકડની જાણકારી અપાઇ

કવિતાની ધરપકડ પર પ્રતિક્રિયા આપતા કેન્દ્રીય પર્યટન મંત્રી જી. કિશન રેડ્ડીએ પત્રકારોને જણાવ્યું હતું કે ઇડીના દરોડા કેસની તપાસનો એક ભાગ છે. EDના અધિકારીઓએ જણાવ્યું કે કવિતાના પતિ ડી.આર. અનિલ કુમારને ધરપકડની જાણકારી આપવામાં આવી છે. ઇડીએ ગયા વર્ષે દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડ કેસમાં કવિતાની ત્રણ વખત પૂછપરછ કરી હતી અને આ વર્ષે તેણીને ફરીથી સમન્સ પાઠવ્યું હતું, પરંતુ તે સુપ્રીમ કોર્ટના નિર્દેશને ટાંકીને હાજર થઈ ન હતી કારણ કે કોર્ટે તેણીને દંડાત્મક કાર્યવાહીથી રક્ષણ પુરુ પાડ્યુ હતું.

વધુ વાંચોઃ  હાઈકોર્ટે તમિલનાડુ સરકારને આપ્યો ઝટકો, PM મોદીના રોડ શોને આપી મંજૂરી

કાર્યકરોએ સુત્રોચ્ચાર કર્યા

બીઆરએસ નેતા અને પૂર્વ મંત્રી વેમુલા પ્રશાંત રેડ્ડીએ હૈદરાબાદમાં જણાવ્યું હતું કે પાર્ટીના વિધાન પરિષદના સભ્ય કવિતાની ધરપકડ કરવામાં આવી છે અને આજે રાત્રે ફ્લાઈટ દ્વારા તેમને દિલ્હી લઈ જવામાં આવ્યા છે.  તેઓએ આરોપ લગાવ્યો કે આ પગલું 'પૂર્વ આયોજિત' હતું અને તેઓ તેનો વિરોધ કરશે. બીઆરએસના કાર્યકારી પ્રમુખ કે.ટી. રામારાવ, પૂર્વ મંત્રી હરીશ રાવ અને મોટી સંખ્યામાં કાર્યકરો કવિતાના નિવાસસ્થાને એકઠા થયા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ