બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Kejriwal feels 'current', Ahmedabad court rejects stay plea on criminal defamation case

PM ડિગ્રી મામલો / કેજરીવાલને લાગ્યો 'કરન્ટ', અમદાવાદ કોર્ટે ફગાવી ગુનાહિત માનહાની કેસ પર સ્ટેની અરજી

Vishal Khamar

Last Updated: 11:35 PM, 7 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હી સેવા બિલ પાસ થયા બાદ કેજરીવાલને ગુજરાતમાં પણ મોટો ફટકો પડ્યો છે. ગુજરાત યુનિવર્સિટીએ ડિગ્રી બાબતે કરેલા માનહાનિના દાવા સામે સ્ટેની અરજી કોર્ટે ફગાવી દીધી છે.

  • દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મોટો ઝટકો
  • ગુજરાત યુનિ. દ્વારા દાખલ કરેલ માનહાનિનાં કેસ મામલો
  • કોર્ટે માનહાનિ કેસ મામલે સ્ટે આપવાની અરજી ફગાવી

 અમદાવાદની કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી (AAP) ના રાજ્યસભાના સભ્ય સંજય સિંહની ફોજદારી માનહાનિના કેસમાં તેમની સામે ચાલી રહેલા ટ્રાયલ પર વચગાળાના સ્ટેની અરજીને ફગાવી દીધી છે. સેશન્સ જજ એ.જે. કાનાનીની કોર્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી અંગેના તેમના "વ્યંગાત્મક" અને "અપમાનજનક" નિવેદનો બદલ ગુજરાત યુનિવર્સિટી દ્વારા દાખલ કરાયેલ ફોજદારી માનહાનિના કેસમાં મેટ્રોપોલિટન કોર્ટ દ્વારા ટ્રાયલ પર વચગાળાના સ્ટે માટેની AAP નેતાઓની અરજી ફગાવી દીધી હતી.

આ મામલાની વધુ સુનાવણી 21 ઓગસ્ટનાં રોજ કરવામાં આવશે

તેમના વકીલ પુનિત જુનેજાએ સોમવારે જણાવ્યું હતું કે સામે પક્ષે ગુજરાત યુનિવર્સિટીએ સમય માંગ્યા બાદ  અદાલતે શનિવારે આદેશ જાહેર કર્યો કે આ મામલાની વધુ સુનાવણી 21 ઓગસ્ટનાં રોજ કરવામાં આવશે. જે બાદ જુનેજાએ જણાવ્યું હતું કે કેજરીવાલ અને સિંહને માનહાનિના કેસમાં કોર્ટનાં સમન્સને પડકારતી રિવિઝન અરજી સેશન્સ કોર્ટમાં દાખલ કરી હતી. જેમાં તેઓએ કોર્ટ પાસે વચગાળાની રાહત માંગી હતી. જેને કોર્ટે ફગાવી દીધી હતી.

કેજરીવાલ સામે યુનિ.એ નોંધાવ્યો હતો ગુનો
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામે ગુજરાત યુનિવર્સિટીએ ગુનો નોંધાવ્યો હતો. PMની ડિગ્રી મુદ્દે અરવિંદ કેજરીવાલની મુશ્કેલીમાં વધારો થયો છે. અરવિંદ કેજરીવાલે PMની ડિગ્રીને લઈ સવાલો ઉઠાવ્યા હતા જે ડિગ્રી અંગે ગુજરાત યુનિવર્સિટી સામે સવાલો ઉઠાવ્યા હતા. 1 એપ્રિલે કેજરીવાલે આપેલા નિવેદનને લઈને યુનિવર્સિટીએ ફરીયાદ કરી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ