બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / keep these 4 things in mind while taking a personal loan full details are here

ઍલર્ટ! / જો તમે પણ લઇ રહ્યાં છો પર્સનલ લોન, તો સાવધાન! પહેલાં ધ્યાનમાં રાખજો આ 4 બાબતો, નહીં તો થશે મુશ્કેલી

Manisha Jogi

Last Updated: 08:17 PM, 15 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અનેક વાર એવી જરૂરિયાત આવી જાય છે, જેના માટે લોકોએ પર્સનલ લોન લેવી પડે છે. પર્સનલ લોન લેતા સમયે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, નહીંતર ભવિષ્યમાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

  • અનેક કામ માટે લોકોએ પર્સનલ લોન લેવી પડે છે
  • કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી
  • નહીંતર ભવિષ્યમાં મુશ્કેલી થઈ શકે છે

જીવનમાં આજીવિકા માટે લોકો કોઈકને કોઈક કામ ધંધો કરતા હોય છે, અનેક લોકો નોકરિયાત પણ હોય છે. આજના સમયમાં લોકો ખર્ચાઓ પૂરા કરે છે, તો અનેક લોકો આવતીકાલ માટે બચત પણ કરે છે. કોઈ પોલિસીમાં તો શેર માર્કેટમાં રોકાણ કરે છે. અનેક વાર એવી જરૂરિયાત આવી જાય છે, જેના માટે લોકોએ પર્સનલ લોન લેવી પડે છે. પર્સનલ લોન લેતા સમયે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, નહીંતર ભવિષ્યમાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. 

પર્સનલ લોન લેતા સમયે આ ભૂલ ના કરવી

બેન્કની પસંદગી
હંમેશા બેન્કમાંથી લોન લેવી. અનેક લોકો NBFC કંપની પાસેથી લોન લેવાનો પ્લાન કરે છે, પરંતુ આ પ્રકારે કરવાથી બેન્કની સરખામણીએ વધુ વ્યાજ ચૂકવવું પડી શકે છે. NBFC કંપનીઓ ગ્રાહકો પાસેથી બેન્કની સરખામણીએ વધુ વ્યાજ વસૂલ કરે છે. 

સરખામણી કરવી જરૂરી
જ્યારે પણ બેન્કમાંથી લોન લો તો વ્યાજદરની સરખામણી જરૂર કરવી જોઈએ. દરેક બેન્કનો વ્યાજદર અલગ અલગ હોય છે. આ કારણોસર જે બેન્કમાં વ્યાજદર ઓછો હોય તે બેન્કમાંથી લોન લેવી. 

EMIનું ખાસ ધ્યાન રાખવું
મુળ રકમ અને વ્યાજ ભેગા કરીને EMI આપવાનું રહે છે. બેન્ક એક નિશ્ચિત સમય માટે તે નક્કી કરે છે અને તમારે દર મહિને બેન્કને EMI ચૂકવવાનું રહે છે. તમે સરળતાથી ભરી શકો, તેટલું જ EMI નક્કી કરવું જોઈએ. 

નિયમ અને શરતો જાણી લેવા
તમે જે પણ બેન્કમાંથી લોન લો, ત્યારે નિયમ અને શરતો વિશે યોગ્ય જાણકારી મેળવી લેવી. લોન પર કોઈ હિડન ચાર્જ અથવા અન્ય ચાર્જ ચૂકવવાનો છે કે, નહીં તેની જાણકારી મેળવી લેવી. 

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ