બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / અજબ ગજબ / kerala doctors death google map misguided kochi ernakulam kodungallur craft hospital

ચોંકાવનારો કિસ્સો / GPSના ચક્કરમાં 2 ડૉક્ટરો પહોંચી ગયા સીધા મોતના મુખમાં, કાર નદીમાં ખાબકી, બંનેનાં મોત

Arohi

Last Updated: 02:17 PM, 2 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Kerala Doctors Death Google Map: કેરળમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં 2 ડૉક્ટરોના મોત GPSના મિસગાઈડના કારણે થયા છે. કોચીમાં ભારે વરસાદના કારણે ડૉક્ટરોને કંઈ દેખાયુ નહીં અને ગુગલ મેપના જણાવેલા રસ્તા પર તે આગળ વધતા ગયા. જેના કારણે તેમનું મોત થયું છે.

  • કેરળથી સામે આવ્યો ચોંકાનારો કિસ્સો 
  • Google Mapના કારણ થયા ડૉક્ટર્સના મોત 
  • મેપના રસ્તે જતા કાર સીધી નદીમાં ખાબકી

ટેક્નોલોજી પર આંખ બંધ કરીને વિશ્વાસ કરવો જીવનું જોખમ બની શકે છે. એવું જ કંઈક કેરળમાં થયું છે. જ્યાં ગુગલ મેપના મિસગાઈડ કરવાના કારણે બે લોકોના મોત થઈ ગયા છે. 

કોચિની પાસે ગોથુરૂથમાં પેરિયાર નદીમાં કાર ખાબક્યા બાદ બે ડૉક્ટર્સના મોત થઈ ગયા અને મોતનું કારણ Google Map બન્યું છે. કારમાં હાજર યુવક ગુગલ મેપ દ્વારા આગળ વધી રહ્યા હતા જ્યાં મિસગાઈડ બાદ તેમની કાર નદીમાં પડી અને બે યુવતોના મોત થઈ ગયા. 

શું છે સમગ્ર મામલો? 
એક રિપોર્ટ અનુસાર પોલીસે જણાવ્યું કે કેરળમાં કોચીની પાસે પેરિયાર નદીમાં એક કારના પડવાથી શનિવારે રાત્રે તેમાં સવાર બે ડૉક્ટર્સના મોત થઈ ગયા છે. ડૉક્ટર્સની ઓળખ અદ્વૈત (29) અને અજમલ (29)ની રીતે કરવામાં આવી રહી છે જે જિલ્લાની એક ખાનગી હોસ્પિટલમાં હતા. શનિવારે મોડી રાત્રે સાડા બાર વાગ્યે થયેલી આ દુર્ઘટનામાં તેમનું મોત થઈ ગયા. 

પોલીસે જણાવ્યું કે ડૉક્ટર્સની સાથે યાત્રા કરનાર ત્રણ અન્ય લોકો પણ દુર્ઘટનામાં ઘાયલ થયા છે અને તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પોલીસે કહ્યું કે એવું લાગી રહ્યું છે કે કાર ચાલક ગુગલ મેપથી રસ્તો શોધી રહ્યા હતા અને તેના મીસગાઈડના કારણે ત્યાં પહોંચ્યા. 

ભારે વરસાદના કારણે ઓછી હતી વિઝિબિલિટી
પોલીસે આગળ કહ્યું કે ભારે વરસાદના કારણે તે સમયે વિઝિબિલિટી ખૂબ જ ઓછી હતી તે ગુગલ મેપના જણાવેલા રસ્તા પર જઈ રહ્યા હતા. પરંતુ લાગી રહ્યું છે કે ગુગલ મેપમાં જણાવવામાં આવ્યું હતું કે ડાબી બાજુ વળવાનું છે પરંતુ તે ભુલથી આગળ જતા રહ્યા અને નદીમાં પડી ગયા. સ્થાનીક લોકો તેમને બચાવવા માટે પહોંચ્યા અને તેમણે પોલીસને જાણ કરી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ